GU/Prabhupada 0447 - અભક્તો જે ભગવાન વિશે કલ્પના કરે છે તેમનો સંગ ના કરવા વિશે સાવધ રહો

Revision as of 22:47, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.2 -- Mayapur, February 12, 1977

તો જો આપણે લક્ષ્મી-નારાયણના ચરિત્રનો અભ્યાસ કરીએ, તો આપણે આવા શબ્દો જેમ કે દરિદ્ર-નારાયણ કે આનું કે તેનું નિર્માણ કરવાનું બંધ કરી દઇશું. ના. આપણે તેથી ક્યારેય પાષંડીનું અનુસરણ ના કરવું જોઈએ.

યસ તુ નારાયણમ દેવમ
બ્રહ્મારુદ્રાદિ દૈવતૈ:
સમત્વેન વિક્ષેત
સ પાષંડી ભવેદ ધ્રુવમ
(ચૈ.ચ. મધ્ય ૧૮.૧૧૬)

પાષંડી મતલબ શેતાન, અથવા અભક્ત. અભક્ત હિન ચર. અભક્તો, કે જે ભગવાન વિશે કલ્પના કરે છે, તેમનો સંગ ના કરવા પ્રત્યે સાવચેત રહો. તેઓ વાસ્તવમાં ભગવાનમાં વિશ્વાસ કરતાં નથી. આ પાષંડી મતલબ જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો. તેઓ વિચારે છે કે કોઈ ભગવાન નથી, પણ તેઓ ફક્ત કહે છે, "હા, ભગવાન છે, પણ ભગવાનને કોઈ માથું નથી, કોઈ પગ નથી, કોઈ મોઢું નથી, કશું નહીં." તો પછી ભગવાન શું છે? પણ આ ધૂર્તો કહે છે નિરાકાર. નિરાકાર મતલબ કોઈ ભગવાન નથી. પ્રામાણિક રીતે કહો કે કોઈ ભગવાન નથી. શા માટે તમે કહો છો, "હા, ભગવાન છે, પણ તેમને માથું નથી, પગ નથી, હાથ નથી"? તો ત્યાં શું છે? તો આ બીજી છેતરપિંડી છે. જે લોકો નાસ્તિક છે, તેઓ પ્રામાણિક રીતે કહે છે, "હું ભગવાનમાં વિશ્વાસ નથી કરતો. કોઈ ભગવાન નથી..." તે આપણે સમજી શકીએ છીએ. પણ આ ધૂર્તો, તેઓ કહે છે, "ભગવાન છે, પણ નિરાકાર." નિરાકાર મતલબ કોઈ ભગવાન નથી, પણ ક્યારેક નિરાકાર શબ્દ વપરાય છે. પણ તે નિરાકારનો મતલબ એવો નથી કે ભગવાનને કોઈ આકાર નથી. તે નિરાકાર મતલબ આ ભૌતિક આકાર નહીં. ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧). તેમનું શરીર સચ્ચિદાનંદ છે. આ ભૌતિક જગતમાં તે જોવું સંપૂર્ણ પણે અશક્ય છે. આપણું શરીર સત નથી; તે અસત છે. આ શરીર જે આપણી પાસે છે, અથવા તમારી પાસે છે, તે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આ જીવન... અને જ્યારે તે સમાપ્ત થઈ જશે, તે હમેશ માટે સમાપ્ત થઈ જશે. તમે ફરીથી આ શરીર ક્યારેય નહીં મેળવો. તેથી અસત.

પણ કૃષ્ણનું શરીર તેવું નથી. કૃષ્ણનું શરીર તે જ છે, સત; હમેશા એક જ સરખું. કૃષ્ણનું બીજું નામ છે નરકૃતિ. આપણું શરીર કૃષ્ણના શરીરની નકલ છે, પણ કૃષ્ણનું શરીર આપણા શરીરની નકલ નથી. ના. કૃષ્ણને તેમનું શરીર છે, નરકૃતિ, નર-વપુ. આ વસ્તુઓ છે. પણ તે વપુ આ અસત જેવુ નથી. આપણું શરીર અસત છે. તે રહેશે નહીં. તેમનું શરીર સચ્ચિદાનંદ છે. આપણું શરીર છે અસત, અચિત અને નિરાનંદ - બિલકુલ ઊલટું. તે રહેશે નહીં, અને કોઈ જ્ઞાન નથી, અચિત, અને કોઈ આનંદ નથી. હમેશા આપણે દુખી હોઈએ છે. તો નિરાકાર મતલબ આવું શરીર નહીં. તેમનું શરીર અલગ છે. આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભિસ (બ્ર.સં. ૫.૩૭). આનંદ ચિન્મય. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મન્તિ પશ્યંતી પાંતી કલયંતી ચિરમ જગન્તિ (બ્ર.સં. ૫.૩૨). તેમના અંગાની, અંગાની, શરીરના ભાગો, નું વર્ણન થયું છે, સકલેન્દ્રિય વૃત્તિ મન્તિ. હું મારી આંખો વડે જોઈ શકું છું. મારૂ, આ વિશેષ કાર્ય, આ શરીરના ભાગનું કાર્ય છે જોવું. પણ કૃષ્ણ: સકલેન્દ્રિય વૃત્તિ મન્તિ - તેઓ ફક્ત જોઈ જ નથી શકતા, પણ તેઓ ખાઈ પણ શકે છે. તે મહત્વનુ છે. જોવાથી, આપણે ખાઈ ના શકીએ, પણ જે પણ આપણે અર્પણ કરીએ છીએ, જો કૃષ્ણ જુએ છે, તેઓ ખાય પણ છે. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મન્તિ. તો કેવી રીતે કૃષ્ણના શરીર અને આપણા શરીરની સરખામણી થાય? પણ અવજાનંતી મામ મૂઢા: (ભ.ગી. ૯.૧૧). જે લોકો ધૂર્તો છે, તેઓ વિચારે છે કે "કૃષ્ણને બે હાથ છે, બે પગ; તેથી હું પણ કૃષ્ણ છું. હું પણ છું." તો ધૂર્તોથી ગેરમાર્ગે દોરાશો નહીં, પાષંડી. શાસ્ત્રોમા જેમ છે તેમ ગ્રહણ કરો, અધિકૃત સ્ત્રોતોમાથી શીખો, અને સુખી રહો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ!