GU/730813 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:53, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સાચું સમાધાન છે: કૃષ્ણ ભાવનામૃત. તેથી વેદાંત સૂત્ર કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા: 'હવે તમે બીજી કોઈ વસ્તુઓ માટે પૃચ્છા ના કરો'. શા માટે તમારે કરવી જોઈએ? જે બધી બીજી વસ્તુઓ માટે તમે પૂછી રહ્યા છો, તે પહેલેથી જ પૂરી પાડવામાં આવેલી છે. તે પૂરી પાડવામાં આવશે. શા માટે તમે ચિંતા કરો છો? તમે ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં તમારા જીવનના મૂલ્ય વિશે સમજવાનો પ્રયત્ન કરો. તે એક માત્ર તમારું કાર્ય છે. તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદ: કોવિદ: 'જે લોકો બુદ્ધિશાળી છે', તસ્યૈવ હેતો:, 'તે વસ્તુ માટે', પ્રયતેત, 'પ્રયાસ'. તો તે વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરો. તે વસ્તુ માટે... ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધ: (શ્રી.ભા. ૧.૫.૧૮). જેમ કે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં પણ તમે જાઓ, ભૌતિક જગત, ક્યાં તો તમે લંડન જાઓ કે પેરિસ જાઓ અથવા કલકત્તા કે મુંબઈ, ક્યાય પણ તમે જાઓ, કાર્ય શું છે? દરેક વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે: વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ. દિવસ અને રાત મોટરગાડી આ રીતે જઈ રહી હોય છે, આ બાજુએ, તે બાજુએ, આ બાજુએ, તે બાજુએ. કાલે રાત્રે હું શ્રુતકીર્તિ સાથે વાત કરી રહ્યો હતો. જ્યાં પણ અમે જઈએ છીએ, અમે આ બકવાસ વસ્તુ જોઈએ છીએ, વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ-વ્હૂશ. કોઈ પણ શહેરમાં તમે જાઓ, તે જ રસ્તો, તે જ મોટરગાડી, તેજ વ્હૂશ-વ્હૂશ, તે જ પેટ્રોલ, બસ તેટલું જ." (હાસ્ય).
730813 - ભાષણ ભ.ગી. ૧૩.૫- પેરિસ