GU/Prabhupada 0981 - પહેલા દરેક બ્રાહ્મણ આ બે વિજ્ઞાન શિખતા હતા, આયુર્વેદ અને જ્યોતિર્વેદ: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0980 - આપણે ભૌતિક સમૃદ્ધિથી સુખી ના થઈ શકીએ, તે હકીકત છે|0980|GU/Prabhupada 0982 - જેવી આપણને એક ગાડી મળે છે, ગમે તેટલી ખરાબ કેમ ના હોય, આપણે વિચારીએ છીએ કે તે બહુ સારી છે|0982}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|szhBS0smy3s|પહેલા દરેક બ્રાહ્મણ આ બે વિજ્ઞાન શિખતા હતા, આયુર્વેદ અને જ્યોતિર્વેદ<br/>- Prabhupāda 0981}}
{{youtube_right|bPL7BNae0M4|પહેલા દરેક બ્રાહ્મણ આ બે વિજ્ઞાન શિખતા હતા, આયુર્વેદ અને જ્યોતિર્વેદ<br/>- Prabhupāda 0981}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:720905SB-NEW VRINDABAN_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720905SB-NEW_VRINDABAN_clip2.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 00:16, 7 October 2018



Lecture on SB 1.2.6 -- New Vrindaban, September 5, 1972

બહિર અર્થ (શ્રી.ભા. ૭.૫.૩૧), બહિર મતલબ બાહરનું, અર્થ મતલબ રુચિ. તો જે લોકો નથી જાણતા કે સુખનું અંતિમ લક્ષ્ય વિષ્ણુ છે, તેઓ વિચારે છે કે આ બહારની દુનિયામાં ગોઠવણથી... કારણકે આપણી પાસે અંદર અને બહાર છે. બહારથી આપણે આ શરીર છીએ. અંદરથી આપણે આત્મા છીએ. દરેક વ્યક્તિ સમજી શકે છે કે હું શરીર નથી, હું આત્મા છું. હું આ શરીરથી આવરિત છું અને જેવુ હું આ શરીરમાથી જતો રહીશ, આ શરીરનો કોઈ મતલબ નથી. તે કોઈ બહુ જ મહત્વપૂર્ણ આત્માનું શરીર હોઈ શકે છે, એક મહાન વૈજ્ઞાનિકનું શરીર, પણ શરીર વૈજ્ઞાનિક નથી, આત્મા વૈજ્ઞાનિક છે. શરીર યાંત્રિક છે. જેમ કે મારે કોઈ વસ્તુ પકડવી હોય, તો હાથ મારુ યંત્ર છે. તેથી સંસ્કૃત શબ્દમાં, આ શરીરના અલગ ભાગો, અવયવો, તેમને કરણ કહેવાય છે. કરણ મતલબ, કરણ મતલબ ક્રિયા, ક્રિયા, જેનાથી આપણે ક્રિયા કરીએ, કરણ. તો, ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). અત્યારે આપણે આ શારીરિક ખ્યાલથી ભ્રમિત છીએ. તે પણ શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલું છે, યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), આત્મબુદ્ધિ: કુણપે, કુણપે મતલબ કોથળો. આ છે હાડકાં, અને માંસ, અને ચામડી, અને રકત નો બનેલો કોથળો. ખરેખરમાં આપણે જ્યારે શરીરને ચીરીએ, આપણને શું મળે છે? હાડકાં, ચામડી, અને રક્ત, આંતરડા, અને રક્ત, પિત્ત, નો ગુચ્છો, બીજું કઈ નહીં.

તો કુણપે ત્રિધાતુકે... આ વસ્તુઓ બનેલી છે ત્રણ ધાતુઓથી, ઘટકોથી, કફ, પિત્ત, વાયુ. કફ, પિત્ત અને હવા. આ વસ્તુઓ બની રહી છે. આ વસ્તુઓ ચાલ્યા કરે છે. જમ્યા પછી, આ વસ્તુઓ બની રહી છે, અને જો તેઓ ગોઠવણમાં છે, બરાબર, તો શરીર સ્વસ્થ છે, અને જો કોઈ વધુ કે ઓછી છે, તો રોગ હોય છે. તો આયુર્વેદિક પ્રમાણે, તે પણ વેદ છે... આયુર મતલબ જીવનકાળ, અને વેદ મતલબ જ્ઞાન. તેને આયુર્વેદ કહેવાય છે. તો આ જીવન કાળ વિષેનું વેદિક જ્ઞાન બહુ સરળ છે. તેમાં પ્રયોગશાળા, ક્લિનિકની આવશ્યકતા નથી, ના. તેમાં ફક્ત આ ત્રણ ધાતુનો અભ્યાસની જરૂર છે, કફ, પિત્ત, વાયુ. અને તેઓ, તેમનું વિજ્ઞાન છે નાડી માપવાનું. તમે જાણો છો, તમારામાના દરેક, કે નાડી ચાલી રહી છે ટીક, ટીક, ટીક, ટીક, આમ. તો તેઓ જાણે છે આ વિજ્ઞાન: નાડીના ધબકારા અનુભવીને, તેઓ સમજી શકે છે કે આ ત્રણ ધાતુ, કફ, પિત્ત, વાયુ, ની સ્થિતિ શું છે. અને તે સ્થિતિથી, નક્ષત્રથી, તેઓ... આયુર્વેદમાં, શાસ્ત્રવેદ, તે છે, લક્ષણો,... આ શિરાઓ આવી રીતે કામ કરે છે, હ્રદય આવી રીતે કામ કરે છે, ધબકારા આવી રીતે: પછી સ્થિતિ આવી છે. જેવુ તેઓ સમજે છે કે સ્થિતિ આ છે, તેઓ લક્ષણોની પુષ્ટિ કરે છે. તેઓ દર્દીને પૂછે છે, "તમે આવો અનુભવ કરો છો? તમે આવો અનુભવ કરો છો?" જો તે કહે, "હા," તો તે પુષ્ટિ થઈ જાય છે. અંદરની વસ્તુઓ, કેવી રીતે નાડી ધબકી રહી છે, અને લક્ષણોની પુષ્ટિ થઈ જાય પછી, દવા તૈયાર છે. તરત જ દવા લો. બહુ જ સરળ.

અને પહેલા દરેક બ્રાહ્મણ આ બે વિજ્ઞાન શિખતા હતા, આયુર્વેદ અને જ્યોતિર્વેદ. જ્યોતિર્વેદ મતલબ ખગોળવિદ્યા. જ્યોતિષવિદ્યા, ખગોળવિદ્યા નહીં. કારણકે બીજું કોઈ, બ્રાહ્મણ કરતાં ઓછું બુદ્ધિશાળી વ્યક્તિ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, તેઓને બ્રાહ્મણોની જરૂર પડતી તેમના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે. દરેક વ્યક્તિ બહુ જિજ્ઞાસુ છે જાણવા માટે કે ભવિષ્ય શું છે, હવે શું થવાનું છે, અને દરેક વ્યક્તિને સ્વાસ્થ્યની ચિંતા છે. તો બ્રાહ્મણો, તેઓ ફક્ત સ્વાસ્થ્ય અને ભવિષ્ય વિષે સલાહ આપતા, તો તે તેમનો વ્યવસાય છે અને લોકો તેમને ખાદ્યપદાર્થ, કપડાં આપે છે, જેથી તેમને બહારથી બીજું કશું કામ ના કરવું પડે. કઈ નહીં, પણ તે એક લાંબી વાર્તા છે. તો આ શરીર એક કોથળો છે ત્રણ ધાતુઓનો બનેલો, યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).