GU/Prabhupada 0168 - નમ્ર અને વિનયશીલ બનવાની સંસ્કૃતિ

Revision as of 22:00, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation -- February 4, 1977, Calcutta

પ્રભુપાદ: આપણે ભિક્ષા માંગી શકીએ. હજી પણ ભારતમાં, મોટા વિદ્વાન સન્યાસીઓ, તેઓ ભિક્ષા માગે છે. તેની પરવાનગી છે. ભિક્ષુ. તેમને પસંદ છે. ત્રીદંડી-ભિક્ષુ. તો વૈદિક સભ્યતામાં ભિક્ષા માગવું ગેરકાનૂની કે શરમજનક નથી - યોગ્ય વ્યક્તિ દ્વારા. બ્રહ્મચારીઓ માટે, સન્યાસીઓ માટે, ભિક્ષા માગવા માટે છૂટ અપાયેલી છે. અને તેમને ઉઘાડામાં પસંદ છે. ત્રીદંડી-ભિક્ષુ. ભિક્ષુ એટલે કે ભિખારી.

સત્સ્વરૂપ: ત્રીદંડી-ભિક્ષુ.

પ્રભુપાદ: હા. અહી, ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચારી, સંન્યાસી અને બ્રાહ્મણને ભીખ માગવા પરવાનગી અપાયેલી છે. તે વૈદિક સભ્યતા છે. અને ગૃહસ્થો તેમની સાથે પોતાના બાળકોની જેમ વર્તાવ કરે છે. આ સંબંધ છે.

સતસ્વરૂપ: પણ જો તે તેવી સભ્યતામાં કરવામાં આવે કે જે સંપૂર્ણ અલગ હોય ત્યારે તેનું શું? પ્રભુપાદ: તેટલેજ હિપ્પીઓ છે. તે તમારી સંસ્કૃતિ છે - હિપ્પી અને હત્યારા - ધર્મના નામ ઉપર. તે તેમની સંસ્કૃતિ છે. અને ગર્ભપાત. કારણકે તેવી કોઈ સંસ્કૃતિ નથી, તેથી પરિણામ છે ગર્ભપાત અને મારવું અને બોમ્બ ફેકવા, આખા વાતાવરણને તિરસ્કાર-યોગ્ય બનાવું. તે તમારી સંસ્કૃતિ છે. પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક વચ્ચે લડાઈ, અને બોમ્બ ફેકવું... - લોકો ભયભીત છે. તેઓ રસ્તા ઉપર જઈ નથી શકતા. તે તમારી સંસ્કૃતિ છે. અને ભિક્ષા માગવું ખરાબ છે. આખી જનતાને અને લોકોને ભયભીત અવસ્થામાં રાખવું, તે ખૂબ સરસ છે, અને જો કોઈ નમ્ર અવસ્થામાં ભિક્ષા માગે છે, તે ખરાબ છે. તે તમારી સંસ્કૃતિ છે. વૈદિક વિધાન બ્રહ્મચારીને ભિક્ષા આપવા માટે પરવાનગી આપે છે માત્ર વિનમ્રતા શીખવા માટે, ભિખારી બનવા માટે નહીં. મોટા મોટા પરિવારોમાંથી આવવા છતાં, તેઓ તેનો અભ્યાસ કરે છે. તે ભિક્ષા નથી. આ શીખવવા માટે છે કેવી રીતે વિનમ્ર અને વિનયી બનવો. અને ખ્રિસ્ત કહે છે ,"નમ્ર અને વિનયી લોકો માટે, ભગવાન ઉપલબ્ધ છે." તે ભીખ માગવું નથી. તમને ખબર નથી કે આ સંસ્કૃતિ શું છે. તમારી પાસે તમારી પોતાની સંસ્કૃતિ છે, અસુરોની સંસ્કૃતિ, પોતાના બાળકને પણ મારી દેવું. કેવી રીતે તમે સમજશો આ સંસ્કૃતિને? શું હું સાચો છું કે ખોટો છું?

સતસ્વરૂપ: તમે સાચા છો.

પ્રભુપાદ: હા, તેને પત્રમાં વર્ણિત કરો. તમારા પાસે ચોથા-દર્જાની અને દસમાં-દર્જાની સંસ્કૃતિ છે. તમે આ નમ્ર અને વિનયી બનવાની સંસ્કૃતિને કેવી રીતે સમજશો?

સતસ્વરૂપ: જે જીલ્લા એટોર્ની આપણને જેલમાં બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, આદિ કેશવ, તે તેની યોજના અહી બતાવી રહ્યો છે, કારણ કે કેટલા બધા વકીલો કહે છે કે આપણને આપણા ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. આ ધર્મની સ્વતંત્રતા છે. તે કહે છે...

પ્રભુપાદ: તે પ્રમાણિક ધર્મ છે.

સતસ્વરૂપ: તેણે કહ્યું, "પણ તે ધર્મનો પ્રશ્ન નથી", તેણે કહ્યું, "આપણે શું છે..." તેણે કહ્યું, "મનના નિયંત્રણને ધર્મ સાથે કઈ પણ લેવાદેવા નથી. તે વ્યક્તિગત સ્વેચ્છાનો પ્રશ્ન છે. મને નથી લાગતો કે કોઈ વ્યક્તિ જે સાચા મનના ભાવમાં છે, તે કોઈને પોતાના મનને નિયંત્રણ કરવા પરવાનગી આપી શકે છે. તેને બસ તમે સમ્મોહન તરીકે જુઓ."

પ્રભુપાદ: મનનું નિયંત્રણ જ બધું છે.

સતસ્વરૂપ: કઈ પણ.

પ્રભુપાદ: તમે પણ પ્રયત્ન કરો છો. હવે તે પણ મનનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે છે, આપણા માણસોનું બળથી અપહરણ કરીને. તે બીજુ મનનું નિયંત્રણ છે. તેમણે પોતાનું મન આપણને આપી દીધો છે, હવે તમે તેમના મનને બળપૂર્વક નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરો છો, અપહરણ કરીને. શું તે મનનું નિયંત્રણ નથી? અહી તેનું મન કૃષ્ણ ભાવનામૃતમાં છે, અને બળથી તમે તેના મનને વિચલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શું તે મનનું નિયંત્રણ નથી? "અને તમારા દ્વારા મનનું નિયંત્રણ સારું છે. મારૂ મનનું નિયંત્રણ ખરાબ છે." તે તમારો સિદ્ધાંત છે. તો કોઈપણ, કોઈપણ ધૂર્ત કહેશે, "મારા કાર્યો સારા છે, અને તમારા કાર્યો ખરાબ છે."