GU/Prabhupada 0048 - આર્ય સભ્યતા

Revision as of 21:40, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.2-6 -- Ahmedabad, December 11, 1972

અનાર્ય જૂષ્ટમ, "જે માણસને જીવનના પ્રગતિશીલ ગુણોની ખબર નથી." આર્યન. આર્યન એટલે કે તે કે જે પ્રગતિશીલ છે. તો રણભૂમિ ઉપર અર્જુનની નિરાશાને અનાર્ય કહેવાયલી છે. આર્યન, ભગવદ ગીતામાં વર્ણિત આર્યન સભ્યતાના અનુસાર, ભગવાન દ્વારા ચાર પ્રકારના વિભાગના પ્રારંભ કરવામાં આવેલા છે. જેવી રીતે આપણે પહેલાજ સમજાવેલું છે, ધર્મમ તુ સાક્ષાદ ભગવદ પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). કોઈ પણ વ્યવસ્થિત ધાર્મિક પદ્ધતિને સમજવી જોઈએ, "તે ભગવાન દ્વારા આપેલું છે." માણસ કોઈ પણ ધાર્મિક પદ્ધતિનું નિર્માણ નથી કરી શકતો. તો આ આર્ય પદ્ધતિ, પ્રગતિશીલ પદ્ધતિ, છે ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). કૃષ્ણ કહે છે, "સામાજિક વ્યવસ્થાના સરસ સંચાલન માટે તે મારા દ્વારા સ્થાપિત થયેલું છે." બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર. તો અર્જુન ક્ષત્રીય કુલથી હતા. તેથી રણભૂમિ ઉપર તેમનો ન લડવાનો નિર્ણય આર્યો માટે શોભા આપે તેવો ન હતો. રાજ કુલ માટે અહિંસક બનવું; તે સારું નથી. ક્ષત્રીયો, જ્યારે તેઓ રણભૂમિ ઉપર લડે છે, ત્યારે મારવું તેમના માટે પાપ નથી. તેવી જ રીતે, બ્રાહ્મણ, જ્યારે યજ્ઞમાં, કોઈક વાર પશુઓનું બલિદાન આપે છે, તો તેનો અર્થ તે નથી કે તે પાપ કરે છે. આ પશુનો યજ્ઞ પશુઓને ખાવા માટે બનાવેલો ન હતો. તે વૈદિક મંત્રની પરીક્ષા માટે હતો. તે જોવા માટે કે તે બ્રાહ્મણ જે વૈદિક યજ્ઞ અર્પણ કરી રહ્યા હતા, તે વૈદિક મંત્ર સરખી રીતે ઉચ્ચારણ કરી રહ્યા હતા કે નથી, તેની પરીક્ષા એક પશુને સમર્પિત કરીને ફરી તે પશુને નવુ યુવા જીવન આપીને કરવામાં આવતી હતી. તે પશુનું યજ્ઞ હતું. કોઈક વાર ઘોડા, કોઈક વાર ગાય અર્પિત કરવામાં આવતા હતા. પણ આ યુગ, કલિયુગમાં તે પ્રતિબંધિત છે કારણ કે કોઈ પણ તેવો યાજ્ઞિક બ્રાહ્મણ નથી. આ યુગમાં બધા પ્રકારના યજ્ઞ વર્જિત છે.

અશ્વમેધમ ગવાલમ્ભમ
સંન્યાસમ પલ પત્રિકામ
દેવરેણ સુતોપત્તિમ
કલૌ પંચ વિવર્જયેત
(ચૈ.ચ. આદિ ૧૭.૧૬૪)

અશ્વમેધ યજ્ઞ, ગોમેધ યજ્ઞ, સંન્યાસ, અને દેવર દ્વારા પુત્ર પ્રાપ્ત કરવો, પતિનો નાનો ભાઈ, આ બધી વસ્તુ આ યુગમાં વર્જિત છે.