GU/750708b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:50, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: તમે કૃષ્ણની કોઈ પણ ક્ષમતામાં સેવા કરી શકો - જો તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો. અને જો તમારે કૃષ્ણને તમારી સેવામાં જોડવા હોય, તો તે મોટી ભૂલ છે. તે મોટી ભૂલ છે. તમે કૃષ્ણને તમારી સેવામાં જોડી ના શકો. દરેક વ્યક્તિ કૃષ્ણને તેની સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ ચર્ચ જાય છે, "ઓહ કૃષ્ણ, અમને અમારી રોજીરોટી આપો," કે "તમે મારી સેવા કરો. તમે અમને અમારી રોજીરોટી આપો અને મારી સેવા કરો." અને અમારો પ્રસ્તાવ છે, યશોદામાયી, "કૃષ્ણ, તું આખો દિવસ રમતો હતો. આવી જા! સૌ પ્રથમ ભોજન લઈ લે." આ સેવા છે. તે લોકો કૃષ્ણ પાસે રોજીરોટી માંગવા જાય છે. અને અહી યશોદામાયી આજ્ઞા આપે છે, "અહી આવ! જો તું નહીં ખાય, તો તું નિર્બળ અને પાતળો થઈ જઈશ. આવી જા." આ વૈષ્ણવ સિદ્ધાંત છે.

ભક્ત: જય. જય, શ્રીલ પ્રભુપાદ.

પ્રભુપાદ: હરે કૃષ્ણ.

750708 - સવારની લટાર - શિકાગો