GU/661214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સંકર્ષણમાથી, ત્રણ વિસ્તરણો હોય છે. તેમને વિષ્ણુ કહેવાય છે - મહાવિષ્ણુ, ગર્ભોદકશાયી વિષ્ણુ, અને ક્ષીરોદકશાયી વિષ્ણુ - સંકર્ષણમાથી. મહાવિષ્ણુ... જ્યારે ભૌતિક જગતની રચના થઈ, મહાવિષ્ણુ વિસ્તરણ હતું. મહાવિષ્ણુમાથી, બધા જ બ્રહ્માંડોની રચના થઈ. અને મહાવિષ્ણુમાથી, ગર્ભોદકશાયી વિષ્ણુનું વિસ્તરણ થયું. આ ગર્ભોદકશાયી વિષ્ણુ દરેક બ્રહ્માણ્ડમાં પ્રવેશે છે, અને પછી, દરેક બ્રહ્માણ્ડમાં, ગર્ભોદકશાયી વિષ્ણુમાથી, ક્ષીરોદકશાયી વિષ્ણુનું વિસ્તરણ થાય છે. તે ક્ષીરોદકશાયી વિષ્ણુને આ બ્રહ્માણ્ડના ધ્રુવ તારાની નજીક એક ગ્રહ છે. અને તે ક્ષીરોદકશાયી વિષ્ણુમાથી, પરમાત્મા વિસ્તરણ, દરેકના હ્રદયમાં વિતરિત થાય છે."
661214 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૭૨ - ન્યુ યોર્ક