"જ્યાં સુધી ભૌતિકવાદીનો પ્રશ્ન છે, તેઓ ચાવેલાને ફરીથી ચાવી રહ્યા છે. પુનઃ પુનસ ચર્વિત ચર્વાણનામ (શ્રી.ભ. ૭.૫.૩૦). ઉદાહરણ, જે મે તમને તે દિવસે આપ્યું હતું, કે જેમ શેરડી, વ્યક્તિએ ચાવીને બધો જ રસ લઈ લીધો છે, અને ફરીથી તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે અને કોઈ વ્યક્તિ ચાવી રહ્યું છે, તો કોઈ રસ નથી. તો આપણે ફક્ત તે જ વસ્તુનું પુનરાવર્તન કરી રહ્યા છે. ઇન્દ્રિય તૃપ્તિનું અંતિમ હેતુ અને સર્વોચ્ચ, ઇન્દ્રિય તૃપ્તિ છે મૈથુન જીવન. તો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, ચાવેલું, તમે જુઓ, રસ નીકળેલું. પણ સુખની તે વિધિ નથી. સુખ અલગ છે. સુખમ અત્યંતિકમ યત તદ અતિન્દ્રિય ગ્રહ્યમ (ભ.ગી. ૬.૨૧). વાસ્તવિક સુખ દિવ્ય છે. અને તે દિવ્ય મતલબ મારે સમજવું જ જોઈએ કે મારૂ પદ શું છે અને મારા જીવનની વિધિ શું છે. આ રીતે કૃષ્ણ ભાવનામૃત તમને શીખવાડશે.
|