GU/Prabhupada 1070 - સેવા કરવી તે જીવનો શાશ્વત ધર્મ છે
660219-20 - Lecture BG Introduction - New York
ઉપર્યુક્ત સનાતન ધર્મના સિદ્ધાંતના સંદર્ભે, આપણે ધર્મનો અર્થ સંસ્કૃત શબ્દ "ધર્મ" ના મૂળ અર્થમાથી સમજવાનો પ્રયત્ન કરીશું. તેનો અર્થ છે તે લક્ષણ કે જે હમેશા વસ્તુ સાથે હોય છે. જેમ કે અમે પહેલા જ કહેલું છે, જ્યારે આપણે અગ્નિની વાત કરીએ છીએ, ત્યારે તે સાથે જ તે નિષ્કર્ષ છે કે અગ્નિની સાથે ઉષ્મા અને પ્રકાશ હશે. ઉષ્મા અને પ્રકાશની વગર, અગ્નિ શબ્દનો કોઈ અર્થ નથી. તેવી જ રીતે, આપણે જીવના તે અંગને શોધવો જોઈએ જે હમેશા તેની સાથે હોય છે. તે વસ્તુ જે તેનો નિત્ય સંગી છે તેનો શાશ્વત ગુણ છે, અને જીવનો તે શાશ્વત ગુણ તેનો શાશ્વત ધર્મ છે. જ્યારે સનાતન ગોસ્વામીએ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને સ્વરૂપ વિષે પૂછ્યું - આપણે પહેલાથી જ જીવના સ્વરૂપ વિષે ચર્ચા કરેલી છે - સ્વરૂપ કે જીવની બંધારણીય સ્થિતિ, ત્યારે ભગવાને જવાબ આપ્યો, કે જીવની બંધારણીય સ્થિતિ છે પરમ ભગવાનની સેવા કરવી. પણ જો આપણે ભગવાન ચૈતન્યના આ વાક્યનું ધ્યાનથી વિશ્લેષણ કરીશું, ત્યારે આપણે જોઈશું કે દરેક જીવ સતત લાગેલો છે બીજા જીવોની સેવા કરવાના કાર્યોમાં. એક જીવ બીજા જીવની વિવિધ રીતે સેવા કરે છે, અને તેવું કરવાથી, જીવ જીવનનો આનંદ લે છે. એક નીચલો પશુ મનુષ્યની સેવા કરે છે, એક નોકર તેના માલિકની સેવા કરે છે, 'અ' છે તે 'બ' સ્વામીની સેવા કરે છે, 'બ' છે તે 'ક' સ્વામીની સેવા કરે છે, 'ક' છે તે 'ડ' સ્વામીની સેવા કરે છે, અને તે રીતે. આ પરીસ્થીતીઓમાં, આપણે જોઈ શકીએ છીએ કે એક મિત્ર બીજા મિત્રની સેવા કરે છે, અને માતા તેના પુત્રની સેવા કરે છે, પત્ની પતિની સેવા કરે છે અથવા પતિ પત્નીની સેવા કરે છે. જો આપણે તેવી રીતે શોધતા જઈશું, તો જોવામાં આવશે કે આ જીવના સમાજમાં એવો કોઈ પણ અપવાદ નથી જેમાં આપણે સેવાનું કાર્ય ના જોઈએ. રાજકારણીઓ જનતા સામે તેમના વાયદાઓ પ્રસ્તુત કરે છે અને મતદારોને તેમની સેવાના સામર્થ્યનો વિશ્વાસ આપે છે. મતદાર પણ અપેક્ષાના આધારે તેનો કિમતી મત રાજનેતાને આપે છે કે રાજનેતા સમાજને સેવા આપશે. દુકાનદાર ગ્રાહકની સેવા કરે છે અને કામદાર મૂડીવાદીની સેવા કરે છે. મૂડીવાડી વ્યક્તિ તેના પરિવારની સેવા કરે છે અને તેનો પરિવાર વડીલ પુરુષની સેવા કરે છે શાશ્વત જીવની ક્ષમતામાં. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ જીવને છૂટ આપવામાં નથી આવી બીજા જીવની સેવા કરવાની વૃત્તિમાથી, અને તેથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે સેવા એવી વસ્તુ છે જે જીવનો શાશ્વત સાથી છે, અને તેથી સુરક્ષિત રીતે નિષ્કર્ષ કાઢવામાં આવી શકે છે કે એક જીવ દ્વારા સેવા કરવી તે જીવનો શાશ્વત ધર્મ છે.
જ્યારે કોઈ માણસ કોઈ વિશેષ શ્રદ્ધાવાન હોવાનો દાવો કરે છે વિશેષ દેશ અને જન્મની પરીસ્થીતીઓના સંદર્ભમાં, અને તેથી વ્યક્તિ પોતાને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બુદ્ધ કે બીજા કોઈ વર્ગનો હોવાનો દાવો કરે છે, અને ગેર-ધર્મો, આ બધી ઉપાધિઓ અસનાતન ધર્મ છે. એક હિંદુ તેની શ્રદ્ધાને બદલીને મુસ્લિમ બની શકે છે, અથવા એક મુસ્લિમ તેની શ્રદ્ધા બદલીને ખ્રિસ્તી કે હિંદુ બની શકે છે, પણ બધી પરીસ્થીતીઓમાં આવી ધાર્મિક શ્રદ્ધાની બદલી વ્યક્તિને તેની શાશ્વત સેવા કરવાની પ્રવૃત્તિથી છૂટકારો આપવાની અનુમતિ નથી આપતી. એક હિંદુ, કે એક મુસ્લિમ, કે ખ્રિસ્તી, બધી પરીસ્થીતીઓમાં બીજાનો સેવક છે, અને તેથી કોઈ એક શ્રદ્ધાનો હોવાનો દાવો કરવો તેને સનાતન ધર્મ ના માની શકાય, પણ જીવનો શાશ્વત સાથી તેની આ સેવા પ્રવૃત્તિ, સનાતન ધર્મ છે. તો વાસ્તવમાં, આપણે બધા પરમ ભગવાન સાથે સેવાના સંબંધમાં છીએ. પરમ ભગવાન પરમ ભોક્તા છે, અને આપણે જીવ તેમના સનાતન સાથીઓ છીએ. આપણી રચના તેમના આનંદ માટે થઈ છે, અને જો આપણે તે શાશ્વત આનંદમાં ભાગ લઈશું પરમ ભગવાન સાથે, તે આપણને સુખી કરશે, બીજું કાઈ નહીં. સ્વતંત્ર રીતે, જેમ કે અમે પહેલા સમજાવ્યું હતું, કે સ્વતંત્ર રીતે, શરીરનો કોઈ પણ અંગ, હાથ, પગ, આંગળી, કે બીજો કોઈ પણ ભાગ, સ્વતંત્ર રીતે, પેટની મદદ વગર, સુખી ના રહી શકે, તેવી જ રીતે, જીવ કદી પણ સુખી ના રહી શકે પરમ ભગવાનની દિવ્ય પ્રેમ-મય સેવા કર્યા વગર. હવે, ભગવદ ગીતામાં, વિવિધ દેવતાઓની ઉપાસનાની ભલામણ નથી થઈ, કારણકે... ભગવદ ગીતામાં એમ કહેલું છે સાતમા અધ્યાયના વીસમાં શ્લોકમાં, ભગવાન કહે છે કામૈસ તૈસ તૈર હ્રત-જ્ઞાન: પ્રપદ્યન્તે અન્ય દેવતા: (ભ.ગી. ૭.૨૦). કામૈસ તૈસ તૈહ હૃત-જ્ઞાન: જે લોકો કામવાસના દ્વારા નિર્દિષ્ટ છે, માત્ર તેવા લોકો પરમ ભગવાન કૃષ્ણને છોડીને બીજા દેવતાઓની ઉપાસના કરે છે.