GU/Prabhupada 0098 - કૃષ્ણના સૌંદર્યથી આકર્ષિત થાઓ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0098 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India, Vrndavana]]
[[Category:GU-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0097 - હું માત્ર એક ટપાલી સેવક છું|0097|GU/Prabhupada 0099 - કેવી રીતે કૃષ્ણ દ્વારા માન્ય બનવું|0099}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|9ccFczRrcY8|કૃષ્ણના સૌંદર્યથી આકર્ષિત થાઓ<br /> - Prabhupāda 0098}}
{{youtube_right|eRQLzxUL1qE|કૃષ્ણના સૌંદર્યથી આકર્ષિત થાઓ<br /> - Prabhupāda 0098}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 21:48, 6 October 2018



The Nectar of Devotion -- Vrndavana, November 11, 1972

મદન-મોહન. મદનનો અર્થ યૌન આકર્ષણ. મદન, યૌન આકર્ષણ, કામદેવ, અને કૃષ્ણને મદન-મોહન કહેવામાં આવે છે. કોઈ, મારો મતલબ, યૌનઆકર્ષણ ને પણ અવગણી શકે જો તે કૃષ્ણથી આકર્ષિત હોય તો. તે પરીક્ષા છે. મદન આ ભૌતિક દુનિયામાં આકર્ષિ રહ્યો છે. દરેક જણ સેક્સ જીવનથી આકર્ષિત છે. સંપૂર્ણ ભૌતિક જગત સેક્સ જીવન પર આધારિત છે. આ હકીકત છે યન મૈથુનાદી ગૃહમેધી સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). અહી, સુખ, કહેવાતું સુખ મૈથુન છે. મૈથુનાદી. મૈથુનાદી એટલે કે અહી સુખ મૈથુન, સેક્સથી શરુ થાય છે. સામાન્ય રીતે, લોકો..., પુરુષ લગ્ન કરે છે. હેતુ છે કામ ઈચ્છાને સંતોષવી. પછી તે બાળકો પેદા કરે છે. પછી ફરીથી, જયારે બાળકો મોટા થાય છે, તેઓ, દીકરીને બીજા છોકરા જોડે પરણાવવામાં આવે છે અને છોકરાને બીજી છોકરી જોડે પરણાવવામાં આવે છે. તે પણ તેજ હેતુ છે: સેક્સ. પછી ફરીથી, પૌત્રો. આ રીતે, આ ભૌતિક સુખ - શ્રીયૈશ્વર્ય પ્રજેપ્સવ: તે દિવસે આપણે ચર્ચા કરી. શ્રી એટલે સુંદરતા, ઐશ્વર્ય એટલે સંપતિ, અને પ્રજા એટલે પેઢી. તેથી સામાન્ય રીતે, લોકોને, તેઓને તે ગમે છે - સારું કુટુંબ, સારી બૈન્ક બચત, અને સારી પત્ની, સારી દીકરી, વહુ. જો કોઈ એક કુટુંબ સુંદર સ્ત્રીઓ અને સંપતિવાળું હોય, અને મહાન..., ઘણા બાળકો, તેને સફળ માનવામાં આવે છે. તેને ખુબજ સફળ માણસ માનવામાં આવે છે. તેથી શાસ્ત્ર કહે છે, "આ સફળતા શું છે? આ સફળતાની શરૂઆત સેક્સથી શરુ થાય છે. બસ તેટલું જ. અને તેને જાળવી રાખવું.” યન મૈથુનાદી ગૃહમેધી સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). અહી સુખની શરૂઆત સેક્સ જીવનથી થાય છે, મૈથુનાદી. આપણે તેને અલગ રીતે સારું કહીએ, પરંતુ આ મૈથુન, સેક્સ જીવનનું સુખ, ભૂંડોમાં પણ છે. ભૂંડો પણ, તેઓ આખો દિવસ ખાય છે, અહિયાં અને ત્યાં: "મળ ક્યાં છે? મળ ક્યાં છે?" અને કોઈ પણ જાતના ભેદભાવ વગર સેક્સ જીવન માણે છે. ભૂંડોમાં, બહેન અથવા દીકરીની પરવાહ કરતા નથી. તો તેથી શાસ્ત્ર કહે છે, "અહી, આ ભૌતિક જગત, આપણે ફસાયેલા છીએ, આપણે આ ભૌતિક જગતમાં ફક્ત આ સેક્સ જીવન માટે કેદ છીએ.” આ કામદેવ છે. કામદેવ સેક્સ જીવનના દેવ છે, મદન. જ્યાં સુધી કોઈ, જે કહેવાય છે, મદનથી ઉત્સાહિત થયેલ, કામ દેવતા, તે થઈ શકે નહીં, મારો કહેવાનો અર્થ, સેક્સ જીવનમાં આનંદિત થાય નહીં. અને કૃષ્ણનું નામ છે મદનમોહન. મદનમોહન એટલે કે જે કોઈ કૃષ્ણ તરફ આકર્ષિત થયો છે, તે સેક્સ જીવનમાંથી મળતા સુખને ભૂલી જશે. આ પરીક્ષા છે. તેથી તેમનું નામ મદનમોહન છે. અહી મદનમોહન છે. સનાતન ગોસ્વામી મદનમોહનને પૂજતા હતા. મદન અથવા માદન. માદન એટલે કે ગાંડા થવું. અને મદન, કામદેવ.

તેથી દરેક જણ સેક્સ જીવનના દબાણથી ઉગ્ર થાય છે. ઘણી બધી જગ્યાએ આપેલું છે.. ભાગવતમમાં કહેવામાં આવ્યું છે, પુંસ સ્ત્રિયા મીથુની ભાવમ એતત તયોર મીઠો હ્રદય ગ્રંથીમ આહુર (શ્રી.ભા. ૫.૫.૮). આખું ભૌતિક જગત ચાલી રહ્યું છે: પુરુષ સ્ત્રીથી આકર્ષિત થાય છે, સ્ત્રી પુરુષથી આકર્ષિત થાય છે. અને, આ આકર્ષણને મેળવવા, જયારે તેઓ જોડાય છે, તેમનું આ ભૌતિક જીવન માટેનું જોડાણ વધુતું ને વધતું જાય છે. અને આ રીતે, જોડાયા પછી, અથવા લગ્ન કર્યા પછી, એક સ્ત્રી અને પુરુષ, તેઓ સુંદર ઘરની ઈચ્છા રાખે છે, ગ્રહ; ક્ષેત્ર, પ્રવૃતિઓ, ધંધો, ફેક્ટરી અથવા ખેતીની જમીન. કારણ કે કોઈએ ધન કમાવવું પડે. તો, ખોરાક પ્રાપ્ત કરો. ગ્રહ ક્ષેત્ર; સુત, બાળકો; અને આપ્ત, મિત્રો; વિત્ત, સંપતિ. અતઃ ગ્રહ ક્ષેત્ર સુતાપ્ત વિતતૈર જનસ્ય મોહો યમ (શ્રી.ભા. ૫.૫.૮). આ ભૌતિક જીવન પ્રત્યેનું આકર્ષણ વધુ ને વધુ ભીસાતું જાય છે. આને મદન કહેવામાં આવે છે, મદનથી આકર્ષણ. પરંતુ આપણું કર્તવ્ય આ ભૌતિક જગતના ચળકળાટથી આકર્ષિત થવાનું નથી, પરંતુ કૃષ્ણથી આકર્ષિત થવાનું છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. જ્યાં સુધી તમે કૃષ્ણની સુંદરતાથી આકર્ષિત નહીં થાઓ તો, આપણે આવી ભૌતિક જગતની ભ્રામક સુંદરતાથી સંતોષ માનવો પડશે. તેથી શ્રી યમુનાચાર્યે કહ્યું કે: યદાવધી મમ ચેતઃ કૃષ્ણ પદારવીન્દયોર નવ નવ ધામ રન્તુમ આસિત: "જ્યારથી કૃષ્ણની સુંદરતાથી હું આકર્ષિત થયો છું અને તેમના કમળચરણોની સેવા કરવાની શરૂઆત કરી છે, અને ત્યારથી હું નવીન, નવીન શક્તિ, મેળવી રહ્યો છું, જેવો હું સેક્સ વિષે વિચાર કરું છું, હું તેના ઉપર થુકવા માંગું છું.” તે વિત્ર્શ્ના છે, જરા પણ આકર્ષણ નહીં... આ ભૌતિક જીવનનI આકર્ષણનું કેન્દ્રિયબિંદુ સેક્સ જીવન છે, અને કોઈ, જયારે સેક્સજીવનમાંથી છૂટી જાય છે... તદાવધી મમ ચેતઃ...,

યદાવધી મમ ચેતઃ કૃષ્ણ પદારવીન્દયોર
નવ નવ (રસ) ધામ (અનુદ્યતા) રન્તુમ આસિત
તદાવધી બટ નારી સંગમે સ્મર્યમાને
ભવતી મુખ વિકાર: સુષ્ટુ નીસ્થીવનમ ચ

"જેવો હું કામક્રીડાનો વિચાર કરું છું, તરતજ મારું મોઢું બીજી તરફ ફરી જાય છે અને હું તેના ઉપર થુકવા માંગું છું.” તો તેથી કૃષ્ણ મદનમોહન છે. મદન દરેકને આકર્ષિત કરી રહ્યું છે, સેક્સ જીવન, અને કૃષ્ણ, જયારે કોઈ કૃષ્ણથી આકર્ષિત થાય છે, પછી મદન પણ હારી જાય છે. તેથી જેવો મદન હારી જાય છે, આપણે આ ભૌતિક જીવન ઉપર જીત મેળવીએ છે. નહીં તો તે ઘણું મુશ્કેલ છે.