GU/710130c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 14:15, 17 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બધા યોગીઓમાં, જે વ્યક્તિ સતત પોતાના અંતઃકરણમાં કૃષ્ણ વિષે વિચારવામાં મગ્ન છે, ધ્યાનાવસ્થિતા-યોગિનો..., પશ્યન્તિ યમ યોગિનો (શ્રી.ભા. ૧૨.૧૩.૧). ધ્યાનાનો અર્થ છે મનને વિષ્ણુ અથવા કૃષ્ણ પર કેન્દ્રિત કરવું. તે વાસ્તવિક જીવન છે. તેથી શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગીઓ કે જે ધ્યાનમાં મગ્ન છે, તેઓ કૃષ્ણ અથવા વિષ્ણુને શોધવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ અને વિષ્ણુ એક જ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ કૃષ્ણ વિશે આપણી સુષુપ્ત ચેતનાને જીવંત કરવા માટેનું એક વ્યવહારિક આંદોલન છે. કૃષ્ણથી કોઈ જુદાઈ નથી, જેમ કે પિતા અને પુત્રને અલગ કરી શકાતા નથી. પરંતુ ક્યારેક પુત્ર તેના પિતાને ભૂલી જાય છે. તે આપણી વર્તમાન સ્થિતિ છે."
710130 - શ્રીમાન મિત્રાના ઘરે ભાષણ - અલાહાબાદ‎