GU/Prabhupada 0116 - તમારા મૂલ્યવાન જીવનને વ્યર્થ ના કરો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0116 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA]]
[[Category:GU-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0115 - મારુ એક માત્ર કાર્ય છે કૃષ્ણના સંદેશને પહોંચાડવો|0115|GU/Prabhupada 0117 - મફત હોટેલ અને મફત ઊંઘવાની વ્યવસ્થા|0117}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|lKXrLj-ABlg|તમારા મૂલ્યવાન જીવનને વ્યર્થ ના કરો<br /> - Prabhupāda 0116}}
{{youtube_right|przAVsXaYPo|તમારા મૂલ્યવાન જીવનને વ્યર્થ ના કરો<br /> - Prabhupāda 0116}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 21:51, 6 October 2018



Lecture with Allen Ginsberg at Ohio State University -- Columbus, May 12, 1969

આત્મા છે, અને આ શરીર તે આત્માના પાયા ઉપરથી વિકસિત થયું છે, અને તે આત્મા એક શરીરથી બીજા શરીરમાં પ્રવાસ કરે છે. તેને કેહવાય છે ઉત્ક્રાંતિ. અને તે ઉત્ક્રાંતિની ક્રિયા ચાલી રહી છે, ૮૪ લાખ પ્રકારની જીવનની યોનીઓ છે, જળચર, પક્ષીઓ, પશુઓ, વનસ્પતિઓ અને બીજી કેટલી બધી જીવનની પ્રજાતિઓ. અને હવે આપણી પાસે આ વિકસિત ચેતના છે, આ મનુષ્ય જીવન. આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. આ આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે લોકોને માત્ર એટલી શિક્ષા આપી રહ્યા છીએ, "તમારા આ મૂલ્યવાન માનવ જીવનને વ્યર્થ ન જવા દો. જો તમે આ તકને વ્યર્થ જવા દો છો, તો તમે આત્મહત્યા કરો છો." તે આપણો પ્રચાર છે. આત્મહત્યા ન કરો. આ કૃષ્ણ ભાવનામૃતને અપનાવો.

અને વિધિ ખૂબજ સરળ છે. તમારે યોગ પદ્ધતિ કે જ્ઞાન કે તર્ક-વિતર્કની પદ્ધતિને અપનાવવાની નથી. તે આ યુગમાં શક્ય નથી. તે છે... હું મારા પોતાના અનુભવથી નથી કેહતો, પણ હું મહાન આચાર્યો અને મોટા અને દ્રઢનિશ્ચયી સંતોના અનુભવોના આધારે કહું છું. તેઓ કહે છે.. કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). જો તમારે આત્મસાક્ષાત્કાર કરવો છે, જો તમારે જાણવું છે કે તમારું આવતું જીવન શું હશે, જો તમારે જાણવું છે કે ભગવાન કોણ છે, ભગવાન સાથે તમારો સંબંધ શું છે, આ બધી વસ્તુઓનું તમને જ્ઞાન થશે - આ વાસ્તવિક જ્ઞાન છે -માત્ર આ મંત્રનો જપ કરીને, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે. તે વ્યવહારિક છે. અમે કઈ પણ ધન માગતા નથી. અમે તમને બડાશ નથી મારતા કે, "હું તમને કોઈ રહસ્યમય મંત્ર આપીશ, અને તમારી પાસેથી પચાસ ડોલર લઇશ." ના. તે દરેક વ્યક્તિ માટે છે. કૃપા કરીને લઇ લો. તે અમારી વિનંતી છે. અમે તમારી સમક્ષ ભીખ માગી રહ્યા છીએ, "કૃપા કરીને તમારું જીવન બગાડો નહીં. કૃપા કરીને આ મંત્ર લો. જ્યાં પણ ઈચ્છો ત્યાં જપ કરો." કોઈ કડક નિયમોનું પાલન કરવાની જરૂર નથી. જ્યારે તમારી ઈચ્છા, જ્યાં પણ ઈચ્છા, જીવનની કોઈ પણ અવસ્થામાં... જેમકે અડધી કલાક પેહલા આપણે કીર્તન કર્યું. કોઈ પણ અવસ્થામાં, તમને પરમાનંદ મળશે. તેવી જ રીતે, તમે આને ચાલુ રાખી શકો છો. આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરો. તે તમને મફતમાં આપેલો છે. પણ જો તમારે આ હરે કૃષ્ણ મંત્ર શું છે તેને તત્વજ્ઞાનના આધારે જાણવું છે, જ્ઞાનથી, તર્કથી, આપણી પાસે કેટલા બધા પુસ્તકો છે. એવું ના વિચારો કે આપણે ભાવુક થઈને નાચીએ છીએ. ના, આપણી પાસે પૂર્વભૂમિકા છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયત્ન કરો. હું વિશેષ કરીને તમારા દેશમાં આવ્યો છું તમને આ સારા સંદેશને આપવા માટે, કારણકે જો તમે આ સંદેશને સ્વીકારશો, જો તમે આ કૃષ્ણ ભાવનામૃતનો વિજ્ઞાનને સમજી શકશો, દુનિયાનો બીજો ભાગ પણ તમારું અનુસરણ કરશે, અને આખી દુનિયાનો ચહેરો બદલાઈ જશે. તે હકીકત છે.