GU/Prabhupada 0742 - પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અચિંત્ય શક્તિ

Revision as of 23:36, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Adi-lila 1.10 -- Mayapur, April 3, 1975

હવે, ઘણા બધા પ્રશ્નો છે: "કેવી રીતે આ મહાસાગરોની રચના થઈ?" વૈજ્ઞાનિકો કહે છે કે તે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ છે. તો ક્યાંથી આ વાયુ આવ્યા? જવાબ અહી છે. અવશ્ય, વાયુમાથી, પાણી બહાર આવે છે. જો તમે એક ઉકળતા ઘડાને ઢાંકી દો, વાયુ, વરાળ આવે છે, અને તમે પાણીના ટીપાં જોશો. તો વાયુમાથી, પાણી આવે છે, અને પાણીમાથી, વાયુ આવે છે. આ પ્રકૃતિની રીત છે. પણ મૂળ પાણી આવે છે આ ગર્ભોદકશાયી વિષ્ણુના પરસેવામાથી. જેમ કે તમને પરસેવો થાય છે. તમે ઉત્પન્ન કરી શકો, કહો, એક ગ્રામ, અથવા કહો કે એક ઔંસ પાણી તમારી શારીરિક ઉર્જા દ્વારા. તે આપણને વ્યાવહારિક અનુભવ છે. તો જો તમે તમારા શરીરમાથી એક ઔંસ પાણી ઉત્પન્ન કરી શકો, ભગવાન તેમના શરીરમાથી શા માટે લાખો ટન પાણીના ઉત્પન્ન ના કરી શકે? સમજવામાં મુશ્કેલી ક્યાં છે? તમે એક સૂક્ષ્મ જીવ છો, અને તમને એક નાનું શરીર છે. તમે તમારા પરસેવાથી એક ઔંસ પાણી ઉત્પન્ન કરી શકો છો. શા માટે ભગવાન, કે જેમને વિશાળકાય શરીર છે, તે પાણી ઉત્પન્ન ના કરી શકે, ગર્ભોદકશાયી, ગર્ભોદક પાણી? ન માનવાનું કોઈ કારણ નથી.

આને અચિંત્ય શક્તિ કહેવાય છે. જ્યાં સુધી આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અચિંત્ય શક્તિનો સ્વીકાર ના કરીએ, ભગવાનનો કોઈ અર્થ નથી. જો તમે વિચારો "એક વ્યક્તિ" મતલબ મારી તને તમારી જેવા... હ, મારી અને તમારી જેમ, ભગવાન પણ વ્યક્તિ છે. તે વેદોમાં સ્વીકૃત છે: નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). ઘણા ચેતન છે, જીવો, અને તેઓ શાશ્વત છે. ઘણા છે, બહુવચન. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. પણ બીજા નિત્ય છે, નિત્યો નિત્યાનામ, બે. એક છે એકવચન, અને એક છે બહુવચન. શું ફરક છે? ફરક છે એકો યો બહુનામ વિદધાતી કામાન. તે એકવચન એટલા શક્તિશાળી છે કે તેઓ બધા જ બહુવચનની જરૂરિયાતો પૂરી પાડે છે. બહુવચન, અથવા જીવો, અનંતાય કલ્પતે, તેઓ... તમે ગણતરી ના કરી શકો કે કેટલા જીવો છે. પણ તે બધાનું પાલન એકવચન દ્વારા થાય છે. તે ફરક છે. ભગવાન વ્યક્તિ છે; તમે પણ વ્યક્તિ છો; હું પણ વ્યક્તિ છું. આપણું અસ્તિત્વ શાશ્વત છે, જેમ ભગવદ ગીતામાં કહ્યું છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે "તું, હું, આ સૈનિકો અને રાજાઓ જે અહી એકત્રિત થયા છે, એવું નથી કે તેઓ ભૂતકાળમાં હતા નહીં. તેઓ વર્તમાનમાં અસ્તિત્વમાં છે, અને તેઓ ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં રહેશે." તેને કહેવાય છે નિત્યાનામ ચેતનાનામ.