GU/670111c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 16:57, 24 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ ગીતામાં તે કહ્યું છે કે,
સર્વ-યોનીષુ કૌંતેય
સંભવંતી મૂર્તય: યા:
તાસાં મહદ યોનીર બ્રહ્મ
અહમ બીજ-પ્રદઃ પિતા

(ભ.ગી ૧૪.૪) લોકો ભગવદ્દ ગીતાને ભારતીય અથવા હિન્દુ તરીકે સ્વીકારે છે, પરંતુ ખરેખર એવું નથી. તે સાર્વત્રિક છે. કૃષ્ણ કહે છે કે જીવોની ઘણી બધી યોનીઓ છે. ૮૪,૦૦,૦૦૦ પ્રકારના અલગ અલગ શરીરો છે. "અને તે બધા મારી સંતાન છે." તો જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તો પછી તમે ગોરા માણસને પ્રેમ કરો છો, તમે અમેરિકનને પ્રેમ કરો છો,તમે યુરોપિયનને પ્રેમ કરો છો, તમે ભારતીયને પ્રેમ કરો છો, તમે ગાયને પ્રેમ કરો છો, તમે કૂતરાને પ્રેમ કરો છો, તમે સર્પને - બધાને પ્રેમ કરો છો."

670111 - ભાષણ ભ.ગી ૧૦.૦૮ - ન્યુ યોર્ક‎