GU/Prabhupada 0998 - એક સાધુનું કાર્ય બધા જીવો માટે લાભકારી છે



730406 - Lecture SB 02.01.01-2 - New York

૮૪,૦૦,૦૦૦ પ્રકારની અલગ અલગ જીવનની યોનીઓ હોય છે. કૃષ્ણ દાવો કરે છે "તેઓ, તે બધા જ, મારા અભિન્ન અંશ જીવ છે, પણ હવે તેઓ અલગ અલગ વસ્ત્રોથી આવરિત માત્ર છે. પણ તેઓ જીવ છે." આ કૃષ્ણ ભાવનામૃતની દ્રષ્ટિ છે.

તેથી જે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવનાભાવિત છે, પંડિત, પંડિતા: સમદર્શિના:... (ભ.ગી. ૫.૧૮). પંડિતા:, તે બહારનું વસ્ત્ર નથી જોતો; જે જીવને ચોક્કસ પ્રકારના શરીરમાં બેઠેલો જુએ છે. તો તેને શરીર સાથે કોઈ લેવા દેવા નથી. તેથી એક સાધુ હમેશા દરેક વ્યક્તિના કલ્યાણનું વિચારે છે. જેમ કે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી. ગોસ્વામીઓમાં તે કહ્યું છે, લોકાનામ હિત કારિણૌ ત્રિભુવને માન્યૌ. કારણકે તેઓ દરેક પ્રકારના જીવના હિતેચ્છુ છે, તેથી તેઓ ત્રિભુવને, ત્રણે લોકમાં આદરણીય છે. ત્રિભુવને. લોકાનામ હિત કારિણૌ. નાના શાસ્ત્ર વિચારણેક નિપુણૌ. એક સાધુનું કાર્ય બધા જીવો માટે લાભકારી છે. એક સાધુ એક વૃક્ષને કાપવાનું પણ પસંદ નથી કરતો, કારણકે તે જાણે છે, "અહી એક જીવ છે. તે તેના કર્મને કારણે અહી ઘણા વર્ષોથી ઉભેલો છે, અને તેણે અહી ઘણા વધુ વર્ષો સુધી ઊભા રહેવું પડશે. તો તે તેને ટાળી ના શકે કારણકે તે પ્રકૃતિનો કાયદો છે." જેમ કે તમને છ મહિના માટે જેલમાં નાખવામાં આવે છે, કોઈ તમને બચાવી ના શકે, કોઈ તમારા છ માહિનામાંથી એક દિવસ પણ ઓછો ના કરી શકે. તો આપણને એક ચોક્કસ પ્રકારનું શરીર મળે છે, આપણે પ્રકૃતિના કાયદા પ્રમાણે તે શરીરમાં એક ચોક્કસ મુદત માટે રહેવું પડશે. તો શરીરને કાપવાથી - જીવ મરતો નથી - મરે છે - કારણકે આપણે તેના સમયને ટૂંકો કરીએ છીએ, તેથી આપણે પાપી બનીએ છીએ. તમે કૃષ્ણના હેતુ સિવાય એક વૃક્ષને પણ કાપી ના શકો. કૃષ્ણના હેતુ સિવાય તમે એક કીડીને પણ મારી ના શકો, આપણે વૃક્ષ પણ કાપી ના શકીએ, આપણને દંડ મળશે. તો એક સાધુ જુએ છે કે "અહી પણ એક જીવ છે." પંડિતા: સમ...

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમદર્શિના:
(ભ.ગી. ૫.૧૮)

પંડિત કોઈ ભેદભાવ નથી રાખતો કે "અહી એક પશુ છે, અહી એક માણસ છે." ના, તે જુએ છે, "પશુ પણ કૃષ્ણનો અભિન્ન અંશ છે. તેને અલગ શરીર છે, અને માણસ પણ, તે પણ કૃષ્ણનો અભિન્ન અંશ છે, તેને અલગ પ્રકારનું શરીર છે. કર્મણા, તેના કર્મ પ્રમાણે, તે અલગ પ્રકારના શરીરમાં મૂકવામાં આવ્યો છે." તો લોકહિતમ (શ્રી.ભા. ૨.૧.૧))