GU/Prabhupada 0399 - 'શ્રી નામ, ગાય ગૌર મધુ સ્વરે' પર તાત્પર્ય

Revision as of 22:39, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Sri Nama, Gay Gaura Madhur Sware -- Los Angeles, June 20, 1972

ગાય ગૌરચંદ મધુ સ્વરે. આ ભજન ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગવાયેલું છે. તેઓ કહે છે કે ભગવાન ચૈતન્ય, ગૌર, ગૌર મતલબ ભગવાન ચૈતન્ય, ગૌરસુંદર, ગોરો રંગ. ગાય ગૌરચંદ મધુર સ્વરે. મીઠા અવાજમાં, તેઓ મહામંત્ર ગાઈ રહ્યા છે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.

બહુ જ મીઠા ગીતમાં તેઓ ગાઈ રહ્યા છે, અને તેમના પદચિહ્નો પર ચાલીને આ મહામંત્ર ગાવો તે આપણું કર્તવ્ય છે. તો ભક્તિવિનોદ ઠાકુર સલાહ આપે છે, ગૃહે થાકો, વને થાકો, સદા 'હરિ' બોલે ડાકો. ગૃહે થાકો મતલબ ક્યાં તો તમે ઘરે એક ગૃહસ્થની જેમ રહો, અથવા તમે વનમાં એક સન્યાસીની જેમ રહો, તેનો ફરક નથી પડતો, પણ તમારે મહામંત્ર, હરે કૃષ્ણ, જપ કરવો જ પડે. ગૃહે થાકો, વને થાકો, સદા 'હરિ' બોલે ડાકો. હમેશા આ મહામંત્રનો જપ કરો. સુખે દુખે ભૂલો નાકો, "સુખ અથવા દુખમાં આ જપ કરવાનું ભુલશો નહીં." વદને હરિ નામ કોરો રે. જ્યાં સુધી જપનો પ્રશ્ન છે, કોઈ રોકના આવી શકે, કારણકે હું જે પણ સ્થિતિમાં હોઉ, હું આ મહામંત્ર જપ કરી શકું છું, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.

તો ભક્તિવિનોદ ઠાકુર સલાહ આપે છે, "કોઈ વાંધો નહીં, તમે દુખ અથવા સુખમાં છો, પણ આ મહામંત્રનો જપ કર્યા કરો." માયા જાલે બદ્ધ હોયે, આછો મિછે કાજ લોયે. તમે ભ્રામક શક્તિની માયાજાળમાં ફસાયેલા છો. માયા જાલે બદ્ધ હોયે, જે માછીમાર પકડે છે, સમુદ્રમાથી, તેની જાળમાં બધા જ પ્રકારના જીવોને. તેવી જ રીતે આપણે પણ આ ભ્રામક શક્તિની જાળમાં છીએ, અને કારણકે આપણને કોઈ સ્વતંત્રતા નથી, તેથી આપણા બધા કાર્યો બેકાર છે. સ્વતંત્રતામાં કરેલા કાર્યોનો કોઈ અર્થ હોય છે, પણ કારણકે આપણે સ્વતંત્ર નથી, માયાના સકંજામાં, માયાની જાળમાં, તો આપણી કહેવાતી સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી. તેથી, જે પણ આપણે કરીએ છીએ, તે ફક્ત પરાજય છે. આપણી બંધારણીય સ્થિતિ જાણ્યા વગર, જો આપણે કોઈ કરવા માટે મજબૂર થઈશું, ભ્રામક શક્તિના દબાણથી, તે ફક્ત બેકાર સમયનો બગાડ છે. તેથી, ભક્તિવિનોદ ઠાકુર કહે છે, "હવે તમને મનુષ્ય જીવનમાં પૂર્ણ ચેતના છે. તો ફક્ત હરે કૃષ્ણ, રાધા માધવ, આ બધા નામોનો જપ કરો. કોઈ નુકસાન નથી, પણ મહાન લાભ છે." જીવન હોઈલો શેષ, ના ભજીલે ઋષિકેશ. હવે ધીમે ધીમે દરેક વ્યક્તિ મૃત્યુના આરે છે, કોઈ પણ વ્યક્તિ કહી ના શકે કે, "હું રહીશ, હું હજુ સો વર્ષ વધુ રહીશ." ના, કોઈ પણ ક્ષણે આપણે મરી શકીએ છીએ. તેથી, તે સલાહ આપે છે કે જીવન હોઈલો શેષ આપણું જીવન કોઈ પણ ક્ષણે સમાપ્ત થઈ શકે છે, અને આપણે ઋષિકેશ, કૃષ્ણ, ની સેવા ના કરી શક્યા. ભક્તિવિનોદોપદેશ. તેથી ભક્તિવિનોદ ઠાકુર સલાહ આપે છે, એકબાર નામ રસે માતો રે: "કૃપા કરીને મોહિત થાઓ, નામ રસે, દિવ્ય નામના જપના રસમાં. આ મહાસાગરમાં તમે કૂદકો મારો. તે મારી વિનંતી છે."