"કૃષ્ણના અસંખ્ય વિસ્તરણો છે. પણ તેઓ જ્યારે હાજર હતા ત્યારે એમાથી અમુક બતાવવામાં આવ્યા હતા માત્ર તે સાબિત કરવા કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કારણકે ભવિષ્યમાં ઘણા મૂર્ખાઓ કૃષ્ણનું અનુકરણ કરશે ભગવાન અથવા ભગવાનના અવતાર તરીકે, પણ કૃષ્ણને તેમના જીવનમાં ઘણા બધા અસાધારણ રૂપો છે, કોઈ પણ તે બતાવી ના શકે. જેમ કે ગોવર્ધન. તમે તે ચિત્ર જોયું છે. સાત વર્ષની ઉમ્મરે, તેમણે પર્વત ઉપાડયો. અને જ્યારે તેઓ યુવાન હતા તેમણે સોળ હજાર પત્નીઓ સાથે લગ્ન કર્યા, અને સોળ હજાર રૂપો... તો... અને જ્યારે તેઓ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં હતા, તેમણે વિરાટરૂપ બતાવ્યુ. તો વ્યક્તિ પોતાને 'હું ભગવાન છું' તેનો દાવો કરતાં પહેલા, તે અસાધારણ રૂપો બતાવવા માટે તૈયાર હોવો જોઈએ. નહિતો, કોઈ પણ ડાહ્યો માણસ કોઈ પણ મૂર્ખનો ભગવાન તરીકે નહીં સ્વીકાર કરે."
|