"હવે, મુદ્દો છે કે, જેમ માતાના ગર્ભમાથી, જન્મની શરૂઆતથી જ, જેમ શરીર વિકસિત થાય છે, તેવી જ રીતે, આ શરીરમાથી બહાર નીકળ્યા પછી, પણ તે વિકસિત થાય છે. પણ આત્મા તે જ છે. શરીરનો વિકાસ થાય છે. તો... હવે, તે વિકાસ - આ નાના શિશુમાથી, તે મોટો બાળક બને છે, પછી તે છોકરો બને છે, પછી એક યુવાન બને છે, પછી ધીમે ધીમે મારા જેવો વૃદ્ધ માણસ બને છે, અને પછી ધીમે ધીમે, જ્યારે આ શરીર ઉપયોગી રહેતું નથી, પછી તે તેને છોડી દે છે અને તેને બીજું શરીર લેવું જ પડે છે - આ આત્માના સ્થાનાંતરની વિધિ છે. હું માનું છું કે આ સરળ વિધિને સમજવામાં કોઈ મુશ્કેલી નથી."
|