GU/Prabhupada 0181 - હું ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહીશ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0181 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
 
m (Text replacement - "...|Original" to "|Original")
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in Iran]]
[[Category:GU-Quotes - in Iran]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0180 - હરે કૃષ્ણ મંત્ર રોગનાશક છે|0180|GU/Prabhupada 0182 - તમે પોતાને તે સ્વચ્છ અવસ્થામાં રાખો|0182}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
'''<big>[[Vaniquotes:Spiritual training means...|Original Vaniquotes page in English]]</big>'''
'''<big>[[Vaniquotes:Spiritual training means|Original Vaniquotes page in English]]</big>'''
</div>
</div>
----
----
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|KWM7aHFs9CE|હું ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહીશ<br /> - Prabhupāda 0181}}
{{youtube_right|RmUqsmAW7cw|હું ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહીશ<br /> - Prabhupāda 0181}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 17:05, 9 April 2021



Evening Darsana -- August 9, 1976, Tehran

પ્રભુપાદ: આધ્યાત્મિક પ્રશિક્ષણનો અર્થ એટલે સૌ પ્રથમ તમને થોડો વિશ્વાસ હોવો જ જોઈએ કે "હું ઈશ્વર સાથે ગાઢ સંબંધથી જોડાઈશ." જ્યાં સુધી તમને આ શ્રદ્ધા નથી, ત્યાં સુધી આધ્યાત્મિક તાલીમનો કોઈ પ્રશ્ન જ નથી. તમે ખાલી સંતોષયેલા રહો "ઈશ્વર મહાન છે, તેમને તેમના ઘરે રહેવાદો, હું પણ મારા ઘરે રહીશ" તો તે પ્રેમ નથી. તમે ભગવાનને વધુ ને વધુ ગાઢ રીતે જાણવા આતુર હોવા જ જોઈએ. પછી આગળનો તબક્કો છે, ભગવાન વિશે કેવી રીતે જાણી શકો જ્યાં સુધી તમે એવા વ્યક્તિઓનો સંગ ના કરો જેઓ ફક્ત ઈશ્વરના કાર્યો વ્યસ્ત છે. તેમને કોઈ અન્ય કાર્ય નથી. જેમ કે અમે લોકોને તાલીમ આપી છીએ, તેઓ ફક્ત ઈશ્વરના કાર્યો માટે છે. તેમને અન્ય કોઈ કાર્ય નથી. લોકો કેવી રીતે ભગવાન વિશે સમજશે, કેવી રીતે તેમને ફાયદો થશે, બસ ઘણી બધી રીતે માત્ર તેઓ આયોજન જ કરતાં રહે છે. તેથી આપણે એવા વ્યક્તિઓનો સંગ લેવો પડે કે જે ભગવાન વિશે આશ્વસ્ત છે અને સમગ્ર વિશ્વમાં તેમનું જ્ઞાન ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તમારે તેમનો સંગ કરવાનો હોય છે. સૌ પ્રથમ, તમને એ વિશ્વાસ હોવો જ જોઈએ કે, "આ જીવનમાં મારે ઈશ્વર વિશે સંપૂર્ણપણે સમજવું છે." પછી તેવા વ્યક્તિઓ સાથે સંકળાવો જેઓ ઈશ્વરના કાર્યોમાં વ્યસ્ત હોય. પછી તમે એવી રીતે વર્તો જેવી રીતે તેઓ વર્તી રહ્યા છે. પછી તમારી ભૌતિક જીવનની ગેરસમજ સમાપ્ત થઈ જશે. પછી તમને આસક્તિ થશે. પછી તમને સ્વાદ આવશે. આ રીતે તમે ભગવાનનો પ્રેમ વિકસાવશો.

અલી: મને પહેલેથી જ વિશ્વાસ છે.

પ્રભુપાદ: તમારે તે વધારવાનો છે. ફક્ત પ્રારંભિક વિશ્વાસ, તે ખૂબ જ સારો છે, પરંતુ જ્યાં સુધી વિશ્વાસ વધુ ને વધુ વધતો નથી, ત્યાં સુધી કોઈ પ્રગતિ નથી.

પરિવ્રાજકાચાર્ય: વિશ્વાસ ગુમાવવાનો ભય હોય છે.

પ્રભુપાદ: હા, તમે પ્રગતિ ના કરો અને ક્રમશઃ આગળ જવા માટે પ્રયાસ ન કરો તો, તોપછી તમને જે થોડી શ્રદ્ધા મળી છે, તે ઘટી જવાનો ભય રહેશે.