"હવે, જ્યાં સુધી ચાર પ્રકારના માણસો છે જે ભગવાન પાસે નથી જતાં... તેનો મતલબ પાપી, મૂર્ખ, મનુષ્યોમાં સૌથી અધમ, જેનું જ્ઞાન ભ્રામક શક્તિ દ્વારા હરી લેવામાં આવ્યું છે, અને નાસ્તિકો. આ માણસોના વર્ગો સિવાય, ચાર પ્રકારના માણસો જે ભગવાન પાસે આવે છે, જેમ કે આર્ત, દુ:ખી, જિજ્ઞાસુ, અર્થાર્થી... અર્થાર્થી મતલબ ગરીબ, અને જ્ઞાની મતલબ તત્વજ્ઞાની. આવે, આ ચાર વર્ગોમાથી, ભગવાન કૃષ્ણ કહે છે, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે: 'આ ચાર વર્ગોમાથી, જે વ્યક્તિ તત્વજ્ઞાનથી ભક્તિપૂર્વક ભગવાનનો સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કૃષ્ણ ભાવનામૃતથી, તે વિશિષ્યતે છે'. વિશિષ્યતે મતલબ તે વિશેષ રીતે યોગ્ય છે."
|