GU/690521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:40, 28 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈદિક સાહિત્ય સૂચવે છે કે લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ (શ્રી.ભા. ૧૧.૯.૨૯). ઇદમનો અર્થ છે 'આ'. 'આ' નો અર્થ આ શરીર, આ અવસર, મનુષ્ય જીવન, વિકસિત ચેતના, સંપૂર્ણ સુવિધા. પ્રાણીઓ, તેમની પાસે કોઈ સુવિધા નથી. તેઓ જંગલોમાં રહે છે. પણ આપણે આ જંગલો, આ વનોનો ઉપયોગ ઘણી આરામદાયક પરિસ્થિતિ માટે કરી શકીએ છીએ. તો આપણને વિકસિત ચેતના, બુદ્ધિ મળી છે. આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેને અર્થદમ કહેવામાં આવે છે. અર્થ. અર્થના બે મતલબ છે. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિ કેવી રીતે વધારવી, અર્થશાસ્ત્ર. તેને અર્થ કહે છે. તો અર્થદમ. આ મનુષ્ય જીવન તમને અર્થ આપી શકે છે. અર્થનો અર્થ કંઈક નોંધપાત્ર છે."
690521 - ભાષણ દીક્ષા - ન્યુ વૃંદાવન, યુએસએ