GU/Prabhupada 0344 - શ્રીમદ ભાગવતમ, ફક્ત ભક્તિ સાથે સંબંધ ધરાવે છે

Revision as of 22:30, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 3.26.11-14 -- Bombay, December 23, 1974

વ્યાસદેવ, બધા વૈદિક સાહિત્ય લખ્યા પછી, તેઓ સંતુષ્ટ હતા નહીં. તેમણે ચાર વેદો લખ્યા હતા, પછી પુરાણ છે - પુરાણ એટલે કે વેદોના પૂરક છે - અને પછી વેદાંત સૂત્ર, વૈદિક જ્ઞાનનો છેલ્લો શબ્દ, વેદાંત સૂત્ર છે. પણ તેઓ સંતુષ્ટ ન હતા. તો નારદ મુનિ, તેમના ગુરુ, તેમણે પૂછ્યું કે: "કેમ તમે આટલા અસંતુષ્ટ છો આટલા બધા ગ્રંથો લખ્યા બાદ, માનવ સમાજને જ્ઞાન આપ્યા બાદ?" તો તેમણે કહ્યું, "સાહેબ, હા, હું જાણું છું કે મેં લખ્યું છે... પણ મને સંતુષ્ટિ નથી મળી રહી. મને ખબર નથી કે તેનું કારણ શું છે." પછી નારદ મુનિએ કહ્યું, "આ અસંતુષ્ટિ તમારા દ્વારા પરમ ભગવાનના કાર્યોનું વર્ણન ન કરવાના કારણે છે. તેથી તમે સંતુષ્ટ નથી. તમે માત્ર બાહ્ય તત્ત્વોની ચર્ચા કરી છે, પણ આંતરિક તત્ત્વોની, તમે ચર્ચા નથી કરી છે. તેથી તમે અસંતુષ્ટ છો. હવે તમે તે કરો." તો વ્યાસદેવના ઉપદેશના અનુસાર... એર, નારદમુનિ, તેમના ગુરુ, વ્યાસદેવ, તેમનું અંતિમ પરિપક્વ યોગદાન છે શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ યદ વૈષ્ણવાનામ પ્રિયમ (શ્રી.ભા. ૧૨.૧૩.૧૮). તેથી વૈષ્ણવો, તેઓ શ્રીમદ ભાગવતમને અમલમ પુરાણમ કહે છે. અમલમ પુરાણમ એટલે કે... અમલમ એટલે કે કોઈ દૂષણ વગરનું. આ બીજા બધા પુરાણો, તેઓ કર્મ, જ્ઞાન અને યોગ વિશે છે. તેથી તે સમલમ છે, ભૌતિક દૂષણ સાથે, અને શ્રીમદ ભાગવતમ, માત્ર ભક્તિ વિશે છે, તેથી તે અમલમ છે. ભક્તિ એટલે કે સીધું ભગવાન સાથેના સંબંધમાં, ભક્ત અને ભગવાન, અને આદાનપ્રદાન ભક્તિ છે. ભગવાન છે, અને ભક્ત છે, જેમ કે સ્વામી અને સેવક. અને સ્વામી અને સેવકના વચ્ચેનો સંબંધ, આદાનપ્રદાન, સેવા છે.

તો સેવા આપણે... તે આપણું સ્વાભાવિક, સ્વાભાવિક લક્ષણ છે. આપણે સેવા આપી રહ્યા છીએ. પણ દૂષિત થવાને કારણે, તે ચેતના, ચિત્ત, આ ભૌતિક તત્ત્વોથી દૂષિત થવાના કારણે, આપણે સેવા બીજી પ્રકારે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ પરિવારની સેવા કરવા માટે ઉત્સુક છે, કોઈ સમુદાયની, કોઈ સમાજની, કોઈ દેશની. કોઈ માનવતાની, વધારે અને વધારે, પણ આ બધી સેવાઓ, તે દૂષિત છે. પણ જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં તમે તમારી સેવા પ્રારંભ કરશો, તે પૂર્ણ સેવા છે. તે પૂર્ણ જીવન છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન માનવ સમાજને સેવા આપવાના પૂર્ણ સ્તર ઉપર ઉન્નત કરવાનો પ્રયાસ કરે છે.

આપનો ખૂબ ખૂબ આભાર.