GU/Prabhupada 1068 - પ્રકૃતિના વિવિધ ગુણો અનુસાર ત્રણ વિભિન્ન પ્રકારના કાર્યો છે
660219-20 - Lecture BG Introduction - New York
ભગવાન, પૂર્ણમ કે સર્વ-સિદ્ધ હોવાથી, કોઈ સવાલ નથી કે તેઓ ભૌતિક પ્રકૃતિના નિયમોથી પ્રભાવિત થાય. વ્યક્તિએ તેટલું જાણવા પૂરતું બુદ્ધિશાળી તો હોવું જ જોઈએ કે ભગવાનના સિવાય, આ જગતમાં કોઈ પણ વસ્તુનો બીજો કોઈ પણ માલિક નથી. તે ભગવદ ગીતામાં સમજાવેલું છે:
- અહમ સર્વસ્ય પ્રભવો
- મત્તઃ સર્વમ પ્રવર્તતે
- ઈતિ મતવા ભજન્તે મામ
- બુધા ભાવ સમન્વિતા:
- (ભ.ગી. ૧૦.૮)
ભગવાન મૂળ સૃષ્ટિકર્તા છે. તેઓ બ્રહ્માના પણ નિર્માણકર્તા છે, તેઓ નિર્માણકર્તા છે... તે પણ સમજાવેલું છે. તેઓ બ્રહ્માજીના પણ રચયિતા છે. ૧૧મા અધ્યાયમાં ભગવાનને પ્રપિતામહ કહેલા છે (ભ.ગી. ૧૧.૩૯). કારણકે બ્રહ્માજીને પિતામહ, કે દાદા કેહવામાં આવે છે, પણ તેઓ દાદાના પણ રચયિતા છે. તો કોઈએ પણ કોઈ પણ વસ્તુની માલિકીનો દાવો કરવો ન જોઈએ, પણ તેણે ભગવાન દ્વારા તેના પાલન-પોષણ માટે આપેલી વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. હવે, કેટલા બધા ઉદાહરણ છે કેવી રીતે આપણે ભગવાન દ્વારા આપેલી વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઈએ. તે પણ ભગવદ ગીતામાં સમજાવેલું છે. અર્જુન, તેણે પહેલા નિર્ણય લીધો કે તેણે લડવું ન જોઈએ. તે તેના પોતાના મનથી હતું. અર્જુને ભગવાનને કહ્યું કે તેના માટે સંભવ ન હતું કે તે રાજ્યનો ભોગ કરે તેના સ્વજન-બાંધવોનો મૃત્યુ પછી. અને તેનો તે વિચાર શારીરિક ખ્યાલના કારણે હતો. કારણકે તે વિચાર કરતો હતો કે તે પોતે આ શરીર છે, અને શરીરના સંબંધીઓ, તેના ભાઈઓ, તેના ભત્રીજાઓ, તેના સસરા કે તેના દાદા, તે તેના શરીરના વિસ્તારો હતા, અને તે તેના શરીરની સંતુષ્ટિ માટે તે રીતે વિચાર કરી રહ્યો હતો. અને આખી વસ્તુ ભગવાને તેનો દ્રષ્ટિકોણ બદલવા માટે કહી હતી. અને તે ભગવાનના નિર્દેશન અનુસાર કાર્ય કરવા માટે સહમત થયો હતો. અને તેણે કહ્યું, કરિષ્યે વચનમ તવ (ભ.ગી. ૧૮.૭૩).
તેથી આ દુનિયામાં મનુષ્યનું જીવન બિલાડી અને કુતરાઓની જેમ લડવા માટે નથી. તે લોકો તેટલા બુદ્ધિશાળી હોવા જ જોઈએ કે મનુષ્ય જીવનના મહત્વને સમજે અને સાધારણ પશુની જેમ કાર્ય કરવાનો અસ્વીકાર કરે. તેણે... એક મનુષ્યે મનુષ્ય જીવનના મહત્વને સમજવું જોઈએ. આ નિર્દેશન બધા વૈદિક સાહિત્યમાં આપેલું છે, અને સારાંશ ભગવદ ગીતામાં આપેલો છે. વૈદિક સાહિત્ય મનુષ્યો માટે છે અને બિલાડી અને કુતરાઓ માટે નથી. બીલાડી અને કુતરાઓ પશુઓને મારીને ખાઈ શકે છે, અને તેમના ભાગે કોઈ પાપ નથી. પણ જો કોઈ માનવ કોઈ પશુને તેના અનિયંત્રિત સ્વાદની સંતુષ્ટિ માટે મારશે, તે પ્રકૃતિના નિયમોનો ભંગ કરવા માટે જવાબદાર બનશે. અને ભગવદ ગીતામાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ત્રણ પ્રકારના કાર્યો છે અને પ્રકૃતિના ત્રણ ગુણોના પ્રમાણે: સત્વ ગુણોના કાર્યો, રજો ગુણના કાર્યો, તમો ગુણના કાર્યો. તેવી જ રીતે, ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થ પણ છે: સત્વ ગુણનો આહાર, રજો ગુણનો આહાર, તમો ગુણનો આહાર. તે બધુ સ્પષ્ટ રીતે વર્ણવેલું છે, અને જો આપણે ભગવદ ગીતાના ઉપદેશોનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું, તો આપણું આખું જીવન શુદ્ધ બનશે અને અંતે આપણે લક્ષ્યને પ્રાપ્ત કરી શકશું. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬).
તે માહિતી ભગવદ ગીતામાં આપેલી છે, કે આ ભૌતિક આકાશની પરે, એક બીજું આધ્યાત્મિક આકાશ છે; તેને સનાતન આકાશ કેહવાય છે. આ આકાશમાં, આ આવરિત આકાશમાં, આપણને બધું અશાશ્વત મળશે. તે પ્રકટ થાય છે, તે થોડા સમય માટે રહે છે, અને તે આપણને કોઈ અવશેષ આપે છે, અને તે ક્ષીણ થઈને, તે અપ્રકટ થાય છે. તે ભૌતિક જગતનો નિયમ છે. તમે આ શરીરને લો, તમે કોઈ ફળ લો કે આ જગતમાં જેની પણ સૃષ્ટિ થયેલી છે, તેણે અંતમાં નાશ થવું જ પડશે. તો આ અશાશ્વત જગતની પરે, એક બીજું જગત છે જેની માહિતી છે, કે પરસ તસ્માત તુ ભાવ: અન્ય: (ભ.ગી. ૮.૨૦). એક બીજી પ્રકૃતિ છે, જે શાશ્વત છે, સનાતન છે. અને તે જીવ, જીવને પણ સનાતન કહેવાય છે. મમૈવાંશો જીવ ભૂત: જીવલોકે સનાતન: (ભ.ગી. ૧૫.૭). સનાતન, સનાતન એટલે કે શાશ્વત. અને ભગવાનને પણ ૧૧મા અધ્યાયમાં સનાતન તરીકે વર્ણવેલા છે. તો કારણકે આપણને ભગવાન સાથે નિકટનો સંબંધ છે, અને આપણે બધા ગુણાત્મક રીતે એક છીએ... સનાતન ધામ, અને સનાતન પરમ પુરુષ, અને સનાતન જીવો, તે બધા ગુણાત્મક સ્તર પર એકસમાન છે. તેથી આખી ભગવદ-ગીતાનો લક્ષ્ય છે આપણા સનાતન કાર્યને પુનર્જીવિત કરવું અથવા સનાતન, તેને સનાતન ધામ કેહવાય છે, અથવા જીવનું સનાતન કાર્ય. આપણે વર્તમાન સમયે અશાશ્વત રૂપે વિવિધ કાર્યોમાં સંલગ્ન છીએ, અને આ બધા કાર્યો શુદ્ધ બની રહ્યા છે. જ્યારે આપણે આ બધા અશાશ્વત કાર્યોને ત્યાગી દઇશું, સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬), અને જ્યારે આપણે પરમ ભગવાનની ઈચ્છા અનુસાર કાર્યોને ગ્રહણ કરીશું, તેને આપણું શુદ્ધ જીવન કહેવાય છે.