GU/681004 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:42, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ-ભક્તિ-રસ-ભાવિતા મતીઃ. મતીઃ એટલે કે બુદ્ધિ અથવા મનની સ્થિતિ, કે 'હું કૃષ્ણની સેવા કરીશ'. 'જો તમે મનની આ પરિસ્થિતિને ક્યાંય પણ ખરીદી શકો, તો કૃપા કરીને તરત જ ખરીદો.' પછીનો પ્રશ્ન હશે, 'ઠીક છે, હું ખરીદીશ. કિંમત શું છે? શું તમે જાણો છો?' 'હા, મને ખબર છે કે કિંમત શું છે'. 'કિંમત શું છે?' લૌલ્યમ, 'ફક્ત તમારી તીવ્ર ઈચ્છા, બસ'. લૌલ્યમ એકમ મૂલ્યમ. 'આહ, તે તો મારી પાસે હોઈ શકે છે.' ના. ન જન્મ કોટિભીસ સુકૃતિભિર લભ્યતે (ચૈ.ચ.મધ્ય ૮.૭૦). આ આતુરતા, કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો, તે ઘણા ઘણા જન્મો બાદ પણ પ્રાપ્ત નથી થઇ શકતી. તો જો તમને જરા પણ તે ચિંતા છે કે, 'કેવી રીતે હું કૃષ્ણની સેવા કરી શકું?' તમારે જાણવું જોઈએ કે તમે સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. એક ચપટી માત્ર, લૌલ્ય, આ ચિંતા કે, 'કેવી રીતે હું કૃષ્ણની સેવા કરી શકું?' તે ખૂબ જ સરસ છે. પછી કૃષ્ણ તમને બુદ્ધિ આપશે."
681004 - ભાષણ - સિયેટલ