GU/710903 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 10:59, 21 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ભક્તિવિનોદ ઠાકુર, નિયમિતપણે તેઓ તેમના કાર્યાલયથી આવતા, અને તેમનું સાંજનું ભોજન લીધા પછી તેઓ તરત જ ઊંઘવા જતાં રહેતા, અને બાર વાગ્યે ઉઠતાં, અને તેઓ પુસ્તકો લખતા. તેમણે લખી છે..., તેમણે તેમની પાછળ આશરે એકસો પુસ્તકો છોડી છે. અને તેમણે ભગવાન ચૈતન્યનું જન્મસ્થળ શોધી કાઢ્યું, અને તેમના જન્મ સ્થળ, માયાપુર, ને કેવી રીતે વિકસિત કરવું તેની વ્યવસ્થા કરી. તેમને ઘણા કાર્યો હતા. તેઓ ભગવાન ચૈતન્યના તત્વજ્ઞાનનો પ્રચાર કરવા જતાં. તેઓ વિદેશમાં પુસ્તકો વેચવા જતાં. ૧૮૯૬માં તેમણે મોંટરિયલમાં મેકગિલ યુનિવર્સિટીને ભગવાન ચૈતન્યનું જીવન અને ઉપદેશોનું વિતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ વ્યસ્ત હતા, આચાર્ય. વ્યક્તિએ વસ્તુઓની ગોઠવણ કરવી પડે. એવું નહીં કે 'કારણકે હું ગૃહસ્થ છું, હું એક પ્રચારક ના બની શકું'."
710903 - ભાષણ ભક્તિવિનોદ ઠાકુર આવિર્ભાવ દિવસ ઉત્સવ - લંડન