GU/670102d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:35, 21 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ શ્રવણની પ્રક્રિયા ખૂબ સરસ છે. ભગવાન ચૈતન્ય દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે. ફક્ત શ્રવણ દ્વારા. આપણે વેદાંત તત્વજ્ઞાનમાં ખૂબ ઉચ્ચ શિક્ષિત અથવા ખૂબ સારા વિદ્વાન હોવાની જરૂર નથી. તમે જે પણ હોવ, તમે તમારી જગ્યાએ જ રહો; તેનો ફરક નથી પડતો. ફક્ત સાંભળવાનો પ્રયત્ન કરો, અને સાંભળીને બધું જ... સ્વયમ એવ સ્ફુરતી અદ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). કારણ કે પ્રક્રિયા એ છે કે જ્યા સુધી ભગવાન પોતે પ્રગટ ન કરે ત્યાં સુધી આપણે ભગવાનને સમજી શકતા નથી અથવા જોઈ શકતા નથી. તો આ પ્રાગટ્ય ત્યારે થશે જ્યારે આપણે શરણાગતિ-પૂર્વક સાંભળીશું. આપણે કદાચ સમજી ન શકીએ, પરંતુ ફક્ત સાંભળીને જ, આપણે જીવનનું તે મંચ પ્રાપ્ત કરી શકીએ છીએ."
670102 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક‎