GU/731026b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:19, 25 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કામમ વવર્ષ પર્જન્ય:. તો જો નિયમિત વરસાદ પડે, તો જીવનની બધી જ ચીજવસ્તુઓ મળે છે. અને ગાયો એટલી ખુશ હતી કે દૂધની થેલી એટલી ભરેલી હતી કે ચરાઈ જમીન દૂધથી કાદવ ભરેલી થઈ ગઈ હતી. તેઓ આટલું દૂધ પૂરું પાડતા હતા. તો તમને કેવી રીતે વધુ દૂધ અને વધુ અનાજ મળી શકે તેની વ્યવસ્થા કરવી જોઈએ. પછી આખી આર્થિક સમસ્યા હલ થશે. પરંતુ વધુ દૂધ મેળવવાને બદલે તેઓ ગાયોની, નિર્દોષ પશુઓની, કતલ કરી રહ્યા છે. તો લોકો રાક્ષસ, ધૂર્ત, બની ગયા છે, તેથી તેમણે દુ:ખ સહન કરવું જ પડે. બીજો કોઈ રસ્તો નથી."
731026 - પ્રસ્થાન - મુંબઈ‎