GU/701224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:11, 26 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ છે કૃષ્ણને સમજવા, કૃષ્ણ સાથેના સંબંધમાં પોતાનું સ્થાન સમજવું અને તે પ્રમાણે કાર્ય કરવું અને પછી જીવનની સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરવી. તે પ્રયોજન છે. સંસ્કૃતમાં તેને સંબંધ, અભિધેય અને પ્રયોજન કહેવામાં આવે છે. આપણે સૌ પ્રથમ જાણવું પડે કે કૃષ્ણ, ભગવાન સાથે આપણો સંબંધ શું છે; પછી અભિધેય — પછી તે સંબંધ મુજબ આપણે કાર્ય કરવું પડે. અને જો આપણે યોગ્ય રીતે કાર્ય કરીએ, તો જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જીવનનું તે અંતિમ લક્ષ્ય શું છે? જીવનનું અંતિમ લક્ષ્ય છે ભગવદ્ ધામ પાછા જવું."
701224 - ભાષણ એમપીવી કોલેજ પર- સુરત‎