GU/730412 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:41, 22 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો શરૂઆતમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, માયા દ્વારા ઘણી બધી પરેશાનીઓ હશે. માયા તમારી કસોટી કરશે કે તમે કેટલી હદ સુધી દ્રઢ છો. તે તમારી કસોટી કરશે. તે પણ કૃષ્ણની પ્રતિનિધિ છે. તે કોઈને એવા કોઈને પણ અનુમતિ નહીં આપે જે કૃષ્ણને પરેશાન કરવા માટે છે. તેથી તે બહુ જ મક્કમપણે કસોટી કરે છે કે શું તમે..., તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે કૃષ્ણને પરેશાન કરવા માટે કે તમે વાસ્તવમાં ગંભીર છો. તે માયાનું કાર્ય છે. તો શરૂઆતમાં માયા દ્વારા કસોટી હશે, અને તમે કૃષ્ણ ભાવનામૃતના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઘણી બધી પરેશાનીઓ અનુભવશો. પણ જો તમે દ્રઢ રહેશો... દ્રઢ મતલબ જો તમે નીતિ અને નિયમોનું પાલન કરશો અને સોળ માળા કરશો, તો તમે દ્રઢ રહેશો. અને જો તમે પરવાહ નહીં કરો, તો માયા તમને પકડી લેશે, તરત જ. માયા હમેશા તૈયાર જ છે. આપણે મહાસાગરમાં છીએ. કોઈ પણ ક્ષણે, આપણે વિચલિત થઈશું. તેથી, જે વ્યક્તિ જરા પણ વિચલિત નથી થતો, તેને પરમહંસ કહેવામા આવે છે."
730412 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૨૦ - ન્યુ યોર્ક