GU/Prabhupada 0999 - આત્મવિતનો મતલબ છે તે કે જે આત્માને જાણે છે
730406 - Lecture SB 02.01.01-2 - New York
હવે, આ કૃષ્ણ સંપ્રશ્ન:. આ કૃષ્ણ વિષેના સવાલો અને જવાબો, જો આપણે ફક્ત સાંભળીએ, તે ચૈતન્ય મહાપ્રભુની ભલામણ છે. સ્થાને સ્થિતા: શ્રુતિ ગતામ તનુ વાન મનોભીર. તમે તમારી સ્થિતિમાં રહો, પણ કૃષ્ણ વિષે સાંભળવાનો પ્રયાસ કરો. તેની ભલામણ છે. ફક્ત તમે મંદિરે આવો અને કૃષ્ણ વિષે સાંભળવાનો પ્રયાસ કરો, સ્થાને સ્થિતા: શ્રુતિ ગતામ તનુ વાન. તે શુદ્ધિકરણ કરશે. કૃષ્ણકીર્તન, કૃષ્ણનું નામ એટલું શક્તિશાળી છે, ફક્ત તમે સાંભળો "કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ," તમે શુદ્ધ થશો. તમે શુદ્ધ થશો. તેથી તે કહ્યું છે, વરિયાન તે પ્રશ્ન: કૃતો લોકહિતમ નૃપ, આત્મવિત સમ્મત: (શ્રી.ભા. ૨.૧.૧). આત્મવિત. એવું નથી કે ફક્ત હું જ પ્રશંસા કરું છું. આત્મવિત સમ્મત: બધા જ મહાન વ્યક્તિઓ જેઓ આત્મજ્ઞાની છે, આત્મવિત. આત્મવિતનો મતલબ છે તે કે જે આત્માને જાણે છે. સામાન્ય રીતે લોકો, તેઓ આત્માને નથી જાણતા. પણ આત્મવિતનો મતલબ છે તે કે જે આત્માને જાણે છે, અહમ બ્રહ્માસ્મિ, "હું આધ્યાત્મિક આત્મા છું, હું આ શરીર નથી," અને આ આત્મતત્ત્વ વિષે સારી રીતે પરિચિત છે. તો જ્યાં સુધી કોઈ આ આત્મતત્ત્વ વિષે જાણકાર નહીં બને, તે જે કઈ પણ કરી રહ્યો છે, તેનો પરાજય થશે. તેઓ જોઈ રહ્યા છે... સામાન્ય રીતે લોકો, તેઓ વિચારે છે કે "હવે હું આ મોટી ગગનચુંબી ઈમારત બનાવી રહ્યો છું. હું સફળ છું. હું રોથ્સચાઇલ્ડ બની ગયો છું, હું ફોર્ડ બની ગયો છું." તે આત્મવિત નથી. આત્મવિત... કારણકે તે ભૌતિક રીતે સમૃદ્ધ છે, તેનો મતલબ આત્મવિત નહીં. તે કથાવસ્તુની આગલા શ્લોકમાં ચર્ચા કરવામાં આવશે, અપશ્યતામ આત્મતત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨). જે તેની આત્માને જોઈ નથી શકતો: ગ્રહેષુ ગ્રહ મેધીનામ. તેઓ આ જીવનની ભૌતિક ઢબમાં વ્યસ્ત છે ગ્રહેષુ ગ્રહ મેધીનામ. તેઓની સ્થિતિ બહુ... ખરેખર તે સમસ્ત દુનિયાની સ્થિતિ છે. તેઓ આત્મવિત નથી. તેઓને આત્મતત્ત્વમની જરૂર નથી; તેથી તેઓ બહુ બુદ્ધિશાળી નથી. એરપોર્ટ પર હું કહું છું કે, આપણો પ્રચાર લોકોને વધુ બુદ્ધિશાળી બનાવવાનો છે. તેઓએ કદાચ તે બહુ સારી રીતે નહીં લીધું હોય. તેમણે વિચાર્યું હતું કે "આ બિચારા સ્વામી અમને બુદ્ધિશાળી બનાવવા આવ્યા છે." પણ વાસ્તવિક રીતે તે હકીકત છે. તે હકીકત છે. આ બુદ્ધિ નથી, કે, જીવનનો શારીરિક ખ્યાલ, "હું મારુ આખું જીવન શારીરિક સુખોમાં વ્યર્થ કરું, અને આ શરીર છોડીને, હું બિલાડો અને કૂતરો બનુ." તો શું તે બુદ્ધિ છે? શું તે બહુ સારી બુદ્ધિ છે?
ખરેખર તે થાય છે. હું ચર્ચા કરવા નથી માંગતો. અમારા ગુરુભાઈ, શ્રીધર મહારાજ, કહે છે.... તેઓ એક અખબારમાં કહી રહ્યા હતા કે આપણા એક મહાન રાજનેતા, ભારતમાં, તેઓ હવે સ્વીડનમાં એક કૂતરો બન્યા છે. તે પ્રકાશિત થયેલું છે. ભારતના અમુક મહત્વપૂર્ણ માણસો વિષે કઈક પૃચ્છા થયેલી, અને તેમણે જવાબ આપેલો છે, અને એક જવાબ છે, "ફલાણા ફલાણા રાજનેતા, તેઓ હવે એક સ્વીડનના સજ્જનના બે કુતરાઓમાથી એક છે." તમે જુઓ. તો આ વખતે, આ જીવનમાં, હું કદાચ બહુ મોટો માણસ હોઉ, કે મોટો રાજનેતા, મોટો રાજદૂત, મોટો વેપારી, પણ હવે પછીના જીવનમાં, તમારી મૃત્યુ પછી, તે છે... તમે મોટા છો, તમારી આ ભૌતિક મહાનતા તમને મદદ નહીં કરે. તે તમારા કર્મો પર આધાર રાખશે અને પ્રકૃતિ તમને એક ચોક્કસ પ્રકારનું શરીર આપશે, તમારે તે સ્વીકાર કરવું જ પડશે. બેશક તમે ભૂલી જશો. તે પ્રકૃતિ દ્વારા છૂટ આપવામાં આવે છે. જેમ કે આપણે યાદ નથી રાખતા કે આપણા ગયા જન્મમાં આપણે શું હતા. જો હું યાદ રાખું કે ધારોકે હું મારા ગયા જન્મમાં એક રાજા હતો, હવે હું એક કૂતરો બન્યો છું, તો કેટલી વધારે પીડા થશે. તેથી પ્રકૃતિના કાયદા પ્રમાણે વ્યક્તિ ભૂલી જાય છે. અને મૃત્યુ મતલબ વિસ્મૃતિ. મૃત્યુ મતલબ વિસ્મૃતિ.