GU/Prabhupada 0991 - જુગલ-પ્રીતિ: રાધા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ
740724 - Lecture SB 01.02.20 - New York
જેમ કે ગોપીઓ, સર્વોચ્ચ ભક્તો, તેમનું એક માત્ર કાર્ય છે કૃષ્ણને સંતુષ્ટ કરવાનું. બસ તેટલું જ. તેથી ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે, રમ્યા કાચીદ ઉપાસના વ્રજ વધુ વર્ગેણ યા કલ્પિતા (ચૈતન્ય મંજૂસ). ગોપીઓની ભક્તિની વિધિ કરતાં વધુ શ્રેષ્ઠ કોઈ વિધિ ના હોઈ શકે. તેઓને કોઈ દરકાર ન હતી. ગોપીઓ, અને તેમનામાથી કેટલીક ગૃહકાર્યમાં જોડાયેલી હતી, કોઈક પતિ સાથે વાતો કરતી હતી, કોઈક બાળકોનું ધ્યાન રાખતી હતી, કોઈ, કોઈ દૂધ ગરમ કરતી હતી. જેવી તેઓ કૃષ્ણની વાંસળી સાંભળતી, બધુજ તેમનું તેમ મૂકી દેતી. "તમે ક્યાં જઈ રહ્યા છો?" પતિ, ભાઈ, પિતા: "તમે ક્યાં જઈ રહ્યા છો?" "ના, દરકાર નથી. કૃષ્ણની વાંસળી છે; અમે બીજું કશું જાણતા નથી." આ ભક્તિ છે, સર્વોચ્ચ, પરમ. ચૈતન્ય મહાપ્રભુ... ચૈતન્ય મહાપ્રભુ ખૂબ કડક હતા કે એક સ્ત્રી તેમની નજીક પ્રણામ કરવા પણ આવી શકતી નહીં. દૂરથી જ. ચૈતન્ય મહાપ્રભુ, એક સન્યાસી તરીકે, ખૂબ કડક હતા. બેશક, તે સિદ્ધાંત હોવોજ જોઈએ, પણ ખાસ કરીને તમારા દેશમાં, તે બહુ કડકાઈથી નિભાવી શકાતો નથી. પણ ઓછામાં ઓછું માણસે ધ્યાન રાખવું જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ ખૂબ કડક હતા - તેઓ ગોપીઓના કૃષ્ણપ્રેમની પ્રશંસા કરે છે.
તો ગોપીઓનો પ્રેમ સાધારણ નથી. તે દિવ્ય છે. નહીં તો, કેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ વખાણ કરે? કેવી રીતે શુકદેવ ગોસ્વામી કૃષ્ણલીલાની પ્રશંસા કરે? આ કૃષ્ણલીલા એક સામાન્ય વસ્તુ નથી. તે આધ્યાત્મિક છે. તો જ્યાં સુધી કોઈ ભક્તિયોગમાં દ્રઢ પણે સ્થિત નથી, તેઓએ કૃષ્ણની ગોપીઓ સાથેની લીલાને સમજવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. તે ખતરનાક હશે. નરોત્તમ દાસ ઠાકુર, તેઓ કહે છે,
- રૂપ રઘુનાથ પદે હોઇબે આકુતિ
- કબે હામ બુઝબો સે જુગલ-પ્રીતિ
- (લાલસામયી પ્રાર્થના ૪)
જુગલ-પ્રીતિ: રાધા અને કૃષ્ણ વચ્ચેનો દિવ્ય પ્રેમ. જુગલ, જુગલ મતલબ "જોડું"; પ્રીતિ મતલબ "પ્રેમ." તો નરોત્તમ દાસ ઠાકુર, ઉન્નત આચાર્ય, તેમણે કહ્યું હતું, "હું ક્યારે સમજી શકીશ?" એવું નહીં કે "હું બધુ સમજી ગયો છું." "હું બધુ સમજી ગયો છું." નહીં. તે સરસ છે. આ છે વિજ્ઞાનમ, ભગવત તત્ત્વ વિજ્ઞાનમ. તો આપણે વિજ્ઞાન સમજવા માટે બહુ કાળજી રાખવી જોઈએ. અને વિજ્ઞાન ગુરુની કૃપાથી સમજી શકાય છે. તેથી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે, યસ્ય પ્રસાદાદ: સૌથી પહેલા તમારા ગુરુને પ્રસન્ન કરો. પછી સમજવાનો પ્રયત્ન કરો.
તો આ મહાન વિજ્ઞાન છે.
- તદ વિધિ પ્રણિપાતેન
- પરિપ્રશ્નેન સેવયા
- ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
- જ્ઞાનીનસ તત્ત્વ દર્શિન:
- (ભ.ગી. ૪.૩૪)
આ વિધિ છે. સૌથી પહેલા આત્મસમર્પણ કરો. "શ્રીમાન, હું તમને શરણાગત થાઉં છું." "ઠીક છે." "મને તે ગમતું નથી." આ શું છે? શું છે આ શરણાગતિ, "હવે મને તે ગમતું નથી"? તેનો મતલબ કોઈ શરણાગતિ હતી જ નહીં. શરણાગતિનો મતલબ નથી કે, "હવે હું શરણાગત થયો છું, અને જો તમે મને ખુશ નહીં કરો, જો તમે મારી ઇન્દ્રિયતૃપ્તિ નહીં કરો, તો મને પસંદ નથી." તે શરણાગતિ નથી. શરણાગતિ, ભક્તિવિનોદ ઠાકુરે ઉદાહરણ આપેલું છે: કુતરાનું. બહુ જ સરસ ઉદાહરણ. કૂતરો સ્વામીને સંપૂર્ણ શરણાગત થાય છે. જો સ્વામી તેને મારી પણ નાખે, તે વિરોધ નથી કરતો. આ ઉદાહરણ છે.
- વૈષ્ણવ ઠાકુર, તોમાર કુકુર
- ભૂલીયા જાનહ મોરે
"વૈષ્ણવ ઠાકુર, મારા વ્હાલા, મારા આદરણીય આધ્યાત્મિક ગુરુ, તમે વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ છો. કૃપા કરીને મને તમારા કુતરા તરીકે સ્વીકાર કરો." તે શરણાગતિ છે. તો વાસ્તવિક શરણાગતિની શરૂઆત થાય છે,
- મૈ આસક્ત મના: પાર્થ
- યોગમ યુંજન મદાશ્રય
- (ભ.ગી. ૭.૧)
આશ્રય. આશ્રય લોઈયા ભજે કૃષ્ણ તારે નાહી ત્યાજે (નરોત્તમ દાસ ઠાકુર). જે ભક્તિમય સેવા આચરે છે, વિશ્વસનીય ગુરુની શરણાગતિ લઈને, કૃષ્ણ તેને ક્યારેય છોડતા નથી. તેઓ તેનો સ્વીકાર કરે છે. આશ્રય લોઈયા ભજે કૃષ્ણ તારે નાહી ત્યાગે આર સબ મોરે અકારણ(?). બીજા, તેઓ ફક્ત સમય વ્યર્થ કરી રહ્યા છે, બસ તેટલું જ. તો આ છે ભગવદ ભક્તિ યોગ. આદૌ ગુર્વાશ્રયમ સદ ધર્મ પૃચ્છા સાધુ માર્ગ અનુગમનમ (બ.ર.સિ. ૧.૧.૭૪).