"આપણે બધા વર્ચસ્વકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે. "હું..." પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. તમે વર્ચસ્વકાર છો, કહો કે, એક હજાર કામદારો માટે અથવા કચેરીના કારકુન. તમારું કાર્યાલય ઘણું જ મોટું છે. તો મારે તમારા કરતાં મોટું કાર્યાલય બનાવવું છે. તો મારે તમારા કરતાં વધુ મોટા વર્ચસ્વકાર બનવું છે. આ આપણી પ્રતિસ્પર્ધા છે, તે ચાલી રહી છે. પણ આપણામાથી કોઈ પણ વાસ્તવિક વર્ચસ્વકાર નથી. આપણે બધા આધીન છીએ. અને કારણકે આપણે જાણતા નથી કે "હું ક્યારેય વર્ચસ્વકાર નહીં બની શકું," તેથી હું ભ્રમમાં, માયામાં, છું. વાસ્તવિક વર્ચસ્વકાર પરમ ભગવાન છે, કૃષ્ણ."
|