"કૃષ્ણ અને સામાન્ય મનુષ્ય અથવા સામાન્ય જીવ વચ્ચે અંતર તે છે કે આપણે એક જ જગ્યાએ રહી શકીએ છીએ, પણ કૃષ્ણ... ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેમને તેમનું પોતાનું ધામ છે આધ્યાત્મિક સામ્રાજ્યમાં, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે... વૃંદાવન શહેર કે જ્યાથી હું આવ્યો છું, આ વૃંદાવનને ભૌમ વૃંદાવન કહેવાય છે. ભૌમ વૃંદાવન મતલબ તે જ વૃંદાવન આ પૃથ્વી પર અવતર્યું છે. જેમ કે કૃષ્ણ આ પૃથ્વી પર તેમની પોતાની આંતરિક શક્તિથી અવતરે છે, તેવી જ રીતે, તેમનું ધામ પણ અવતરે છે, વૃંદાવન ધામ. અથવા, બીજા શબ્દોમાં, જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર અવતરે છે, તેઓ પોતાને તે ચોક્કસ ભૂમિ પર પ્રકટ કરે છે. તેથી તે ભૂમિ એટલી પવિત્ર છે, વૃંદાવન."
|