GU/Prabhupada 1001 - કૃષ્ણ ભાવનામૃત દરેક ના હ્રદય માં સુષુપ્ત છે
750713 - Conversation B - Philadelphia
કૃષ્ણ ભાવનામૃત દરેક ના હ્રદય માં સુષુપ્ત છે. સેન્ડી નિક્સન: મારા પ્રશ્નો છે જે...હું એક પુસ્તકમા મુકવા જઈ રહી છું, અધયાત્મિક ગુરુઓ ઉપર જેમણે અમેરીકનો ને પ્રભાવિત કર્યા છે કે આજે પ્રભાવિત કરી રહ્યા છે. તદઉપરાંત એક નાના લેખ મા, હું આ બધી વાત એક સાથે મુકવા માગુ છું જૂજ સંખ્યામા, જે સૌથી મહત્વપૂર્ણ છે, ન્યૂયોર્ક ટાઈમ્સ માટે. અને હું ઉચ્ચ ચેતના વાળા સંતો ઉપર ફિલિડેલ્ફીયા સામયિક મા એક લેખ લખી રહી છું. તેથી વિશેષ રૂપ મા અમારી પુસ્તકને ધ્યાનમા રાખીને, આ સવાલોથી લોકોને કૃષ્ણ ભાવનામૃત શું છે તે બતાવવા જઈ રહી છું. કયારેક કયારેક હું તમને પ્રશ્ન પૂછી રહી હોઈશ, અને મોટે ભાગે હું પોતે તેના જવાબ આપવા સક્ષમ હોઈ શકું છું, કે પછી એવો પ્રશ્ન હોઈ જેનો જવાબ મને ખબર હોય, પણ હું તમને એ રીતે પૂછીશ જેમકે ... એવું લાગી શકે છે કે હું એક મૂર્ખ છું , પણ હું આ કરવા જઈ રહી છું.
મારો પહેલો પ્રશ્ન બહુ લાંબો હોઈ શકે છે....મારી પાસે પંદર પ્રશ્નો છે. જો મને બધા ના જવાબો મળશે, તો મને ખુબ સારું લાગશે. મારો પેહલો પ્રશ્ન મુળભૂત છે. કૃષ્ણ ભાવનામૃત શું છે?
પ્રભુપાદ: શ્રી કૃષ્ણ એટલે ભગવાન, અને આપણે બધા શ્રી કૃષ્ણ, ભગવાન સાથે જોડાયેલા છે. ભગવાન મૂળ પિતા છે. તેથી આપણે શ્રી કૃષ્ણ જોડે ઘનિષ્ઠ સંબંધ છે. તો આપણે ભૂલી ગયા છીએ કે, કૃષ્ણ શું છે. તેમની જોડે આપણો સંબધં શું છે, જીવનનું લક્ષ્ય શું છું. આ બધા પ્રશ્નો છે. જયારે આ બધા પ્રશ્નો મા રુચિ જાગૃત થાય છે, ત્યારે તે કૃષ્ણ ભાવનાભાવિત કહેવાય છે.
સેન્ડી નિક્સન: કેવી રીતે કૃષ્ણ ભાવનામૃત નો વિકાસ થાય છે?
પ્રભુપાદ: કૃષ્ણ ભાવનામૃત બધા ના હૃદય મા પેહલેથી જ હોઈ છે, પણ ભૌતિક શરતી જીવન ના કારણે, તે ભૂલી ગયો છે. તો આ હરે કૃષ્ણ મહા મંત્ર નો જપ કરવાની પ્રક્રિયા નો મતલબ કે તે ચેતના ને પુનઃજીવિત કરવી. તે પેહલે થીજ છે. જેમકે થોડા દિવસો પેહલા આ અમેરિકન અને યુરોપિયન છોકરા અને છોકરીઓને, ખબર ન હતી કે કૃષ્ણ કોણ છે. પણ તમે અત્યારે જોયું કે કાલે તેમનું આખું... તે શોભાયાત્રા, આખી શોભાયાત્રા મા, તેઓ કેવી રીતે પરમાનંદ મા જપ અને નૃત્ય કરી રહ્યા હતા. તો તમે માનો છે કે તે કૃત્રિમ છે? ના. કૃત્રિમ રીતે કોઈપણ કલાકો સુધી જપ અને નૃત્ય કરી ના શકે તેનો મતલબ છે કે કૃષ્ણ ભાવનામૃત ની જાગૃતિ. તે ત્યાં હતુજ, પ્રામાણિક પ્રક્રિયાથી, હવે તે જાગૃત થયું છે. તે સમજવામાં આવું છે,
- નિત્ય સિદ્ધ કૃષ્ણ-ભક્તિ સધ્ય કભુ નય
- શ્રવણ આદિ શુધ્ધ ચિતે કરયે ઉદય
- (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭)
કૃષ્ણ ભાવનામૃત બધા ના હૃદયમા સુષુપ્ત છે. તો જયારે તે ભક્તોના સંગમા આવે છે, ત્યારે છે જાગૃત થાય છે. જેવી રીતે જુવાન છોકરી કે જુવાન છોકરા થી આકર્ષિત થવું., તે બાળકમા છે. તે નાના બાળકમા છે, તે છે. જયારે તે યુવાન થશે, ત્યારે જાગૃત થશે. તે કોઈ કૃત્રિમ વસ્તુ નથી. તો સંગમાં તે જાગૃત થાય છે. શક્તિ પહલેથી જ છે, પણ સારા સંગમા, કૃષ્ણ વિષે સાંભળવાથી, કૃષ્ણ ભાવનામૃત ની સ્થિતિ જાગૃત થાય છે.
સેન્ડી નિકસોન: કૃષ્ણ ભાવનામૃત અને ખ્રિસ્ત ભાવનામૃતમા શું તફાવત છે?
પ્રભુપાદ: ખ્રિસ્ત ભાવનામૃત પણ કૃષ્ણ ભાવનામૃત છે, પણ લોકો ખ્રિસ્તી ધર્મના નીતિ નિયમોનું પાલન કરતા નથી. એટલે તેઓ જાગૃત નથી. ખ્રિસ્તની આજ્ઞાનું પાલન, તેઓ કરતા નથી. તેથી તેઓ ચેતનાના સ્તરે પહોચતા નથી.
સેન્ડી નિક્સન: કૃષ્ણ ભાવનામૃત મા એવું તો શું અનન્ય છે જે તેને બીજા ધર્મોથી અલગ પડે છે? તે એક ધર્મ છે?
પ્રભુપાદ: મુખ્યત્વે, ધર્મ એટલે ભગવાનને જાણવું અને તેમને પ્રેમ કરવો. તે ધર્મ છે. અને જો કોઈ ભાગણનને જાણતું નથી, તો તેમણે પ્રેમ કરવાની વાત જ શું કરવી. કોઈને પણ તાલીમ આપવા મા આવતી નથી, કેવી રીતે ભગવાન ને ઓળખવા અને તેમને પ્રેમ કરવો. તેઓ દેવળ મા જઈને સંતુષ્ટ છે: "હે ભગવાન, મને દૈનિક રોટલી આપો". તે પણ દરેક જણ જતા નથી. સામ્યવાદીઓ કહે છે, "તમે દેવળ સ્થાને કેમ જાવ છો? અમે તમને રોટલો આપીશું." તો ગરીબ, નિર્દોષ વ્યક્તિ, તેમનો રોટલો બીજેથી મળી જાય છે, એટલે તેઓ દેવળ નથી જતા. પણ કોઈ પણ ગંભીર નથી, ભગવાન શું છે તે જાણવા માટે અને તેમને પ્રેમ કરવા માટે, કોઈ પણ ગંભીર નથી. તેથી, તેને ભાગવતમમા ઠગ ધર્મ કહ્યો છે. હું કોઈ ધર્મ નો પ્રચાર કરું, પણ મને ખબર નથી કે ભગવાન શું છે અને તેમને પ્રેમ કેવી રીતે કરી શકાય. તે પ્રકાર નો ધર્મ ઠગ ધર્મ છે.
ધર્મ એટલે ભગવાન ને જાણવું અને તેમને પ્રેમ કરવો. પણ સામાન્ય રીતે, એક વ્યક્તિ ને ખબર નથી કે ભગવાન શું છે, તો તેમને પ્રેમ કરવાની વાતજ શું? તેથી તે ઠગ ધર્મ છે, તે ધર્મ નથી. જહાં સુધી ખ્રિસ્તી ધર્મ નો સવાલ છે, તો તેમાં પર્યાપ્ત તક છે, ભગવાનને જાણવાની, પણ તેઓ તેની પરવાહ કરતા નથી. ઉદાહરણ તરિકે, ભગવાન ની આજ્ઞા છે, "તમે કોઈની હત્યા ના કરો". પણ ખ્રિસ્તી જગતમા, શ્રેષ્ઠ કતલખાના ચાલે છે. તો આવામા કેવી રીતે તેઓ ભાગવત ચેતના નો વિકાસ કરી શકે છે? તેઓ આદેશો નું પાલન નથી કરતા, તેઓ પ્રભુ ઈશુ ખ્રિસ્તના આદેશોની પરવાહ કરતા નથી. આ ખાલી ખ્રિસ્તી ધર્મમા નથી થઇ રહ્યું, બધાજ ધર્મોમાં આ ચાલી રહ્યું છે. બસ એક સિક્કો મારી દેવામાં આવ્યો છે કે " હું હિન્દૂ છું", "હું મુસલમાન છું", હું ખ્રિસ્તી છું". અને તેમાથી કોઈ ને પણ ખબર નથી કે ભગવાન કોણ છે અને કેવી રીતે તેમને પ્રેમ કરવો.