GU/Prabhupada 0837 - જ્યાં સુધી કૃષ્ણ આપણને શક્તિશાળી રાખે ત્યાં સુધી આપણે શક્તિશાળી રહી શકીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0837 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0836 - આ મનુષ્ય જીવનની સિદ્ધિ માટે કોઈ પણ વસ્તુનું બલિદાન આપવા તૈયાર રહો|0836|GU/Prabhupada 0838 - જ્યારે કોઈ ભગવાન નથી, બધી જ વસ્તુઓ શૂન્ય અને ફોક હશે|0838}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|VozVS9pFtxU|જ્યાં સુધી કૃષ્ણ આપણને શક્તિશાળી રાખે ત્યાં સુધી આપણે શક્તિશાળી રહી શકીએ<br />- Prabhupāda 0837}}
{{youtube_right|3eRUYLQyUtY|જ્યાં સુધી કૃષ્ણ આપણને શક્તિશાળી રાખે ત્યાં સુધી આપણે શક્તિશાળી રહી શકીએ<br />- Prabhupāda 0837}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:52, 6 October 2018



731130 - Lecture SB 01.15.20 - Los Angeles

પ્રદ્યુમ્ન: અનુવાદ: "હે સમ્રાટ, હવે હું મારા મિત્ર અને મારા સૌથી પ્રિય હિતેચ્છુથી અલગ થયેલો છું, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અને તેથી મારૂ હ્રદય શૂન્ય લાગી રહ્યું છે. તેમની અનુપસ્થિતિમાં હું ઘણા બધા નાસ્તિક ભરવાડોથી પરાજિત થયો છું જ્યારે હું કૃષ્ણની બધી જ પત્નીના શરીરોનું રક્ષણ કરતો હતો."

પ્રભુપાદ: તો કૃષ્ણના ગમન પછી, કૃષ્ણની બધી પત્નીઓ, ૧૬,૧૦૮, તેમની કાળજી અર્જુન દ્વારા રાખવામા આવતી હતી. પણ અમુક ભરવાડો બધી રાણીઓને ઉપાડી ગયા, અને અર્જુન તેમની રક્ષા ના કરી શક્યો.

તો આ કિસ્સો છે, કે આપણે બહુ શક્તિશાળી હોઈ શકીએ છીએ જ્યાં સુધી કૃષ્ણ આપણને શક્તિશાળી રાખે છે. આપણે સ્વતંત્ર રીતે શક્તિશાળી નથી, અર્જુનના કિસ્સામાં પણ. આપણને આપણા જન્મૈશ્વર્ય શ્રુત શ્રી: (શ્રી.ભા. ૧.૮.૨૬) નું બહુ જ અભિમાન હોય છે. ભૌતિક જગત, દરેક વ્યક્તિને તેના જન્મનું બહુ જ અભિમાન હોય છે, ધનનું, શિક્ષણનું અને સુંદરતાનું. સૌંદર્ય. આ ચાર વસ્તુઓ આપણને પુણ્ય કર્મોના પરિણામસ્વરૂપ મળે છે. અને પાપ કર્મોના પરિણામસ્વરૂપ, ઊલટું મળે છે. એક સારા પરિવાર કે દેશમાં જન્મ ના મળવો, કોઈ ધન નહીં, ગરીબી, કોઈ શિક્ષણ નહીં અને કોઈ સુંદરતા નહીં. પણ વ્યકિતએ જાણવું જોઈએ કે આ સંપત્તિઓ, ભૌતિક સંપત્તિઓ... જેમ કે તમે અમેરિકન લોકો. તમારી પાસે સુંદર સંપત્તિઓ છે. તમે એક બહુ જ આદરણીય દેશમાં જન્મ્યા છો - અમેરિકા દેશનું હજુ પણ આખા જગતમાં આદર થાય છે. તો તે સારી તક છે તમારા માટે, જન્મ. તમે જન્મ લીધો છે... દરેક અમેરિકન છે... ભારતની સરખામણીમાં, દરેક અમેરિકન ધનવાન માણસ છે, કારણકે કોઈ પણ સાધારણ માણસ અહી ઓછામાં ઓછું ચાર હજાર, પાંચ હજાર રૂપિયા કમાય છે. અન ભારતમાં, એક ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ પણ, તે પણ આટલું કમાઈ નથી શકતો. વધુમાં વધુ ચાર હજાર. તો તમને ભાન હોવું જોઈએ કે કૃષ્ણની કૃપાથી, તમને આ બધી વસ્તુઓ મળી છે. કોઈ દરિદ્રતા નથી, કોઈ અછત નથી, શિક્ષણની સારી તક છે, અને તમે ધનવાન છો, સુંદર, બધુ જ. જન્મૈશ્વર્ય શ્રુત શ્રી: પણ જો તમે કૃષ્ણ ભાવનાભાવિત નહીં બનો, જો તમે આ સંપત્તિઓનો દુરુપયોગ કરશો, પછી ફરીથી પુનર મૂષિકો ભવ.

તમે કથા જાણો છો, પુનર મૂષિકો ભવ? કોઈ જાણે છે? પુનર મૂષિકો ભવ મતલબ "ફરીથી તમે એક ઉંદર બનો છો." (હાસ્ય) એક ઉંદર એક સાધુ વ્યક્તિ પાસે આવ્યો: "શ્રીમાન, હું બહુ જ પરેશાનીમાં છું." "તે શું છે?" લોકો સામાન્ય રીતે સાધુ વ્યક્તિઓ પાસે કોઈ ભૌતિક લાભ માટે જાય છે. તે સ્વભાવ છે, પશુ સ્વભાવ. શા માટે તમારે એક સાધુ વ્યક્તિ પાસે કોઈ ભૌતિક લાભ માટે જવું જોઈએ? ના. તમે તે શીખવા માટે જાઓ કે ભગવાન શું છે. તે સાચું કાર્ય છે. કઈ વાંધો નહીં, સાધુ વ્યક્તિઓ ક્યારેક આવકારે છે. "તો તારે શું જોઈએ છે?" જેમ કે શિવજી, તેમના બધા ભક્તો તે ઉંદર જેવા છે, કઈ જોઈએ છે. "શ્રીમાન, આ બિલાડી મને બહુ જ પરેશાન કરે છે." "તો તારે શું જોઈએ છે?" "મને એક બિલાડી બનવા દો." "ઠીક છે, તું એક બિલાડી બની જા." તો તે બિલાડી બની ગયો. પછી થોડા દિવસો પછી, તે પાછો આવ્યો. "શ્રીમાન, હજુ પણ હું મુશ્કેલીમાં છું." "તે શું છે?" "કુતરાઓ, (હાસ્ય), તેઓ મને બહુ પરેશાન કરે છે." "તો તારે શું જોઈએ છે?" "હરે મારે એક કૂતરો બનવું છે." "ઠીક છે, તું બની જા." પછી થોડા દિવસો પછી... એક પછી... તે પ્રકૃતિની ગોઠવણ છે. એક નિર્બળ હોય છે, બીજો શક્તિશાળી હોય છે. તે પ્રકૃતિની વ્યવસ્થા છે. તો છેવટે, તેને વાઘ બનવું હતું. તો સાધુ વ્યક્તિની કૃપાથી, તે વાઘ બની ગયો. અને જ્યારે તે વાઘ બની ગયો, તે સાધુ વ્યક્તિ સામે જોઈ રહ્યો હતો, ઓહ (પ્રભુપાદ ચહેરો બનાવે છે - ભક્તો હસે છે) તો સાધુ વ્યક્તિએ તેને પૂછ્યું, "તું મને ખાવા ઈચ્છે છે?" "હા." "ઓહ, તો તું ફરીથી ઉંદર બની જા. (હાસ્ય) જો મારી કૃપાથી, તું વાઘ બન્યો છું, તો હું ફરીથી તને શાપ આપીશ કે તું એક ઉંદર બની જા."

તો તમે અમેરિકન લોકો, તમે અત્યારે વાઘ બન્યા છો, નિક્સોન વાઘ. પણ જો તમે ઉપકાર માનીને વ્યવહાર નહીં કરો, જો તમે (ભગવાનનો) ઉપકાર નહીં માનો... જો વાઘ ઉપકાર માને કે "સાધુ વ્યક્તિની કૃપાથી, હું વાઘ બન્યો છું, મારે તેમના આભારી હોવું જોઈએ..." પણ ઉપકાર માનવાને બદલે, જો તું મને ખાવા ઈચ્છે છે, તો તું ફરીથી ઉંદર બની જા. જો સાધુ વ્યક્તિ પાસે શક્તિ હોય તને ઉંદરથી વાઘ બનાવવા માટે, તો તે ફરીથી તને વાઘમાથી ઉંદર પણ બનાવી શકે છે. તારે તે યાદ રાખવું જ જોઈએ. તો ભગવાન, કૃષ્ણ, ની કૃપાથી તમે આટલા શક્તિશાળી દેશ બન્યા છો, ધનવાન, સુંદર, શિક્ષિત. કૃષ્ણની કૃપાથી તમે બન્યા છો, પણ જો તમે કૃષ્ણને ભૂલી જશો, તો તમે ફરીથી ઉંદર બનવા જઈ રહ્યા છો. તેને યાદ રાખજો. કોઈ તમારી પરવાહ નહીં કરે.