GU/Prabhupada 1000 - માયા હમેશા તકની શોધમાં હોય છે, છિદ્ર, કેવી રીતે તમને ફરીથી સકંજામાં લે



730406 - Lecture SB 02.01.01-2 - New York

પ્રભુપાદ: તો આ એક મહાન વિજ્ઞાન છે. લોકો તે જાણતા નથી. આપનું કૃષ્ણ ભાવનામૃત આંદોલન બહુ વૈજ્ઞાનિક છે, અધિકૃત. તો આપણું કાર્ય છે લોકોને જેટલા બને તેટલા જાણકાર કરવા, અને તેજ સમયે આપણે પણ જાણકાર રહેવું. આપણે ફરીથી માયાના અંધકાર દ્વારા ઢંકાઈ ના જવા જોઈએ. તે આપણે... કે તમે તમારી જાતને એટલી યોગ્ય રાખો કે માયા દ્વારા ઢંકાઈ ના જાઓ. મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે (ભ.ગી. ૭.૧૪). જો તમે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતો પર કડકાઇથી વળગી રહેશો, તો માયા તમને અડકી પણ નહીં શકે. ફક્ત તે જ ઉપચાર છે. નહીં તો માયા હમેશા તકની શોધમાં હોય છે, છિદ્ર, કેવી રીતે તમને ફરીથી સકંજામાં લે. પણ જો તમે કડકાઇ થી કૃષ્ણ ભાવનાભાવિત રહો છો, માયા કશું કરી નહીં શકે. મામ એવ યે પ્રપદ્યન્તે. દૈવી હી એષ ગુણમયી મમ માયા દૂરત્યયા (ભ.ગી. ૭.૧૪). માયાના સકંજામાથી છૂટવું બહુ જ મુશ્કેલ છે. તે બહુ જ મુશ્કેલ છે. પણ કૃષ્ણ કહે છે, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે: (ભ.ગી. ૭.૧૪) જો કોઈ કડકાઇથી કૃષ્ણના ચરણકમળ પર ચોંટી રહે, હમેશા.. તેથી આપણો, આ કાર્યક્રમ છે ચોવીસ કલાક કૃષ્ણ વિષે વિચારવું. સતતમ. સતત્તમ ચિંતયો કૃષ્ણ. કીર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). આ શિક્ષાઓ છે. તો જો આપણે ફક્ત કૃષ્ણ વિષે વિચારીશું... તમે બીજું કશું ના કરી શકો, તો ફક્ત તેમના વિષે વિચારો. તે ધ્યાનનું સર્વોચ્ચ સ્તર છે. તો હમેશા હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, કૃષ્ણ સાથે ઘણી બધી રીતે સંગમાં રહો, અને તમે સુરક્ષિત છો. માયા તમને અડકી પણ નહીં શકે. અને જો એક યા બીજી રીતે આપણે આપણા દિવસ પસાર કરીશું અને મૃત્યુ સમયે કૃષ્ણને યાદ કરીશું, તો આખું જીવન સફળ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: આપનો આભાર, પ્રભુપાદની જય હો!