"કોઈ જમીન તમારી નથી. બધુ જ ભગવાનનું છે. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ (ઇશો ૧). તેઓ માલિક છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તે ગેરસમજણ... આપણે ખોટી રીતે અતિક્રમણ કરીએ છીએ અને માલિકીનો દાવો કરીએ છીએ. તેથી કોઈ શાંતિ નથી. તમે શાંતિની શોધ કરી રહ્યા છો. કેવી રીતે શાંતિ હોઈ શકે? તમે ખોટી રીતે દાવો કરી રહ્યા છો કે એવી વસ્તુ માટે જે તમારી છે જ નહીં. તો અહી તે કહ્યું છે. સર્વેશ્વર્ય પૂર્ણ. તો દરેક સ્થળ ભગવાનનું છે, પણ તે ગોલોક વૃંદાવન, તે સ્થળ તેમનું પોતાનું ધામ છે. તમે ચિત્ર જોયું છે. તે કમળ જેવુ છે. બધા ગ્રહો આજુબાજુ છે, અને તે સર્વોચ્ચ ગ્રહ કમળ જેવો છે. તો તે આધ્યાત્મિક આકાશમાં છે, ગોલોક વૃંદાવન."
|