GU/Prabhupada 0858 - અમે તાલીમ આપી રહ્યા છીએ, અમે વકીલાત કરી રહ્યા છીએ કે વ્યભિચાર પાપમય છે.: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0857 - કૃત્રિમ આવરણ કાઢવું પડશે - પછી આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીશું|0857|GU/Prabhupada 0859 - આ પાશ્ચાત્ય સંસ્કૃતિની ખામી છે. વોક્સ પોપ્યુલી, જનતાનો મત લેવો.|0859}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Bk9RX-9okQI|અમે તાલીમ આપી રહ્યા છીએ, અમે વકીલાત કરી રહ્યા છીએ કે વ્યભિચાર પાપમય છે.<br />- Prabhupāda 0858}}
{{youtube_right|-_OJNloXzmE|અમે તાલીમ આપી રહ્યા છીએ, અમે વકીલાત કરી રહ્યા છીએ કે વ્યભિચાર પાપમય છે.<br />- Prabhupāda 0858}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:750521R1-MELBOURNE_clip1.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/750521R1-MELBOURNE_clip1.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 23:55, 6 October 2018



750521 - Conversation - Melbourne

અમે તાલીમ આપી રહ્યા છીએ, અમે વકીલાત કરી રહ્યા છીએ કે વ્યભિચાર પાપમય છે. પ્રભુપાદ: અમે તાલીમ આપી રહ્યા છે, કોઈક વાર લોકો હસે છે, "આ બકવાસ શું છે?" તેઓ આલોચના કરે છે. સમાજના નેતાઓ પ્રોત્સાહન નથી આપતા. ગઈ કાલે હું એક પૂજારી સાથે વાતો કરતો હતો. તો અવૈધ યૌન સંબંધ વિષે તેમણે કહ્યું "તેમાં ખોટું શું છે? તે એક મોટો આનંદ છે." તમે જોયું? અમે તાલીમ આપી રહ્યા છીએ, અમે વકીલાત કરી રહ્યા છીએ કે વ્યભિચાર પાપમય છે. અમારી સૌથી પહેલી શરત એ છે કે આ ચાર વસ્તુઓ છોડવી પડે જ. વ્યભિચાર, માંસાહાર, નશાખોરી અને જુગાર. આ મારી પ્રથમ શરત છે કશું સ્વીકાર્યા પહેલા. તો તેઓ સમ્મત થાય છે અને અનુસરે છે.

નિર્દેશક: તેજ અમારા લોકો પણ કરે છે.

પ્રભુપાદ: હમ્મ?

નિર્દેશક: અમારા ગ્રાહકો તે જ કરે છે.

પ્રભુપાદ: હા. તેઓ કરશે. જો નિયમિત રીતે સંસ્થા બધી સુવિધાઓ સાથે ચાલશે... ઘણા ભક્તો અહી આવે છે. થોડા સમય પછી તેઓ સમર્પિત ભક્ત થઈ જાય છે. વિધિ હોવી જ જોઈએ. આ છે... આપણે વધી રહ્યા છીએ, આપણું આંદોલન ઘટતું નથી. જેમકે આપણે એક મંદિર અહી ખોલ્યું છે. કોઈ મંદિર હતું નહીં, પણ હવે આપણી પાસે એક સુંદર મંદિર છે. આ રીતે સમસ્ત દુનિયામાં આપણું આંદોલન વધી રહ્યું છે, તે ઘટતું નથી. હું ભારતથી ન્યુયોર્ક એકલો આવ્યો હતો, ૧૯૬૫માં. તો એક વર્ષ માટે મારી પાસે રહેવા માટે કોઈ સ્થાન ન હતું, મારી પાસે ખાવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. હું આમ તેમ ભટકતો હતો, કોઈક મિત્રના ઘરે રહેતો અને બીજા મિત્રના ઘરે. પછી ધીમે ધીમે તે વિકસિત થયું, લોકો. હું ન્યુયોર્કમાં એક ચાર રસ્તા પર કીર્તન કરતો હતો, એકલો, ત્રણ કલાક માટે. તે શું છી, ટોમ્પ્સ્કીન સ્ક્વેર? હા. તમે ન્યુયોર્ક ગયા છો? તો તે મારી શરૂઆત હતી. પછી ધીમે ધીમે લોકો આવ્યા. (એક ભક્તને) તમે એક ક્લબમાં હતા, શું હતું તે?

મધુદ્વિષ: કેલિફોર્નિયા?

પ્રભુપાદ: હા.

મધુદ્વિષ: ફાર્મમાં.

પ્રભુપાદ: ફાર્મ?

મધુદ્વિષ: તે મોર્નિંગસ્ટાર?

પ્રભુપાદ: આહ, હા હા.

મધુદ્વિષ: હા (હસે છે)

પ્રભુપાદ: (હસે છે) તે બીજું વેશ્યાલય હતું.

મધુદ્વિષ: હિપ્પી ફાર્મ. તમે ત્યાં આવ્યા હતા.

પ્રભુપાદ: તો હું ત્યાં હતો. હું ત્યાં ગયેલો. આયોજક મને ત્યાં લઈ ગયેલા. તો મને લાગે છે... જો તમે ગંભીર છો, ચાલો ભાગીદારીમાં સંસ્થા ખોલીએ જ્યાં લોકોને તાલીમ આપવામાં આવતી હોય કે કેવી રીતે પ્રથમ વર્ગના બનવું. બાળકોને તાલીમ આપવી જોઈએ. તે સમસ્યાનો ઉકેલ લાવશે.

આયોજક: તો સમાજમાં પરિવર્તન લાવવું પડશે.

પ્રભુપાદ: ના. કોઈ પરિવર્તન નહીં. સમાજ જેવો છે તેવો જ રહેવા દો. અમે થોડા બાળકોને તાલીમ આપીશું જેમ અમે ડેલ્લાસમાં આપી રહ્યા છીએ, અને થોડા માણસોને પણ. જેમકે અમે તેમને તાલીમ આપી છે. તે શક્ય છે. તે વ્યાવહારિક ઉદાહરણ છે. જેમ કે તમે એક ફાર્મમાં હતા, મોર્નિંગસ્ટાર.

આયોજક: આપના કેટલા સજ્જન અપરાધી હતા?

મધુદ્વિષ: અપરાધી?

આયોજક: હા. તમે અહી જોડાવા પહેલા કાયદા જોડે મુશ્કેલીઓમાં સંડોવાયેલા હતા?

મધુદ્વિષ: ઓહ, ઘણા ભક્તો.

આયોજક: તમે?

મધુદ્વિષ: ઓહ, હા.

આયોજક: તમે મુશ્કેલીઓ પેદા કરેલી?

મધુદ્વિષ: હા.

ભક્ત (૧): અમરામા એક છોકરો છે કે જેને પેંટરીજમાં નવ મહિના ગાળેલા છે (વિક્ટોરિયામાં જેલ, ઓસ્ટ્રેલિયા)

પ્રભુપાદ: આ વ્યાવહારિક છે. આપણે અટકાવી શકીએ છીએ. જેવી રીતે તેઓ સાધુ પુરુષ બની ગયા છે. બધા... ભારત, તેઓ ચકિત છે કે "તમે આ યુરોપીયન, અમેરિકન ને આવા કેવી રીતે બનાવ્યા?" તેઓ ચકિત છે. કારણકે ભારતમાં, બ્રાહમણો અને બીજા, તેઓ તેવી ધારણામાં હતા કે "આ પાશ્ચાત્ય લોકો, તેઓ બેકાર છે. તે લોકોનો ધાર્મિક કે અધ્યાત્મિક વિકાસ થઈ ના શકે." તો જ્યારે તેઓ જુએ છે કે અમારે ભારતમાં ઘણા બધા મંદિરો છે, કે તેઓ અર્ચાવિગ્રહની પુજા કરે છે અને બધુ સાંભળે છે, કીર્તન, ગાવાનું, તેઓ ચકિત છે. મારી પહેલા ઘણા સ્વામીઓ આવી ગયા, પણ તેઓ બદલી ના શક્યા. પણ એ હું નથી કે જેણે બદલ્યા, પણ આ વિધિ એટલી સરસ છે કે તેઓ બદલાઈ ગયા.