GU/Prabhupada 0992 - તકવાદીઓ માટે કોઈ કૃષ્ણ ભાવનામૃત નથી



740724 - Lecture SB 01.02.20 - New York

ભક્તિમય સેવામાં બધુ જ છે, ભક્તિરસામૃત સિંધુ, ભગવાન ચૈતન્યના દિવ્ય ઉપદેશો, શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ. જો તમે નહીં સમજો, જો તમે વિચરશો કે "આ પુસ્તકો વેચવા માટે છે, અને આપણે બધા વિદ્વાન છીએ. આપણે બધુ શીખી લીધું છે. સમાપ્ત. આપણું કાર્ય સમાપ્ત," તે પરિસ્થિતીને સુધારશે નહીં.

એવમ પ્રસન્ન મનસો
ભગવદ ભક્તિ યોગ
ભગવત તત્ત્વ વિજ્ઞાનમ
(શ્રી.ભા. ૧.૨.૨૦)

તે એક વિજ્ઞાન છે. જેમ તમે વિજ્ઞાન ભણો છો... જેમ કે આપણા સ્વરૂપ દામોદર, ડોક્ટર - તો તે હવે ડોક્ટર છે. આપણે ન્યુ વૃંદાવનમાં બીજા એક ડોક્ટર છે; તે પણ વૈજ્ઞાનિક છે. તો જો તમારે ડોક્ટરનું શીર્ષક લેવું હોય, તો તે પણ શરણાગતિ છે. સમિતિઓ હોય છે, ત્રણ-, ચાર-માણસોની સમિતિ. તેઓ જ્યારે પ્રમાણિત કરે છે, "હા. આ ઠીક છે. આ થીસિસ ફલાણા ફલાણાએ આપેલી છે, તે માન્ય છે," તો તમને મળે છે. તો બધે જ છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તો જો આપણે કૃષ્ણનું વિજ્ઞાન સમજવા માટે ગંભીર નથી, જો તમે કઈક અવસરનો ઉપયોગ કરશો આ બનવા માટે, તે બનવા માટે, અને થોડુક ધન કમાશો, અને આ અને તે, તો પછી આખી વસ્તુ સમાપ્ત થઈ જાય છે. તકવાદીઓ માટે કોઈ કૃષ્ણ ભાવનામૃત નથી. વાસ્તવિક શરણાગત આત્મા માટે: મદાશ્રય:

તો ભગવત તત્ત્વ વિજ્ઞાનમ. આપણે દરેક, ઓછામાં ઓછું અહિયાં, પોતાની જાતને ભગવત તત્ત્વ વિજ્ઞાનમમાં સંલગ્ન કરો. આ વિધિ છે. મદાશ્રય, કૃષ્ણ કહે છે. મદાશ્રય મતલબ યોગમ યુંજન મદાશ્રય. કૃષ્ણની નીચે બનવું અથવા... તે શક્ય નથી, કારણકે કૃષ્ણના સેવકની આશ્રય લીધા વગર... ગોપી ભર્તુ: પદ કમલ્યોર દાસ દાસાનુદાસ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦, પદ્યાવલિ ૭૪)... આપણે કૃષ્ણના દાસના દાસના દાસનું દાસ બનવું પડે. એવી આકાંક્ષા નથી કરવાની, "હું કૃષ્ણનો સીધો દાસ બનીશ." તે માયાવાદ છે. આપણી વિધિ છે કે દાસ બનવું... ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા આપે છે, દાસનો... જેટલું આપણે દાસ બનીશું, સો વાર દાસ, તે પૂર્ણ છે.

તો સમજવાનો પ્રયત્ન કરો.

ભગવત તત્ત્વ વિજ્ઞાનમ
મુક્ત સંગસ્ય જાયતે
(શ્રી.ભા. ૧.૨.૨૦)

ભગવત તત્ત્વ વિજ્ઞાનમ. આ વિજ્ઞાન, કોણ સમજી શકે? મુક્ત સંગસ્ય. મુક્ત મતલબ "મુક્ત", અને સંગ મતલબ "સંગ." તો સંગ મતલબ આપણે હમેશા... આપણે ભૌતિક પ્રકૃતિથી દૂષિત છીએ. કોઈક વાર આપણે સારા હોઈએ છીએ; કોઈક વાર ભાવુક હોઈએ છીએ, કોઈક વાર ધૂર્ત હોઈએ છીએ. ત્રણ ગુણો હોય છે. તેમાથી કોઈ સારા હોય છે, અને કોઈક ભાવુક હોય છે અને કોઈક ધૂર્ત હોય છે. તો આપણે આ કહેવાતું સત્વગુણનું સ્તર લાંઘવું પડશે. તેને મુક્ત સંગ કહેવાય છે. કારણકે ભૌતિક જીવનમાં, આપણે હમેશા આ ત્રણ ગુણોનો સંગ કરીએ છીએ, ત્રણ ગુણો, ગુણમયી, માયા. દૈવી હિ એષા ગુણમયી. ગુણમયી. ગુણ, આ ત્રણ ગુણો. તો તે બહુ મુશ્કેલ છે. કોઈક વાર આપણે સત્વગુણના સ્તર પર હોઈએ છી,એ પછી આપણે રજોગુણમાં પતિત થઈએ છીએ, પછી આપણે તમોગુણમાં પતિત થઈએ છીએ. અથવા તમોગુણમાથી હું ઉપર જાઉં છું સત્વગુણમાં અને પાછો પતિત થાઉં છું. તો આ ચાલી રહ્યું છે. પણ તેથી તમારે મુક્ત સંગસ્ય બનવું પડશે, આ બધા ગુણોથી પરે. પરે. "હું બહુ સારો માણસ છું. હું સારો પ્રબંધક છું. હું આ છું..." તમારે તેને પણ લાંઘવું પડશે. તેને મુક્ત સંગસ્ય કહેવાય છે.

પણ તે મુક્ત સંગસ્ય શક્ય છે, જ્યારે આપણે ગંભીરતાથી ભક્તિમય સેવામાં જોડાયેલા હોઈએ. જેમ કે અર્ચવિગ્રહની પૂજા. અર્ચવિગ્રહની પૂજા મતલબ ધીમે ધીમે મુક્ત સંગ બનવું. તેથી અર્ચવિગ્રહની પૂજા આવશ્યક છે. આ વિધિ છે: તમારે બધાએ સવારે વહેલા ઉઠવાનું જ છે; તમારે સ્નાન કરવાનું જ છે; તમારે મંગલા આરતી કરવી જોઈએ. પછી તેના પછી, શૃંગાર, ફૂલોનો શૃંગાર. આ રીતે, જો તમે હમેશા રહેશો, તો ધીમે ધીમે તમે મુક્ત સંગ બનશો.