"જ્યાં સુધી ભૌતિક સૃષ્ટિનો પ્રશ્ન છે, અહી તે કહ્યું છે કે "તેમની ભૌતિક શક્તિથી, તેઓ આ ભૌતિક જગતને અને આ ભૌતિક જગતમાં અસીમિત બ્રહ્માંડોને પ્રકટ કરે છે." તો કોઈ પણ વ્યક્તિએ એવું વિચારવું ના જોઈએ આ ભૌતિક જગત શૂન્યમાથી આવ્યું છે. આની બધા વેદિક સાહિત્યમાં પુષ્ટિ થઈ છે અને વિશેષ કરીને બ્રહ્મસંહિતામાં, અને ભગવદ ગીતામાં પણ તે કહ્યું છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સૂયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). તો ભૌતિક પ્રકૃતિ સ્વતંત્ર નથી. તે એક ગેરસમજણ છે, એક ખોટી ધારણા, કે પદાર્થ તેની પોતાની રીતે કામ કરી રહ્યો છે. પદાર્થને કામ કરવાની કોઈ શક્તિ નથી. તે જડરૂપ છે. જડરૂપ મતલબ તેની પાસે કોઈ ગતિની ક્ષમતા નથી અથવા, શું કહેવાય છે, પહેલ. પદાર્થને કોઈ પહેલ નથી હોતી. તેથી પદાર્થ પરમ ભગવાનના નિર્દેશન વગર એવી રીતે પ્રકટ ના થઈ શકે."
|