GU/661130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભક્તિમય સેવાથી વ્યક્તિએ એવી આશા ના રાખવી જોઈએ કે, 'મારી દુ:ખમય સ્થિતિ સુધરી જશે' અથવા 'હું આ ભૌતિક બંધનમાથી મુક્ત થઈ જઈશ'. તો તે પણ એક પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિ છે. જો મારે જોઈએ છીએ કે 'મને આ બંધનમાથી મુક્ત થવા દો...' જેમ કે યોગીઓ અને જ્ઞાનીઓ, તેઓ પ્રયત્ન કરે છે. તેઓ આ ભૌતિક બંધનમાથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. પણ ભક્તિમય સેવામાં આવી કોઈ ઈચ્છા નથી, કારણકે તે શુદ્ધ પ્રેમ છે. કોઈ અપેક્ષા નથી કે 'મને આ રીતે લાભ થશે'. ના. તે એક લાભ કરવાનો વાણિજ્યિક વ્યવસાય નથી, કે 'જ્યાં સુધી મને બદલામાં કઈ મળશે નહીં, ઓહ, હું કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિમય સેવાનો અભ્યાસ નહીં કરું'. લાભનો કોઈ પ્રશ્ન જ નથી."
661130 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૪૨ - ન્યુ યોર્ક