GU/Prabhupada 0716 - આપણે જ્ઞાન દ્વારા જાણવું જ જોઈએ કે કૃષ્ણ શું છે

Revision as of 23:32, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Madhya-lila 8.128 -- Bhuvanesvara, January 24, 1977

મુખ્ય મુદ્દો છે કે વ્યક્તિએ સમજવું જ જોઈએ કે કૃષ્ણ શું છે. પેલા દિવસે કોઈ વ્યક્તિએ પૂછ્યું હતું, "'કૃષ્ણ'નો અર્થ શું છે?" "કૃષ્ણ" મતલબ સર્વ-આકર્ષક. જ્યાં સુધી ભગવાન સર્વ-આકર્ષક ના હોય, તેઓ ભગવાન કેવી રીતે બની શકે? તો વૃંદાવન જીવન મતલબ કૃષ્ણ આવે છે, પોતે અવતરિત થાય છે બતાવવા માટે કે કૃષ્ણ શું છે, ભગવાન શું છે. તો ચિત્ર, વૃંદાવન જીવન, તે ગ્રામ્ય જીવન છે. ગામડાના નિવાસીઓ છે, ખેડૂતો, ગાયો, વાછરડાઓ - તે વૃંદાવન છે. તે ન્યુ યોર્ક, લંડન, જેવુ મોટું શહેર નથી; તે ગામડું છે, અને કેન્દ્ર બિંદુ છે કૃષ્ણ. તે વૃંદાવન જીવન છે. ત્યાં ગોપીઓ, તેઓ ગામડાની છોકરીઓ છે, અને ગોપાળો, તેઓ ગામડાના છોકરાઓ છે. નંદ મહારાજ ગામડાના અધ્યક્ષ છે, ખેડૂત છે. તેવી જ રીતે, વૃદ્ધ વ્યક્તિઓ અને વૃદ્ધ ગોપીઓ, માતા યશોદા અને તેમની બીજી સહેલીઓ - તેઓ બધા કૃષ્ણ દ્વારા આકર્ષિત છે. આ વૃંદાવન જીવન છે. તેમને ખબર પણ ન હતી કે કૃષ્ણ શું છે. તેમને ખબર ન હતી કે કૃષ્ણ જાણવા માટે વેદો, પુરાણો, વેદાંત વાંચવા. પણ કૃષ્ણ માટેનો તેમનો પ્રેમ સ્વાભાવિક છે.

તો આ સ્વાભાવિક આકર્ષણ હોઈ શકે... અત્યારના સમયે, આપણને કૃષ્ણ પ્રત્યે કોઈ આકર્ષણ નથી; તેથી આપણે જ્ઞાનથી સમજવું પડે કે કૃષ્ણ શું છે. તે છે કૃષ્ણ તત્ત્વ વેત્ત. તો જ્યાં સુધી કૃષ્ણ પાસે બધા જ આકર્ષક લક્ષણો ના હોય શા માટે કોઈ વ્યક્તિ તેમનાથી આકર્ષિત થાય? આકર્ષણ... સામાન્ય રીતે, આ ભૌતિક જગતમાં, આપણે એક ધનવાન માણસ અથવા શક્તિશાળી માણસથી આકર્ષિત થઈએ છીએ. પુરુષ અથવા સ્ત્રી. જેમ કે અમારા પ્રધાન મંત્રી, તે એક નારી છે, પણ કારણકે તે શક્તિશાળી છે, અમે આકર્ષિત છીએ; અમે તેમની વાતો કરીએ છીએ. તો પરાશર મુનિ દ્વારા ચર્ચા કરાયેલા આકર્ષણના મુદ્દા છે 'ભગ'. ભગ મતલબ વૈભવ (ઐશ્વર્ય). તો આ ઐશ્વર્યો... જ્યારે વ્યક્તિ બહુ જ ધનવાન છે, તે વૈભવશાળી છે. જ્યારે વ્યક્તિ બહુ જ શક્તિશાળી છે, તે આકર્ષક છે. વ્યક્તિ જે બહુ જ પ્રભાવશાળી છે, જે બહુ જ સુંદર છે, જે બહુ જ ઉચ્ચ શિક્ષિત છે... આ રીતે, આકર્ષણ. તો જો આપણે કૃષ્ણના જીવનનો બારીકાઈથી અભ્યાસ કરીએ, તમે જોશો કે દુનિયાના ઇતિહાસમાં, કૃષ્ણથી વધુ ધનવાન વ્યક્તિ કોઈ હતું નહીં, કૃષ્ણથી વધુ શક્તિશાળી વ્યક્તિ કોઈ નથી, કૃષ્ણથી વધુ સુંદર કોઈ વ્યક્તિ નથી, કૃષ્ણથી વધુ શિક્ષિત, વિદ્વાન, તત્વજ્ઞાનમાં, કોઈ નથી. જો તમે અભ્યાસ કરશો, તમે બધુ જ જોશો. છ ઐશ્વર્યો પૂર્ણ રીતે કૃષ્ણમાં હાજર છે; તેથી તેઓ ભગવાન છે. ભગ મતલબ ઐશ્વર્યો, અને વાન મતલબ જે ઐશ્વર્યો ધરાવે છે. આ કૃષ્ણનો અર્થ છે, અને તેઓ સર્વ-આકર્ષક છે કારણકે તેઓ બધા જ છ ઐશ્વર્યો ધરાવે છે. આ કૃષ્ણનું વર્ણન છે. તો આપણે કોઈ પણનો અને દરેકનો ભગવાન તરીકે સ્વીકાર ના કરવો જોઈએ. આપણે કસોટી કરવી જ જોઈએ કે શું તેનામાં છ ઐશ્વર્યો છે.