GU/Prabhupada 0739 - આપણે ચૈતન્ય મહાપ્રભુ માટે એક બહુ જ સુંદર મંદિરનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીશું

Revision as of 23:35, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Adi-lila 1.6 -- Mayapur, March 30, 1975

તો ચૈતન્ય ચરિતામૃતના લેખક, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી, શ્રી ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવના કારણનું વર્ણન કરે છે. કારણ કે કૃષ્ણને જાણવું હતું, "રાધારાણીમાં શું છે?" તેઓ મદનમોહન છે. કૃષ્ણનું બીજું નામ છે... તેઓ આકર્ષક છે. કૃષ્ણ દરેક વ્યક્તિ માટે આકર્ષક છે; તેઓ કામદેવ, મદન, ને પણ આકર્ષે છે. મદન ભૌતિક જગતમાં આકર્ષક છે, અને તેઓ મદનમોહન છે. અને રાધારાણી મદનમોહન-મોહિની છે, મતલબ તેઓ મદનમોહનને પણ આકર્ષે છે. તેથી કૃષ્ણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, "રાધારાણીમાં એવું શું છે કે તેઓ આકર્ષે છે? હું આખા બ્રહ્માણ્ડને આકર્ષિત કરું છું, અને તે મને આકર્ષિત કરે છે."

તો આ ભાવ સાથે, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તદ ભાવાધ્યય: લોભાત (ચૈ.ચ. આદિ ૧.૬). આ બધા દિવ્ય પ્રેમમય કાર્યકલાપો છે. લોભાત: સમજવાનો લોભ છે. તદ ભાવાધ્યય: સમજની: "તેઓ માતા શચીના ગર્ભમાં અવતરિત થયા." સમજની શચી ગર્ભ સિંધૌ હરિન્દુ: (ચૈ.ચ. આદિ ૧.૬). હરિ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ચંદ્ર જેવા છે. તો આપણે આ મંદિર સ્થાપિત કર્યું છે, માયાપુર ચંદ્રોદય. તો આ ખ્યાલ છે, કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ બિલકુલ ચંદ્ર જેવા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તેઓ આ માયાપુરની ભૂમિ પર અવતરિત થયા; તેથી તેમને અહી "ચંદ્ર" કહેલાં છે. તેથી આપણે ચંદ્ર કહીએ છીએ, માયાપુર ચંદ્ર. હવે, જેમ શ્રી માયાપુર ચંદ્ર ઊગે છે ઊગે છે. ઊગે છે મતલબ તેઓ આખી દુનિયામાં ચંદ્રપ્રકાશ વિતરિત કરવાના છે. આ ખ્યાલ છે, ચંદ્રપ્રકાશ. શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). શ્રેય: કૈરવ. ચૈતન્ય મહાપ્રભુએ વ્યક્તિગત રીતે કહ્યું હતું. શ્રી ચૈતન્ય મહાપ્રભુને તમારા ઓરડામાં બંધ ના રાખો, અને કોઈ ધનનો લાભ ના લો. આની જરૂર નથી. આની જરૂર નથી.

તમારે શ્રી ચૈતન્ય મહાપ્રભુને વધુ ને વધુ ઉદય થવા દેવા પડે જેથી આ સૂર્ય, ચંદ્રપ્રકાશ, આખી દુનિયામાં વિતરિત થઈ શકે. તેની જરૂર છે. તેથી આ મંદિરની સ્થાપના થઈ છે. અવશ્ય, આપણે શ્રી ચૈતન્ય મહાપ્રભુ માટે એક બહુ જ સુંદર મંદિર બાંધવાનો પ્રયાસ કરીશું. આજે સવારે અમે આ વિશે વિચારી રહ્યા હતા. તો આ જગ્યાથી, આ ચંદ્ર, શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ, વિતરિત કરશે. શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). શ્રી ચૈતન્ય મહાપ્રભુનું હરે કૃષ્ણ આંદોલન... પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). આ શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્વયમ બોલવામાં આવ્યું છે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ શ્રેય: કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). વિદ્યા વધુ જીવનમ. આ વાસ્તવિક પ્રકાશ છે. આખી દુનિયામાં લોકો, તેઓ અંધકારમાં છે. ચંદ્રપ્રકાશ તેમને પ્રકાશ આપશે. તેઓ મૂર્ખ છે, મૂઢ. તે ભગવદ ગીતામાં પણ વર્ણિત છે:

ન મામ દુષ્કૃતિનો મૂઢા:
પ્રપદ્યન્તે નરાધમા:
માયયાપહ્રત જ્ઞાના
આસુરી ભાવમ આશ્રિત:
(ભ.ગી. ૭.૧૫)

આ મૂર્ખ વ્યક્તિઓ વર્તમાન સમયે... તે બહુ, બહુ જ દુખદ છે કે તેઓ પાસ કરી રહ્યા છે એક ખૂબ જ વિદ્વાન, એક તત્વજ્ઞાની, રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી તરીકે. પણ ભગવદ ગીતામાં કૃષ્ણના વિધાન અનુસાર, તેઓ મૂર્ખાઓ અને ધૂર્તો છે. શા માટે? ન મામ દુષ્કૃતિનો મૂઢા:.... તેઓ કૃષ્ણને શરણાગત નથી થતાં. કૃષ્ણ આવ્યા હતા, અવતરિત થયા હતા, આ બ્રહ્માણ્ડના આ ગ્રહ પર પ્રચાર કરવા કે "તું શરણાગત થા." સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી. ૧૮.૬૬). પણ તેમણે કર્યું નહીં. તેથી શ્રી ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણના એક ભક્ત તરીકે... તેઓ કૃષ્ણ જ છે.

નમો મહા વદાન્યાય
કૃષ્ણ પ્રેમ પ્રદાય તે
કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય
નામ્ને...
(ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩)

તેઓ સ્વયમ કૃષ્ણ છે. કૃષ્ણ એટલા દયાળુ છે. સૌ પ્રથમ તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે અવતરિત થયા અને તેમણે ભગવાનની આજ્ઞાની જેમ માંગ કરી, "તું શરણાગત થા." પણ લોકોએ તે કર્યું નહીં. તેથી કૃષ્ણ ફરીથી એક ભક્તના રૂપે આવ્યા, કૃષ્ણ ચૈતન્ય નામ્ને, અને હવે તેઓ માત્ર કૃષ્ણ જ નહીં, કૃષ્ણપ્રેમ, મફતમાં, આપવા તૈયાર છે. તેને ગ્રહણ કરો અને આખી દુનિયામાં વિતરણ કરો. તેની જરૂર છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ. (અંત)