GU/Prabhupada 0205 - મેં ક્યારે ધાર્યું ન હતું કે આ લોકો સ્વીકાર કરશે

Revision as of 22:06, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- May 20, 1975, Melbourne

પ્રભુપાદ: એવું નથી કે તમારે જોવું પડે કે તે કૃષ્ણ ભાવનાભાવિત બની ગયો છે. કૃષ્ણ ભાવનાભાવિત બનવું એટલું સરળ નથી. તે એટલું સરળ નથી. તેને લાગશે, બહુનામ જન્મનામ અંતે (ભ.ગી. ૭.૧૯), કેટલા, કેટલા જન્મો પછી. પણ તમારે તમારૂ કર્તવ્ય કરવું પડે. જાઓ અને પ્રચાર કરો. યારે દેખા તારે કહા 'કૃષ્ણ'-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તમારું કર્તવ્ય પૂરું. અવશ્ય, તમે તેને બદલવાનો પ્રયાસ કરશો. જો તે બદલાશે નહીં, તો તે તમારા કર્તવ્યથી ચલિત થવું નથી. તમારે માત્ર જઈને બોલવાનું છે. જેમ કે હું જ્યારે તમારા દેશમાં આવ્યો હતો, મને કઈ સફળતાની આશા ન હતી કારણકે મને ખબર હતી કે "જેવો હું કહીશ કે, 'અવૈધ યૌન સંબંધ નહીં, માંસાહાર નહીં,' તેઓ તરત જ મારો તિરસ્કાર કરશે." (હાસ્ય) તો મને કઈ પણ આશા ન હતી.

ભક્ત (૧): તેઓ કેટલા આસક્ત છે.

પ્રભુપાદ: હા. પણ એ તમારી દયા છે કે તમે મને સ્વીકાર કર્યો છે. પણ મને ક્યારેય આશા ન હતી. મને ક્યારેય આશા ન હતી કે "આ લોકો સ્વીકાર કરશે." મને ક્યારેય આશા ન હતી.

હરિ-સૌરી: તો આપણે માત્ર કૃષ્ણ ઉપર આધાર રાખીએ તો...

પ્રભુપાદ: હા, તે જ આપણું એક માત્ર કાર્ય છે.

હરિ-સૌરી: અને જો આપણે પરિણામ તરફ જોઈએ તો...

પ્રભુપાદ: અને આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ જે રીતે ગુરુએ નિર્ધારિત કરેલું છે. ગુરુ-કૃષ્ણ-કૃપાય (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ત્યારે બંને બાજુથી, તમને કૃપા મળશે, ગુરુથી અને કૃષ્ણથી. અને તે સફળતા છે.