GU/Prabhupada 0220 - દરેક જીવ ભગવાનનો અંશ છે

Revision as of 22:09, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Lecture -- Paris, July 20, 1972

એક વિદ્વાન વ્યક્તિ જે વાસ્તવમાં આધ્યાત્મિક સ્તર ઉપર છે, તે જાણે છે કે "અહી એક કુતરો છે અને અહી એક વિદ્વાન બ્રાહ્મણ છે. તેમના કર્મોથી તેમને વિવિધ પ્રકારના શરીર પ્રાપ્ત થયા છે, પણ બ્રાહ્મણ અને કુતરાની અંદર આત્મા તો એક જ છે." તો ભૌતિક સ્તર ઉપર આપણે તફાવત કરીએ છીએ, "હું ભારતીય છું, તમે ફ્રાંસના વ્યક્તિ છો, તે અંગ્રેજી છે, તે અમેરિકન છે, તે કુતરો છે, તે બિલાડી છે." આ ભૌતિક સ્તર ઉપરનો દ્રષ્ટિકોણ છે. આધ્યાત્મિક સ્તર ઉપર આપણે જોઈ શકીએ છે કે દરેક જીવ ભગવાનનો અંશ છે, જેમ કે ભગવદગીતામાં તેની પુષ્ટિ થઇ છે, મામ એવાંશો જીવ-ભૂત (ભ.ગી. ૧૫.૭). દરેક જીવ. કોઈ ફરક નથી પડતો તે કોણ છે. ૮૪,૦૦,૦૦૦ પ્રકારની યોની અથવા રૂપ છે, પણ બધા જ, તે માત્ર વિવિધ પ્રકારના વસ્ત્રોથી ઢંકાયેલા છે. જેમ કે તમે ફ્રાંસના છો, તમે અલગ રીતે વસ્ત્રથી ઢંકાયેલા હશો, અને અંગ્રેજી વ્યક્તિ અલગ પ્રકારના વસ્ત્રથી ઢંકાયેલો છે, અને ભારતીય બીજા પ્રકારથી ઢંકાયેલો હશે. પણ વસ્ત્ર બહુ મહત્વપૂર્ણ નથી. પણ જે માણસ વસ્ત્રની અંદર છે, તે મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે, આ શરીર બહુ મહત્વપૂર્ણ વસ્તુ નથી. અન્ત્વંત ઇમે દેહા નિત્યસ્યોક્તા: શરીરીણા: (ભ.ગી. ૨.૧૮), આ શરીર નશ્વર છે. પણ આ શરીરની અંદરની આત્મા, તે નશ્વર નથી. તેથી આ મનુષ્ય જીવન આ અવ્યય વસ્તુના જ્ઞાનને વિકસિત કરવા માટે છે.

દુર્ભાગ્યવશ, આપણું વિજ્ઞાન, સિદ્ધાંત, નિશાળ, કોલેજ અને વિશ્વ-વિધ્યાલયમાં, તેઓ માત્ર અને માત્ર નશ્વર વસ્તુઓ સાથે સંબંધિત છે, અવિનાશી સાથે નહીં. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવિનાશી વસ્તુને ધ્યાનમાં રાખવા માટે છે. તો આ આંદોલન છે આત્મા માટે, એક રાજનૈતિક, સામાજિક કે ધાર્મિક આંદોલન નથી. તેઓ નશ્વર શરીર સાથે સંબંધિત છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવિનાશી આત્મા સાથે સંબંધિત છે. તેથી આપણું સંકીર્તન આંદોલન, ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ, તમારૂ હ્રદય ધીમે ધીમે શુદ્ધ થશે જેનાથી તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવી શકશો. જેમ કે અહી આ આંદોલનમાં આપણી પાસે દુનિયાના બધા દેશો અને ધર્મોથી વિદ્યાર્થીઓ છે. પણ હવે તે કોઈ વિશેષ ધર્મ કે દેશ કે જાતી કે રંગ વિશે વિચારતા નથી. ના. બધાજ કૃષ્ણના અંશ રૂપે વિચાર કરે છે. જ્યારે આપણે તે સ્તર ઉપર આવીશું અને જ્યારે આપણે પોતાને તે સ્થાનમાં ક્રિયાશીલ બનાવીશું, ત્યારે આપણે મુક્ત થઈશું.

તો આ આંદોલન ખૂબજ મહત્વપૂર્ણ આંદોલન છે. અવશ્ય, તમને થોડીક મિનિટોમાં બધી જ જાણકારી આપવી શક્ય નથી, પણ જો તમે ઈચ્છુક છો, તમે કૃપા કરીને અમારો સંપર્ક કરો, પત્ર દ્વારા, કે અમારા સાહિત્યને વાંચીને, અથવા વ્યક્તિગત સંપર્ક દ્વારા. કોઈ પણ રીતે, તમારું જીવન શ્રેષ્ઠ હશે. અમને કોઈ પણ ભેદભાવ નથી કે "આ ભારત છે," "આ ઇંગ્લેન્ડ છે," "આ ફ્રાંસ છે," "આ આફ્રિકા છે." અમે દરેક જીવ, માત્ર મનુષ્ય જ નહીં, પશુ પણ, પક્ષીઓ, પશુઓ, વૃક્ષો, જળચરો, જીવજંતુઓ અને પેટે ચાલવાવાળા - બધા ભગવાનના અંશ છે.