GU/Prabhupada 1077 - ભગવાન પૂર્ણ હોવાથી, તેમના નામમાં અને તેમનામાં કોઈ તફાવત નથી

Revision as of 15:11, 13 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1077 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

શ્રીમદ ભાગવતમને કેહવાય છે ભાષ્યો અયમ બ્રહ્મ-સૂત્રાણામ. તે વેદાંત સૂત્ર ઉપર સ્વાભાવિક ટીકા છે. તો આ બધા સાહિત્યો ઉપર જો આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, તદ-ભાવ-ભાવિતઃ, સદા. સદા તદ ભાવ-ભાવિત: (ભ.ગી. ૮.૬). જે વ્યક્તિ હમેશા સંલગ્ન છે... જેમ કે એક ભૌતિકવાદી વ્યક્તિ હમેશા કોઈ ભૌતિક સાહિત્યને વાંચવામાં વ્યસ્ત હોય છે, જેમ કે સમાચારપત્ર, કે સામાયિક કે પત્રિકા કે નવલકથા, આદિ અને કેટલા બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર, આ બધી વાતો વિવિધ પ્રકારના વિચારો ઉપર છે. તેવી જ રીતે, જો આપણે આપણા વાંચવાની શક્તિને વૈદિક સાહિત્યો પ્રતિ સ્થળાંતરીત કરીશું, જેમ શ્રીલ વ્યાસદેવે, ખૂબ કૃપા કરીને પ્રસ્તુત કર્યા છે, ત્યારે આપણા માટે મૃત્યુના સમયે પરમ ભગવાનનું સ્મરણ કરવું શક્ય હશે. તે એક જ માર્ગ છે જેની ભગવાને પોતે સલાહ આપી છે. સલાહ નહીં, તે હકીકત છે. નાસ્તિ અત્ર સંશય: (ભ.ગી. ૮.૫). નિસંદેહ. તેમાં કોઈ સંદેહ નથી. તસ્માત, ભગવાન તેથી સલાહ આપે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ (ભ.ગી. ૮.૭). તેઓ અર્જુનને સલાહ આપે છે કે મામ અનુસ્મર યુધ્ય ચ. તેઓ એમ નથી કેહતા કે "તું માત્ર મારૂ સ્મરણ કર અને તારૂ વ્યાવસાયિક કર્તવ્ય કરવાની કોઈ જરૂર નથી." ના. તેની સલાહ નથી આપી. ભગવાન ક્યારેય પણ અવ્યવહારુ સલાહ નથી આપતા. આ ભૌતિક જગતમાં, આ શરીરને ચલાવવા માટે, વ્યક્તિએ કાર્ય કરવું જ પડશે. તે કાર્ય સમાજના ચાર વર્ણોમાં વિભાજીત છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ય અને શૂદ્ર. સમાજનો બુદ્ધિશાળી વર્ગ, તે એક પ્રકારે કાર્ય કરે છે, અને સમાજનો પ્રબંધક વર્ગ, તે બીજા પ્રકારે કાર્ય કરે છે. વ્યાપારીઓનો સમાજ, જે ઉત્પાદન કરે છે, તે પણ બીજા પ્રકારે કાર્ય કરે છે, અને કામદાર વર્ગ, તે પણ બીજા પ્રકારે કાર્ય કરે છે. માનવ સમાજમાં, કામદારના રૂપમાં અથવા વ્યાપારીના રૂપે, અથવા રાજકારણી કે પ્રબંધકના રૂપે, અથવા સાહિત્ય કે વિજ્ઞાનના સૌથી શ્રેષ્ઠ વર્ગના વ્યક્તિની જેમ, બધા કોઈ કાર્યમાં સંલગ્ન છે, અને બધાને તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે.

તો ભગવાન સલાહ આપે છે કે "તમારે તમારૂ કાર્ય છોડવાની જરૂર નથી, પણ તેજ સમયે તમે મારૂ સ્મરણ કરો." મામ અનુસ્મર (ભ.ગી. ૮.૭). તે તમને મદદ કરશે મૃત્યુના સમયે મને સ્મરણ કરવા માટે. જો તમે મને હમેશા સ્મરણ કરવાનો અભ્યાસ નહીં કરો, તમારા અસ્તિત્વના સંઘર્ષની સાથે, તો તે શક્ય નથી." તે શક્ય નથી. તે જ વાતની ભગવાન ચૈતન્યએ પણ સલાહ આપી છે, કીર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). કીર્તનીય: સદા. વ્યક્તિએ હમેશા ભગવાનના નામનો જપ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાનનું નામ અને ભગવાન અભિન્ન છે. તો અહી ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે, કે મામ અનુસ્મર (ભ.ગી. ૮.૭)," તું માત્ર મારૂ સ્મરણ કર," અને ભગવાન ચૈતન્યનો આદેશ છે કે "તમે હમેશા કૃષ્ણના નામનો જપ કરો." અહી કૃષ્ણ કહે છે કે "તું મારૂ સ્મરણ કર," અથવા તું હમેશા કૃષ્ણનું સ્મરણ કર, અને ભગવાન ચૈતન્ય કહે છે, "તું હમેશા કૃષ્ણના નામનો જપ કર." તો તેમાં કોઈ અંતર નથી કારણકે કૃષ્ણ અને કૃષ્ણના નામમાં કોઈ પણ અંતર નથી કારણકે બંને અભિન્ન છે નિરપેક્ષમાં. નિરપેક્ષ સ્તર ઉપર એક વસ્તુ અને બીજી વસ્તુમાં કોઈ અંતર નથી. તે નિરપેક્ષ સ્તર છે. તો જ્યારે ભગવાન પોતે નિરપેક્ષ છે, તેમનામાં અને તેમના નામમાં કોઈ અંતર નથી. તો આપણે તે પ્રમાણે અભ્યાસ કરવો પડે. તસ્માત સર્વેષુ કાલેષુ (ભ.ગી. ૮.૭). હમેશા, ચોવીસ કલાક, આપણે આપણા જીવનના કાર્યોને ઢાળવા પડે તેવી રીતે કે જેનાથી આપણે ચોવીસ કલાક સ્મરણ કરી શકીએ. તે કેવી રીતે શક્ય છે? હા, તે શક્ય છે. તે શક્ય છે. એક ખૂબજ કાચું ઉદાહરણ અપાયું છે આપણા આચાર્યો દ્વારા આ સંદર્ભમાં. અને તે ઉદાહરણ શું છે? તેમ કહેલું છે કે એક સ્ત્રી બીજા પુરુષ સાથે જોડાયેલી છે, તેના પાસે પતિ છે, છતાં, તે બીજા પુરુષથી આસક્ત છે. અને આ પ્રકારની આસક્તિ ખૂબજ મજબૂત બની જાય છે. તેને કહેવાય છે પારકીય રસ. પુરુષ કે સ્ત્રીના વિષયમાં. જો એક પુરુષને પોતાના પત્નીના સિવાય બીજી સ્ત્રીના પ્રતિ આસક્તિ છે, અથવા એક સ્ત્રીને તેના પતિના સિવાય બીજા કોઈ પુરુષ પ્રતિ આસક્તિ છે, તે આસક્તિ ખૂબજ મજબૂત છે. તે આસક્તિ ખૂબજ મજબૂત છે. તો આચાર્યો આ ઉદાહરણ આપે છે એક ખરાબ ચરિત્રવાળી સ્ત્રીનું જેને બીજાના પતિના પ્રતિ આસક્તિ છે, તે હમેશા વિચારે છે, અને તે જ સમયે, તેના પતિને દેખાડે છે કે તે કુટુંબના કાર્યોમાં સંલગ્ન છે જેનાથી પતિ તેના ચરિત્ર ઉપર શંકા ના કરે. તો જેવી રીતે તે હમેશા તેના પ્રેમીને રાતના સમયે મળવાનું સ્મરણ કરે છે, તેના ગૃહકાર્યોને ખૂબજ સરસ રીતે કરવા છતાં, તેવી જ રીતે વ્યક્તિએ પરમ પતિ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, હમેશા આપણા ભૌતિક કાર્યોને ખૂબજ સારી રીતે કરવા છતાં. તે શક્ય છે. તેના માટે પ્રેમના મજબૂત ભાવની જરૂર છે.