GU/Prabhupada 0002 - પાગલ લોકોની સભ્યતા: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0002 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 9: | Line 9: | ||
[[Category:Gujarati Language]] | [[Category:Gujarati Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0001 - એક કરોડ સુધી વિસ્તાર કરો|0001|GU/Prabhupada 0003 - પુરુષ પણ સ્ત્રી છે|0003}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
<div class="center"> | <div class="center"> | ||
Line 17: | Line 20: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|ZcEQo5H85e0|પાગલ લોકોની સભ્યતા<br />- Prabhupāda 0002}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
<!-- BEGIN AUDIO LINK --> | <!-- BEGIN AUDIO LINK --> | ||
<mp3player> | <mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/750801SB.NO_clip1.mp3</mp3player> | ||
<!-- END AUDIO LINK --> | <!-- END AUDIO LINK --> | ||
Line 41: | Line 44: | ||
આ આપણી સ્થિતિ છે. આ છે આપણી વિજ્ઞાનની પ્રગતિ, કે આપણે જાણતા નથી કે "હું આ જીવનની પહેલા શું હતો અને હું આ જીવન પછી શું બનીશ?" જીવન એક પ્રવાહ છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે. પણ તેમને એટલું પણ ખબર નથી કે જીવન એક પ્રવાહ છે. તેઓ વિચારે છે, "નસીબથી, મને આ જીવન મળ્યું છે અને મૃત્યુ પછી તે નાશ પામશે. ભૂત, વર્તમાન કે ભવિષ્યનો કોઈ પ્રશ્ન જ નથી. બસ મજા કરો." આને અજ્ઞાનતા કેહવાય, તમસ, બેજવાબદાર જીવન. તો અજ્ઞાન. અજ્ઞાન એટલે જેને કોઈ જ્ઞાન નથી. અને કોની પાસે કોઈ જ્ઞાન નથી? હવે તમસ. જે તમોગુણમાં સ્થિત છે. ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકાર છે: સત્ત્વ, રજ, તમસ. સત્ત્વગુણ એટલે બધું સાફ છે, પ્રકાશ. જેમ કે અત્યારે આકાશ વાદળથી ઘેરાયેલું છે; જેનાથી સૂર્યપ્રકાશ સ્પષ્ટ નથી. પણ વાદળની ઉપર સૂર્યપ્રકાશ છે, બધું સ્પષ્ટ છે. અને વાદળની અંદર સ્પષ્ટ નથી. તેવી જ રીતે, જે લોકો સત્ત્વગુણમાં છે, તેમના માટે બધું પારદર્શક અને સરળ છે, અને જે વ્યક્તિ તમોગુણમાં છે, બધું અજ્ઞાનતા જ છે, અને જેઓ મિશ્રિત છે, ન તો રજોગુણ, ન તમોગુણ, વચમાં છે, તેમને રજોગુણમાં કહેવાય છે. ત્રણ ગુણો. તમસા. તો તેઓ માત્ર આ વર્તમાન શરીરમાં જ રુચિ ધરાવે છે, શું થશે તેની દરકાર નથી કરતાં, અને પેહલા તે શું હતો તેનું કોઈ જ્ઞાન નથી. એક બીજી જગ્યાએ તેનું વર્ણન છે: નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ ([[Vanisource:SB 5.5.4|શ્રી.ભા. ૫.૫.૪]]) પ્રમત્તઃ, એક પાગલની જેમ. તેને ખબર નથી કે કેમ તે પાગલ બની ગયો છે. તે ભૂલી જાય છે. અને તેના કાર્યોના લીધે, એને ખબર નથી કે પછી શું થવાનું છે. પાગલ માણસ. | આ આપણી સ્થિતિ છે. આ છે આપણી વિજ્ઞાનની પ્રગતિ, કે આપણે જાણતા નથી કે "હું આ જીવનની પહેલા શું હતો અને હું આ જીવન પછી શું બનીશ?" જીવન એક પ્રવાહ છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે. પણ તેમને એટલું પણ ખબર નથી કે જીવન એક પ્રવાહ છે. તેઓ વિચારે છે, "નસીબથી, મને આ જીવન મળ્યું છે અને મૃત્યુ પછી તે નાશ પામશે. ભૂત, વર્તમાન કે ભવિષ્યનો કોઈ પ્રશ્ન જ નથી. બસ મજા કરો." આને અજ્ઞાનતા કેહવાય, તમસ, બેજવાબદાર જીવન. તો અજ્ઞાન. અજ્ઞાન એટલે જેને કોઈ જ્ઞાન નથી. અને કોની પાસે કોઈ જ્ઞાન નથી? હવે તમસ. જે તમોગુણમાં સ્થિત છે. ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકાર છે: સત્ત્વ, રજ, તમસ. સત્ત્વગુણ એટલે બધું સાફ છે, પ્રકાશ. જેમ કે અત્યારે આકાશ વાદળથી ઘેરાયેલું છે; જેનાથી સૂર્યપ્રકાશ સ્પષ્ટ નથી. પણ વાદળની ઉપર સૂર્યપ્રકાશ છે, બધું સ્પષ્ટ છે. અને વાદળની અંદર સ્પષ્ટ નથી. તેવી જ રીતે, જે લોકો સત્ત્વગુણમાં છે, તેમના માટે બધું પારદર્શક અને સરળ છે, અને જે વ્યક્તિ તમોગુણમાં છે, બધું અજ્ઞાનતા જ છે, અને જેઓ મિશ્રિત છે, ન તો રજોગુણ, ન તમોગુણ, વચમાં છે, તેમને રજોગુણમાં કહેવાય છે. ત્રણ ગુણો. તમસા. તો તેઓ માત્ર આ વર્તમાન શરીરમાં જ રુચિ ધરાવે છે, શું થશે તેની દરકાર નથી કરતાં, અને પેહલા તે શું હતો તેનું કોઈ જ્ઞાન નથી. એક બીજી જગ્યાએ તેનું વર્ણન છે: નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ ([[Vanisource:SB 5.5.4|શ્રી.ભા. ૫.૫.૪]]) પ્રમત્તઃ, એક પાગલની જેમ. તેને ખબર નથી કે કેમ તે પાગલ બની ગયો છે. તે ભૂલી જાય છે. અને તેના કાર્યોના લીધે, એને ખબર નથી કે પછી શું થવાનું છે. પાગલ માણસ. | ||
તો આ સભ્યતા, આધુનિક સંસ્કૃતિ, એક પાગલ સંસ્કૃતિની જેમજ છે. તેમને પૂર્વ જન્મનું કોઈ જ્ઞાન નથી, કે નથી તેમને ભવિષ્યના જીવનમાં કોઈ રુચિ. નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ ([[Vanisource:SB 5.5.4|શ્રી.ભા. ૫.૫.૪]]) અને પૂરી રીતે પાપકર્મો માં લુપ્ત છે, કારણકે તેમને પૂર્વજીવનનું કોઈ પણ જ્ઞાન નથી. જેમકે એક કૂતરો. કેમ તેને કુતરાનો જન્મ મળ્યો છે, તે જાણતો નથી. અને પછી તેને કયું શરીર મળશે? તો એક કુતરો તેના પૂર્વજન્મમાં પ્રધાનમંત્રી હોઈ શકે છે, પણ જયારે તેને કુતરાનું જીવન મળે છે, તે ભૂલી જાય છે. તે પણ માયાનો એક પ્રભાવ છે. પ્રક્ષેપાત્મિકા શક્તિ, આવરણાત્મિકા શક્તિ. માયા પાસે બે શક્તિઓ છે. જો કોઈ વ્યક્તિ તેના પૂર્વ પાપકર્મોના લીધે કુતરો બની ગયો છે, અને તેને યાદ આવે છે કે "હું તો પ્રધાન મંત્રી હતો, પણ હવે હું કુતરો બની ગયો છું," તો તેને માટે જીવવું અસંભવ બની જશે. તેથી માયા તેનું જ્ઞાન આવરિત કરે છે. મૃત્યુ. મૃત્યુ એટલે બધું ભૂલી જવું. તને મૃત્યુ કહેવાય છે. તો તે આપણને દરેક દિવસ અને રાત્રી તેનો અનુભવ થાય છે, રાત્રિમાં જ્યારે આપણે સ્વપ્નમાં જઈએ છીએ એક અલગ વાતાવરણમાં, અલગ જીવન, આપણે આ શરીર વિષે ભૂલી જઈએ છીએ, કે "હું સૂઈ રહ્યો છું. મારૂ શરીર એક સરસ એપાર્ટમેંટમાં પડ્યું છે, સરસ પલંગ પર." ના. ધારોકે તે શેરીમાં રખડે છે કે પહાડ ઉપર છે. તો તે લે છે, સ્વપ્નમાં, તે લે છે... દરેક વ્યક્તિ, આપણે તે શરીરમાં રુચિ લઈએ છીએ. આપણે જૂનું શરીર ભૂલી જઈએ છીએ. તો આ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા, જેટલું વધારે આપણે અજ્ઞાનતાથી જ્ઞાનને પ્રાપ્ત કરીએ, તે આપણા જીવનની સિદ્ધિ છે. અને આપણે પોતાને અજ્ઞાનતામાં જ રાખીશું, તો કોઈ સિદ્ધિ નથી. તે જીવનને બગાડવું છે. તો આપણુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વ્યક્તિને અજ્ઞાનતા થી જ્ઞાનના સ્તર પર લાવવા માટે છે. તે વેદિક સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે: વ્યક્તિનો ઉદ્ધાર કરવો. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં ભક્તો માટે - બધા માટે નહીં - તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ([[Vanisource:BG 12.7|ભ.ગી. ૧૨.૭]]). બીજી જગ્યાએ: | તો આ સભ્યતા, આધુનિક સંસ્કૃતિ, એક પાગલ સંસ્કૃતિની જેમજ છે. તેમને પૂર્વ જન્મનું કોઈ જ્ઞાન નથી, કે નથી તેમને ભવિષ્યના જીવનમાં કોઈ રુચિ. નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ ([[Vanisource:SB 5.5.4|શ્રી.ભા. ૫.૫.૪]]) અને પૂરી રીતે પાપકર્મો માં લુપ્ત છે, કારણકે તેમને પૂર્વજીવનનું કોઈ પણ જ્ઞાન નથી. જેમકે એક કૂતરો. કેમ તેને કુતરાનો જન્મ મળ્યો છે, તે જાણતો નથી. અને પછી તેને કયું શરીર મળશે? તો એક કુતરો તેના પૂર્વજન્મમાં પ્રધાનમંત્રી હોઈ શકે છે, પણ જયારે તેને કુતરાનું જીવન મળે છે, તે ભૂલી જાય છે. તે પણ માયાનો એક પ્રભાવ છે. પ્રક્ષેપાત્મિકા શક્તિ, આવરણાત્મિકા શક્તિ. માયા પાસે બે શક્તિઓ છે. જો કોઈ વ્યક્તિ તેના પૂર્વ પાપકર્મોના લીધે કુતરો બની ગયો છે, અને તેને યાદ આવે છે કે "હું તો પ્રધાન મંત્રી હતો, પણ હવે હું કુતરો બની ગયો છું," તો તેને માટે જીવવું અસંભવ બની જશે. તેથી માયા તેનું જ્ઞાન આવરિત કરે છે. મૃત્યુ. મૃત્યુ એટલે બધું ભૂલી જવું. તને મૃત્યુ કહેવાય છે. તો તે આપણને દરેક દિવસ અને રાત્રી તેનો અનુભવ થાય છે, રાત્રિમાં જ્યારે આપણે સ્વપ્નમાં જઈએ છીએ એક અલગ વાતાવરણમાં, અલગ જીવન, આપણે આ શરીર વિષે ભૂલી જઈએ છીએ, કે "હું સૂઈ રહ્યો છું. મારૂ શરીર એક સરસ એપાર્ટમેંટમાં પડ્યું છે, સરસ પલંગ પર." ના. ધારોકે તે શેરીમાં રખડે છે કે પહાડ ઉપર છે. તો તે લે છે, સ્વપ્નમાં, તે લે છે... દરેક વ્યક્તિ, આપણે તે શરીરમાં રુચિ લઈએ છીએ. આપણે જૂનું શરીર ભૂલી જઈએ છીએ. તો આ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા, જેટલું વધારે આપણે અજ્ઞાનતાથી જ્ઞાનને પ્રાપ્ત કરીએ, તે આપણા જીવનની સિદ્ધિ છે. અને આપણે પોતાને અજ્ઞાનતામાં જ રાખીશું, તો કોઈ સિદ્ધિ નથી. તે જીવનને બગાડવું છે. તો આપણુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વ્યક્તિને અજ્ઞાનતા થી જ્ઞાનના સ્તર પર લાવવા માટે છે. તે વેદિક સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે: વ્યક્તિનો ઉદ્ધાર કરવો. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં ભક્તો માટે - બધા માટે નહીં - તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ([[Vanisource:BG 12.6-7 (1972)|ભ.ગી. ૧૨.૭]]). બીજી જગ્યાએ: | ||
:તેષામ એવાનુકમ્પાર્થમ | :તેષામ એવાનુકમ્પાર્થમ | ||
Line 47: | Line 50: | ||
:નાશયામી આત્મભાવસ્થો | :નાશયામી આત્મભાવસ્થો | ||
:જ્ઞાન દિપેન ભાસ્વતા | :જ્ઞાન દિપેન ભાસ્વતા | ||
:([[Vanisource:BG 10.11|ભ.ગ. ૧૦.૧૧]]) | :([[Vanisource:BG 10.11 (1972)|ભ.ગ. ૧૦.૧૧]]) | ||
વિશેષકર, ભક્તો માટે... તે દરેકના હૃદયમાં સ્થિત છે, પણ એક ભક્ત, કે જે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ મદદ કરે છે. તેઓ મદદ કરે છે. અભક્તો માટે, તેમને કોઈ દરકાર નથી... તેઓ પશુની જેમ જ છે - | વિશેષકર, ભક્તો માટે... તે દરેકના હૃદયમાં સ્થિત છે, પણ એક ભક્ત, કે જે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ મદદ કરે છે. તેઓ મદદ કરે છે. અભક્તો માટે, તેમને કોઈ દરકાર નથી... તેઓ પશુની જેમ જ છે - | ||
ખાવું, ઊંઘવું, સેક્સ જીવન અને રક્ષણ. તેઓ કઈ દરકાર નથી રાખતા, ભગવાનને સમજવાની કે તેમના ભગવાન સાથેના સંબંધની. તેમના માટે, તેઓ વિચારે છે કે કોઈ ભગવાન નથી, અને કૃષ્ણ પણ કહે છે, "હા, કોઈ ભગવાન નથી. તું સૂતો રહે." એટલેજ સતસંગની જરૂર છે. આ સતસંગ, સતામ પ્રસંગાત. ભક્તોના સંગથી, આપણે ભગવાન વિષેની જીજ્ઞાસા જાગૃત કરીએ છીએ. એટલે આ બધા કેન્દ્રોની આવશ્યકતા છે. આપણે અનાવશ્યક રીતે આટલા બધા કેન્દ્રો નથી ખોલી રહ્યા. ના. તે માનવ સમાજના કલ્યાણ માટે છે. | ખાવું, ઊંઘવું, સેક્સ જીવન અને રક્ષણ. તેઓ કઈ દરકાર નથી રાખતા, ભગવાનને સમજવાની કે તેમના ભગવાન સાથેના સંબંધની. તેમના માટે, તેઓ વિચારે છે કે કોઈ ભગવાન નથી, અને કૃષ્ણ પણ કહે છે, "હા, કોઈ ભગવાન નથી. તું સૂતો રહે." એટલેજ સતસંગની જરૂર છે. આ સતસંગ, સતામ પ્રસંગાત. ભક્તોના સંગથી, આપણે ભગવાન વિષેની જીજ્ઞાસા જાગૃત કરીએ છીએ. એટલે આ બધા કેન્દ્રોની આવશ્યકતા છે. આપણે અનાવશ્યક રીતે આટલા બધા કેન્દ્રો નથી ખોલી રહ્યા. ના. તે માનવ સમાજના કલ્યાણ માટે છે. | ||
<!-- END TRANSLATED TEXT --> | <!-- END TRANSLATED TEXT --> |
Latest revision as of 21:32, 6 October 2018
Lecture on SB 6.1.49 -- New Orleans Farm, August 1, 1975
હરીકેશ: અનુવાદ .."જેમ એક વ્યક્તિ સૂતા સમયે સ્વપ્નમાં પ્રકટ થયેલ શરીરના અનુસાર કાર્ય કરે છે, કે પોતાને તે શરીર જ માને છે, તેમજ, તે પોતાને વર્તમાન શરીર માને છે, જે તેને પેહલાના ધાર્મિક કે અધાર્મિક જીવનના કારણે મળ્યું છે, અને તે પોતાના વર્તમાન જીવન કે ભાવિ જીવન વિષે જાણી નથી શકતો."
પ્રભુપાદ:
- યથાજ્ઞસ તમસા યુક્ત
- ઉપાસ્તે વ્યક્તમ એવ હી
- ન વેદ પૂર્વમ અપરમ
- નષ્ટ જન્મ સ્મૃતિસ તથા
- (શ્રી.ભા. ૬.૧.૪૯)
આ આપણી સ્થિતિ છે. આ છે આપણી વિજ્ઞાનની પ્રગતિ, કે આપણે જાણતા નથી કે "હું આ જીવનની પહેલા શું હતો અને હું આ જીવન પછી શું બનીશ?" જીવન એક પ્રવાહ છે. આ આધ્યાત્મિક જ્ઞાન છે. પણ તેમને એટલું પણ ખબર નથી કે જીવન એક પ્રવાહ છે. તેઓ વિચારે છે, "નસીબથી, મને આ જીવન મળ્યું છે અને મૃત્યુ પછી તે નાશ પામશે. ભૂત, વર્તમાન કે ભવિષ્યનો કોઈ પ્રશ્ન જ નથી. બસ મજા કરો." આને અજ્ઞાનતા કેહવાય, તમસ, બેજવાબદાર જીવન. તો અજ્ઞાન. અજ્ઞાન એટલે જેને કોઈ જ્ઞાન નથી. અને કોની પાસે કોઈ જ્ઞાન નથી? હવે તમસ. જે તમોગુણમાં સ્થિત છે. ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકાર છે: સત્ત્વ, રજ, તમસ. સત્ત્વગુણ એટલે બધું સાફ છે, પ્રકાશ. જેમ કે અત્યારે આકાશ વાદળથી ઘેરાયેલું છે; જેનાથી સૂર્યપ્રકાશ સ્પષ્ટ નથી. પણ વાદળની ઉપર સૂર્યપ્રકાશ છે, બધું સ્પષ્ટ છે. અને વાદળની અંદર સ્પષ્ટ નથી. તેવી જ રીતે, જે લોકો સત્ત્વગુણમાં છે, તેમના માટે બધું પારદર્શક અને સરળ છે, અને જે વ્યક્તિ તમોગુણમાં છે, બધું અજ્ઞાનતા જ છે, અને જેઓ મિશ્રિત છે, ન તો રજોગુણ, ન તમોગુણ, વચમાં છે, તેમને રજોગુણમાં કહેવાય છે. ત્રણ ગુણો. તમસા. તો તેઓ માત્ર આ વર્તમાન શરીરમાં જ રુચિ ધરાવે છે, શું થશે તેની દરકાર નથી કરતાં, અને પેહલા તે શું હતો તેનું કોઈ જ્ઞાન નથી. એક બીજી જગ્યાએ તેનું વર્ણન છે: નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪) પ્રમત્તઃ, એક પાગલની જેમ. તેને ખબર નથી કે કેમ તે પાગલ બની ગયો છે. તે ભૂલી જાય છે. અને તેના કાર્યોના લીધે, એને ખબર નથી કે પછી શું થવાનું છે. પાગલ માણસ.
તો આ સભ્યતા, આધુનિક સંસ્કૃતિ, એક પાગલ સંસ્કૃતિની જેમજ છે. તેમને પૂર્વ જન્મનું કોઈ જ્ઞાન નથી, કે નથી તેમને ભવિષ્યના જીવનમાં કોઈ રુચિ. નૂનમ પ્રમત્તઃ કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪) અને પૂરી રીતે પાપકર્મો માં લુપ્ત છે, કારણકે તેમને પૂર્વજીવનનું કોઈ પણ જ્ઞાન નથી. જેમકે એક કૂતરો. કેમ તેને કુતરાનો જન્મ મળ્યો છે, તે જાણતો નથી. અને પછી તેને કયું શરીર મળશે? તો એક કુતરો તેના પૂર્વજન્મમાં પ્રધાનમંત્રી હોઈ શકે છે, પણ જયારે તેને કુતરાનું જીવન મળે છે, તે ભૂલી જાય છે. તે પણ માયાનો એક પ્રભાવ છે. પ્રક્ષેપાત્મિકા શક્તિ, આવરણાત્મિકા શક્તિ. માયા પાસે બે શક્તિઓ છે. જો કોઈ વ્યક્તિ તેના પૂર્વ પાપકર્મોના લીધે કુતરો બની ગયો છે, અને તેને યાદ આવે છે કે "હું તો પ્રધાન મંત્રી હતો, પણ હવે હું કુતરો બની ગયો છું," તો તેને માટે જીવવું અસંભવ બની જશે. તેથી માયા તેનું જ્ઞાન આવરિત કરે છે. મૃત્યુ. મૃત્યુ એટલે બધું ભૂલી જવું. તને મૃત્યુ કહેવાય છે. તો તે આપણને દરેક દિવસ અને રાત્રી તેનો અનુભવ થાય છે, રાત્રિમાં જ્યારે આપણે સ્વપ્નમાં જઈએ છીએ એક અલગ વાતાવરણમાં, અલગ જીવન, આપણે આ શરીર વિષે ભૂલી જઈએ છીએ, કે "હું સૂઈ રહ્યો છું. મારૂ શરીર એક સરસ એપાર્ટમેંટમાં પડ્યું છે, સરસ પલંગ પર." ના. ધારોકે તે શેરીમાં રખડે છે કે પહાડ ઉપર છે. તો તે લે છે, સ્વપ્નમાં, તે લે છે... દરેક વ્યક્તિ, આપણે તે શરીરમાં રુચિ લઈએ છીએ. આપણે જૂનું શરીર ભૂલી જઈએ છીએ. તો આ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા, જેટલું વધારે આપણે અજ્ઞાનતાથી જ્ઞાનને પ્રાપ્ત કરીએ, તે આપણા જીવનની સિદ્ધિ છે. અને આપણે પોતાને અજ્ઞાનતામાં જ રાખીશું, તો કોઈ સિદ્ધિ નથી. તે જીવનને બગાડવું છે. તો આપણુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વ્યક્તિને અજ્ઞાનતા થી જ્ઞાનના સ્તર પર લાવવા માટે છે. તે વેદિક સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે: વ્યક્તિનો ઉદ્ધાર કરવો. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં ભક્તો માટે - બધા માટે નહીં - તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત (ભ.ગી. ૧૨.૭). બીજી જગ્યાએ:
- તેષામ એવાનુકમ્પાર્થમ
- અહમ અજ્ઞાનજમ તમઃ
- નાશયામી આત્મભાવસ્થો
- જ્ઞાન દિપેન ભાસ્વતા
- (ભ.ગ. ૧૦.૧૧)
વિશેષકર, ભક્તો માટે... તે દરેકના હૃદયમાં સ્થિત છે, પણ એક ભક્ત, કે જે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ મદદ કરે છે. તેઓ મદદ કરે છે. અભક્તો માટે, તેમને કોઈ દરકાર નથી... તેઓ પશુની જેમ જ છે - ખાવું, ઊંઘવું, સેક્સ જીવન અને રક્ષણ. તેઓ કઈ દરકાર નથી રાખતા, ભગવાનને સમજવાની કે તેમના ભગવાન સાથેના સંબંધની. તેમના માટે, તેઓ વિચારે છે કે કોઈ ભગવાન નથી, અને કૃષ્ણ પણ કહે છે, "હા, કોઈ ભગવાન નથી. તું સૂતો રહે." એટલેજ સતસંગની જરૂર છે. આ સતસંગ, સતામ પ્રસંગાત. ભક્તોના સંગથી, આપણે ભગવાન વિષેની જીજ્ઞાસા જાગૃત કરીએ છીએ. એટલે આ બધા કેન્દ્રોની આવશ્યકતા છે. આપણે અનાવશ્યક રીતે આટલા બધા કેન્દ્રો નથી ખોલી રહ્યા. ના. તે માનવ સમાજના કલ્યાણ માટે છે.