GU/690323 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:15, 26 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અમે અમારા વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ અભ્યાસ કરવો કે કેવી રીતે તેમનું ભગવાનની સેવા કરવાનું જૂનું, શાશ્વત બંધારણીય પદ પુનર્જીવિત કરવું. આ આપણો અભ્યાસ છે. જેમ કે અહી તમે જોઈ શકો છો કે છોકરાઓ ભગવાનની બેસવાની જગ્યા કેટલી સરસ રીતે શણગારી રહ્યા છે, ફૂલો અને દીવાઓ સાથે. તે બહુ ખર્ચાળ નથી, પણ તે એટલું સુંદર છે કે તે તરત જ આકર્ષે છે. તો દરેક વ્યક્તિ ઘરે અભ્યાસ કરી શકે છે. શું તે બહુ મુશ્કેલ કાર્ય છે, થોડા ફૂલ અને પાંદડા એકઠા કરવા અને શણગાર કરવો અને ભગવાનનું કોઈ ચિત્ર અથવા મુર્તિ રાખવી, તેમને થોડા ફળો, ફૂલો અર્પણ કરવા? દરેક વ્યક્તિ આ કરી શકે છે. અને આ કરવાથી, તે જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે: વધુ આ ભૌતિક જગતમાં આવવું નહીં અને આ બકવાસ વસ્તુઓથી પીડાવું નહીં. આ આપણો અભ્યાસ છે."
690323 - ભાષણ - હવાઈ