GU/Prabhupada 0854 - વિશાળ કરતાં વિશાળ, અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ – તે ભગવાન છે.: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0853 - આપણે ફક્ત આ ગ્રહ પર જ નથી આવ્યા. આપણે ઘણા ગ્રહોની યાત્રા કરેલી છે.|0853|GU/Prabhupada 0855 - જો હું મારો ભૌતિક આનંદ બંધ કરીશ, તો મારા જીવનનો આનંદ સમાપ્ત થઈ જશે. ના.|0855}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|RX1dn33eSeo|વિશાળ કરતાં વિશાળ, અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ – તે ભગવાન છે.<br />- Prabhupāda 0854}}
{{youtube_right|qa1AZWKcYxg|વિશાળ કરતાં વિશાળ, અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ – તે ભગવાન છે.<br />- Prabhupāda 0854}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:750306SB-NEW_YORK_clip4.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/750306SB-NEW_YORK_clip4.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 49: Line 52:
:([[Vanisource:SB 10.14.29|શ્રી.ભા. ૧૦.૧૪.૨૯]])
:([[Vanisource:SB 10.14.29|શ્રી.ભા. ૧૦.૧૪.૨૯]])


ચિરમ મતલબ અનંતકાળ સુધી જો તમે ભગવાનને સમજવાનું અનુમાન કરશો, તમારા નજીવા મગજ દ્વારા અને મર્યાદિત ઇંદ્રિય દ્રષ્ટિ દ્વારા, એ શક્ય નથી... શાસ્ત્રનો નિર્દેશ લેવો, જો તમારી ઈચ્છા હોય તો, પહેલું તો એ કે તમારે ભૌતિક આસક્તિ છોડવી ઘટે... (બાજુમાં, અસ્પષ્ટ) ભૌતિક આસક્તિ, જ્યાં સુધી હું ભૌતિક વસ્તુઓ પ્રત્યે આકર્ષિત રહીશ, કૃષ્ણ મને તે પ્રમાણેનું શરીર આપશે. તથા દેહાંતર પ્રાપ્તિર ([[Vanisource:BG 2.13|ભ.ગી. ૨.૧૩]]). જો આપણે આ અસ્થાયી ભૌતિક સુખ જોઈએ છીએ, તો શરીર પ્રમાણે સુખ છે. એક કીડી ના જીવન માં પણ તે જ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને ઇન્દ્રદેવ કે રાજા ઇન્દ્ર, સ્વર્ગના અધિપતિ, તેમનું પણ તે જ વલણ છે - આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો તમે ચંદ્ર ગ્રહ પર જાઓ કે સૂર્ય ગ્રહ પર જાઓ કે સૌથી ઉપરના ગ્રહ પર જાઓ, ગમે ત્યાં જાઓ, ચાર વસ્તુઓ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન; અને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ.  
ચિરમ મતલબ અનંતકાળ સુધી જો તમે ભગવાનને સમજવાનું અનુમાન કરશો, તમારા નજીવા મગજ દ્વારા અને મર્યાદિત ઇંદ્રિય દ્રષ્ટિ દ્વારા, એ શક્ય નથી... શાસ્ત્રનો નિર્દેશ લેવો, જો તમારી ઈચ્છા હોય તો, પહેલું તો એ કે તમારે ભૌતિક આસક્તિ છોડવી ઘટે... (બાજુમાં, અસ્પષ્ટ) ભૌતિક આસક્તિ, જ્યાં સુધી હું ભૌતિક વસ્તુઓ પ્રત્યે આકર્ષિત રહીશ, કૃષ્ણ મને તે પ્રમાણેનું શરીર આપશે. તથા દેહાંતર પ્રાપ્તિર ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]]). જો આપણે આ અસ્થાયી ભૌતિક સુખ જોઈએ છીએ, તો શરીર પ્રમાણે સુખ છે. એક કીડી ના જીવન માં પણ તે જ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને ઇન્દ્રદેવ કે રાજા ઇન્દ્ર, સ્વર્ગના અધિપતિ, તેમનું પણ તે જ વલણ છે - આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો તમે ચંદ્ર ગ્રહ પર જાઓ કે સૂર્ય ગ્રહ પર જાઓ કે સૌથી ઉપરના ગ્રહ પર જાઓ, ગમે ત્યાં જાઓ, ચાર વસ્તુઓ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન; અને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:55, 6 October 2018



750306 - Lecture SB 02.02.06 - New York

વિશાળ કરતાં વિશાળ, અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ – તે ભગવાન છે. જ્યારે કૃષ્ણને જાણવું હતું... અર્જુનને કૃષ્ણ પાસેથી જાણવું હતું, “તમારી શક્તિ કેટલી વિસ્તરેલી છે? તમે કેવી રીતે કાર્ય કરો છો? મારે જાણવું છે.” કારણકે તે જિજ્ઞાસુ છે, બ્રહ્મ-જિજ્ઞાસા. તે ભગવાન શું છે તે સમજવાનો પ્રયાસ કરે છે. અને ભગવાન પોતે વ્યક્તિગત રૂપે જવાબ આપે છે. તો તેમણે તે અધ્યાયમાં કહ્યું છે “આ બધામાં હું આ છું, આ બધામાં હું આ હું, હું આ છું...” પછી, પછી તેઓ સાર કહે છે, “હું કેટલું કહું? ફક્ત મને જાણવાનો પ્રયાસ કરો, મારી શક્તિ, કે જે... આ ભૌતિક જગતમાં અસંખ્ય બ્રહમાંડો છે, અને દરેક બ્રહ્માણ્ડમાં અસંખ્ય ગ્રહો છે. તો હું તે દરેકમાં પ્રવેશ્યો, “વિષ્ટભ્યાહમ ઇદં કૃત્સ્નમ, “તે બધામાં, અને હું તેમને જાળવું છું.” જેમ કે કૃષ્ણ દરેકના હ્રદયમાં સ્થિત છે, અને પછી... જેમ, કૃષ્ણ દરેકના હ્રદયમાં સ્થિત છે, દરેક અણુમાં પણ. તે કૃષ્ણ છે. આપણે કૃષ્ણનું અનુકરણ કરવું છે, પણ જો મારે... જો મને કહેવામા આવે કે “તમે અણુમાં પ્રવેશ કરો,” “તે હું ના કરી શકું.” ના.

કૃષ્ણ, ભગવાન, મતલબ તે છે, તે વિશાળ કરતાં પણ વિશાળ બની શકે છે. આપણે સૌથી વિશાળ વિચારી શકીએ, બ્રહ્માણ્ડ. તો, ફક્ત આજ બ્રહ્માણ્ડ નહીં, પણ ઘણા લાખો બ્રહ્માણ્ડ, તેમના શરીર પરના વાળના છિદ્રોમાથી ઉત્પન્ન થઈ રહ્યા છે. યસ્યઈક-નીશ્વસિત-કાલમ અથાવલંબ્ય જીવંતી લોમ-વિલ-જા જગદંડ-નાથા (બ્ર.સં. ૫.૪૮). તે ભગવાન છે. કદાચ આપણા શરીરમાં લખો છિદ્રો છે. ભગવાનને પણ છે, મહાવિષ્ણુ, અને તે છિદ્રોમાથી બ્રહમાંડો બહાર આવે છે, સતત, શ્વાસ દ્વારા. યસ્યઈક-નીશ્વસિત-કાલમ. તો તમને ખબર હોવી જોઈએ કે ભગવાનનો ખ્યાલ શું છે. વિશાળ કરતાં વિશાળ, અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ – તે ભગવાન છે. તેઓ વિશાળ, વિશાળ બ્રહમાંડો પેદા કરી શકે છે, ફક્ત શ્વાસ લઈ ને. અને ફરીથી – આપણને ખબર નથી કે દરેક બ્રમાંડોમાં કેટલા અણુઓ છે – તેઓ દરેક અણુમાં પ્રવેશી શકે છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ.

એકોપ્યસુ રચયિતમ જગદંડકોટિમ
યત છક્તિરસથી જગદંડ ચયા યદંતઃ
અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી
(બ્ર.સં. ૫.૩૫).

આ ભગવાનની વિભાવના છે.

તો આ પ્રસ્તાવ છે કે આપણે આ ભૌતિક જગતમાં સહન કરી રહ્યા છે. આપણે ફક્ત એજ વિચારીએ છીએ કે “ભવિષ્યમાં આપણે સુખી થઈશું જો આપણે આમ કરીશું તો.” પણ તે ભવિષ્ય આવે એ પહેલા જ, આપણે સમાપ્ત થઈ જઈએ છીએ. આ આપણી સ્થિતિ છે. એક વાર નહીં, ઘણી વાર. છતા મારી પાસે, તમારી પાસે, મત છે. જેમ કે કહેવાતા વૈજ્ઞાનિકો: લખો વર્ષો પછી આમ થશે, આમ થશે. નહીં. આ બધુ અર્થહીન છે. તો કેવી રીતે – તમારી આયુ પચાસ કે સાઇઠ વર્ષ છે – તમે કેવી રીતે લાખો વર્ષનો અંદાજો લગાવો છો? એ પહેલા કે તમને સત્ય જ્ઞાત થાય, તમારી પચાસ, સાઇઠ વર્ષની આયુ લાખો વાર સમાપ્ત થઈ જશે. પણ કહેવાતા વૈજ્ઞાનિકો, તે લોકો વિચારે છે, “નહીં. આ પચાસ, સાઇઠ વર્ષ તો ઘણો જીવન સમય છે.” એ રીતે આપણે સમજી નહીં શકીએ. તે શક્ય નથી. ચિરમ વિચિંવન. જો તમે ચિરમની આ મૂર્ખ રીતનું અનુમાન કરશો, અનંતકાળસુધી, તો પણ તમે નહીં સમજી શકો. ચિરામ વિચિંવન.

અથાપિ તે દેવ પદામ્બુજ-દ્વય
પ્રસાદ-લેશાનુગ્રહિત એવ હી
જાનાતી તત્ત્વમ ભગવાન માહિમ્નો
ન ચાન્ય એકો અપી ચિરમ વિચિંવન
(શ્રી.ભા. ૧૦.૧૪.૨૯)

ચિરમ મતલબ અનંતકાળ સુધી જો તમે ભગવાનને સમજવાનું અનુમાન કરશો, તમારા નજીવા મગજ દ્વારા અને મર્યાદિત ઇંદ્રિય દ્રષ્ટિ દ્વારા, એ શક્ય નથી... શાસ્ત્રનો નિર્દેશ લેવો, જો તમારી ઈચ્છા હોય તો, પહેલું તો એ કે તમારે ભૌતિક આસક્તિ છોડવી ઘટે... (બાજુમાં, અસ્પષ્ટ) ભૌતિક આસક્તિ, જ્યાં સુધી હું ભૌતિક વસ્તુઓ પ્રત્યે આકર્ષિત રહીશ, કૃષ્ણ મને તે પ્રમાણેનું શરીર આપશે. તથા દેહાંતર પ્રાપ્તિર (ભ.ગી. ૨.૧૩). જો આપણે આ અસ્થાયી ભૌતિક સુખ જોઈએ છીએ, તો શરીર પ્રમાણે સુખ છે. એક કીડી ના જીવન માં પણ તે જ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને ઇન્દ્રદેવ કે રાજા ઇન્દ્ર, સ્વર્ગના અધિપતિ, તેમનું પણ તે જ વલણ છે - આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો તમે ચંદ્ર ગ્રહ પર જાઓ કે સૂર્ય ગ્રહ પર જાઓ કે સૌથી ઉપરના ગ્રહ પર જાઓ, ગમે ત્યાં જાઓ, ચાર વસ્તુઓ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન; અને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ.