GU/700614 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:26, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે દરેક વ્યક્તિને તક આપીએ છીએ: કોઈ વાંધો નથી તમે ત્રીજી શ્રેણીના છો, ચોથી શ્રેણીના છો, પાંચમી શ્રેણીના છો, દસમી શ્રેણીના છો. તમે જે પણ છો, આવો તમે પ્રથમ-વર્ગના બની જાઓ. આપણે બધાને આમંત્રિત કરીએ છીએ. આપણે કોઈ ભેદભાવ નથી. કૃષ્ણ માટે કોઈ ભેદભાવ નથી. તે કૃષ્ણ કહે છે:
મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
યે અપી સ્યુ: પાપ-યોનયઃ
(ભ.ગી. ૯.૩૨)

'મારા પ્રિય અર્જુન, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને ગ્રહણ કરે છે, કોઈ વાંધો નથી તે અધમ પરિવારમાંથી છે, 'સ્ત્રિયો વૈશ્યાસ તથાશૂદ્રસ', અથવા માનવ સમાજમાં, શૂદ્ર અથવા સ્ત્રી જેવા ઓછા બુદ્ધિવાળા માનવના વર્ગવાળા. કોઈ ફરક નથી પડતો. તે કોઈ પણ હોઈ શકે છે, જો તે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરે છે, 'તે અપી યાન્તિ પરામ ગતિમ, ;તે પણ ઉન્નતિના તે સ્તર પર પહોંચે છે જ્યાથી તે ભગવદ્-ધામ જઈ શકે છે'. તો આપણા માટે કોઈ પ્રતિબંધ નથી. આપણે એવું નથી કેહતા કે, 'તમે ન આવો'. આપણે બધાને આમંત્રણ આપીએ છીએ, 'પ્રસાદ લો, હરે કૃષ્ણનો જપ કરો.' તે આપણો કાર્યક્રમ છે."

700614 - ભાષણ શ્રીલ બલદેવ વિદ્યાભૂષણ આવિર્ભાવ - લોસ એંજલિસ